Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ અને કર્મા ફાઉન્ડેશન દ્વારા 200 વંચિત બાળકો સાથે 80મા સ્વાતંત્ર્ય દિનની વિશેષ ઉજવણી

અમદાવાદ, ગુજરાત | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ એ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કર્મા ફાઉન્ડેશનના સહયોગથી વંચિત બાળકો સાથે કરી. થલતેજ ગામમાં હનુમાનજી મંદિર પાસે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કર્મા ફાઉન્ડેશનના પ્રમુખ અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સેક્રેટરી રોટેરિયન પ્રણવ શાહે ધ્વજ ફરકાવ્યો હતો.

પ્રાસંગિક ઉદ્બોધનમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પ્રેસિડેન્ટ રોટેરીયન નીરવ જોશી એ જણાવ્યું હતું કે 15 મી ઓગસ્ટ એ આપણા માટે દેશ ને ખાતર શહીદ થયેલા તમામ સપૂતોને યાદ કરવાનો એક અવસર છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના કેળવવી જોઈએ.

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ અને કર્મા ફાઉન્ડેશન દ્વારા લાભાન્વિત જુદા જુદા સેન્ટરના બાળકોએ દેશભક્તિના ગીતો પર વિવિધ ડાન્સ પ્રસ્તુત કર્યા હતા. કેટલાક બાળકોએ સ્વતંત્રતા સેનાનીઓ વિશે વક્તવ્ય પણ આપ્યા હતા. રોટરી ક્લબના આસિસ્ટન્ટ ગવર્નર જતિન્દર કોર ભલ્લા એ બાળકોની કલા અને કૌશલ્યને બિરદાવ્યા હતા. જાણીતા ઉદ્યોગપતિ અને કર્મા ફાઉન્ડેશનના સીઈઓ શ્રી સાગર બ્રહ્મભટ્ટને આજના દિવસે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના માનદ્ સભ્ય તરીકે નિયુક્ત કરવામા આવ્યા.

દેશના ૮૦માં સ્વતંત્રતા દિવસે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા અન્ય પણ એક સીમાચિન્હ પ્રવૃત્તિ કરવામાં આવી. 12 થી 18 વર્ષની વય જૂથના 50 બાળકો સાથે ઇન્ટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટની સ્થાપના કરવામાં આવી ,જેની અંતર્ગત આ તમામ બાળકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરશે. કાર્યક્રમના અંતે રોટરી ક્લબ તથા ઇન્ટરેક્ટ ક્લબના સભ્યો  દ્વારા 200 બાળકોને ગરમ નાસ્તો પીરસવામાં આવ્યો.

== સમાપ્ત ==

Related posts

HCG અમદાવાદ ખાતે જટિલ બાળ કરોડરજ્જુ વિકૃતિનો સફળ ઉપચાર

Master Admin

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આજે જગન્નાથજીની જળયાત્રા

Master Admin

ઇ-સીમ બંધ કરાવી એક કરોડ ટ્રાન્સફર કરી લીધા

Master Admin

Leave a Comment

Translate »