Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

સમર્થ ઈ-મોબિલિટી દ્વારા એવોર ઇલેક્ટ્રિક રજૂઃ ઈન્ટેલિજન્સ બિયોંડ મોશન પર નિર્મિત ઈલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ

સંપૂર્ણ ઈન-હાઉસ એન્જિનિયર્ડ ઈલેક્ટ્રિક વેહિકલ બ્રાન્ડ, જે દરેક ભારતીય રાઈડરને કનેક્ટેડ ડિવાઈસની ઈન્ટ્યુશન અને રિલાયેબિલિટી લાવવા માટે તૈયાર કરાઈ છે


અમદાવાદ, ગુજરાત | ૦૨ જૂન ૨૦૨૬ | સમર્થ ઈ-મોબિલિટી પ્રા. લિ. દ્વારા એવોર ઇલેક્ટ્રિકના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી, જે તેની ઈલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ છે. બ્રાન્ડ ફિલ્મ, વેબસાઈટ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ સાથે પદાર્પણ કરતાં એવોર ઇલેક્ટ્રિક દ્વારા ઈન્ટેલિજન્સમાં એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા પર કેન્દ્રિત ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રત્યે નવો અભિગમ રજૂ કરે છે, જે ફિલોસોફી દરેક મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી સિસ્ટમ ઈન-હાઉસ વિકસાવવામાં મૂળિયાં ધરાવે છે.

ઈન્ટેલિજન્સ એ ફક્ત ટુ-વ્હીલરમાં ઉમેરાયેલું ફીચર નહીં હોવું જોઈએ, પરંતુ જેની પર તે કલ્પના કરાઈ છે તે પાયા પર નિર્મિત હોવું જોઈએ એ માન્યતા પર નિર્મિત એવોર ઇલેક્ટ્રિકની સંકલ્પના એક માર્ગદર્શક સિદ્ધાંત પર કરાઈ છેઃ ઈન્ટેલિજન્સ સાથે શરૂઆત અને તે પછી તેની આસપાસ મોટરસાઈકલનું નિર્માણ. બ્રાન્ડની ટેગલાઈન ‘ઈન્ટેલિજન્સ બિયોંડ મોશન’ આ જ વિઝનને પ્રદર્શિત કરે છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં સમર્થ ઈ-મોબિલિટીના 100થી વધુ એન્જિનિયરોની ટીમે નવ મહત્ત્વપૂર્ણ સિસ્ટમ અમદાવાદમાં તેની સમર્પિત આરએન્ડડી એકમમાં ઈન -હાઉસ વિકસાવી છે. આમાં પેટન્ટે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (બીએમએસ), બેટરી પેક, મોટર, મોટર કંટ્રોલર, પાવર કંટ્રોલ મોડ્યુલ, ડીસી- ડીસી કન્વર્ટર, ઓનબોર્ડ ફાસ્ટ ચાર્જર, ડિસ્પ્લે સિસ્ટમ અને પ્રોપ્રાઈટરી ઓપરેટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. કંપનીએ આજ સુધી 110થી વધુ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ ફાઈલ કરી છે. આ વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ અભિગમ એવોર ઇલેક્ટ્રિક સોર્સ દ્વારા પાવર્ડ છે, જે કંપનીનું પ્રોપ્રાઈટરી ટેકનોલોજી સ્ટેક અને એવીઆર પ્લેટફોર્મ છે, તેનું હેતુ નિર્મિત ટુ-વ્હીલર આર્કિટેક્ચર છે. એકંદરે તે વાહનની કામગીરી, વિશ્વસનીયતા, સોફ્ટવેર ઈન્ટીગ્રેશન અને એકંદર રાઈડર અનુભવમાં સંપૂર્ણ નિયંત્રણ પૂરું પાડે છે.

ગ્રાઉન્ડ અપથી નિર્માણ
એવોર ઇલેક્ટ્રિક ના હાર્દમાં ફુલ્લી ઈન્ટીગ્રેટેડ ટેકનોલોજી ઈકોસિસ્ટમ છે, જે ઈન-હાઉસ એન્જિનિયર્ડ અને વિકસિત છે. એવોર સોર્સ અને એવીઆર આર્કિટેક્ચર પર નિર્મિત પ્લેટફોર્મ દરેક મુખ્ય વાહન સબસિસ્ટમને એકત્રિત એન્જિનિયરિંગ કાર્યરેખા હેઠળ લાવે છે.

નવી વધુ ક્રિટિકલ સિસ્ટમ્સ આંતરિક સ્તરે ડિઝાઈન, વિકસિત કરાઈ છે, જે હાર્ડવેર અને સોફ્ટવેરમાં સીમલેસ ઈન્ટીગ્રેશન અભિમુખ બનાવે છે. આ અભિગમ સોફ્ટવેર અપડેટ્સ સાથે વધુ જ્ઞાનાકાર પ્રતિસાદ, ઉત્તમ કામગારી, ઝડપી નિદાન, ઓછો ડાઉનટાઈમ અને એકધારી પ્રોડક્ટ સુધારણા માટે માર્ગ મોકળો કરે છે, જે સમયાંતરે ઉત્ક્રાંતિ પામતો માલિકી અનુભવ પ્રદાન કરે છે. 110થી વધુ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ફાઈલિંગ સાથે એવોરે ઇલેક્ટ્રિક બજારમાં મજબૂત ટેકનોલોજિકલ પાયો સ્થાપિત કર્યો છે, જ્યાં ઘણા બધા ઉત્પાદકો હજુ પણ હાર્ડવેર પર નિર્ભર છે.

વંચિત વચલા ભાગને ધ્યાનમાં રાખે છે

એવોર ઇલેક્ટ્રિક ઈલેક્ટ્રિક મોટરસાઈકલોની પ્રથમ રેંજ 125 સીસી- 200 સીસી મોટરસાઈકલ સેગમેન્ટના રાઈડરોને ધ્યાનમાં રાખીને લવાઈ છે, જે ભારતની સૌથી વિશાળ અને અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રવાસ અને જીવનશૈલીની શ્રેણીમાંથી એક છે. મોટરસાઈકલો કામગીરી, વિશ્વસનીયતા અથવા રોજબરોજની ઉપયોગક્ષમતા સાથે બાંધછોડ કર્યા વિના વ્યવહારુ ઈલેક્ટ્રિક વિકલ્પ ચાહતા રાઈડરો માટે વિકસાવવામાં આવી છે. એવીઆર પ્લેટફોર્મ પર નિર્મિત અને અસલ દુનિયાની ભારતીય રાઈડિંગ સ્થિતિઓ માટે ઘડવામાં આવેલી એવોર ઇલેક્ટ્રિક પ્રોડક્ટનો પોર્ટફોલિયો આજના ટુ-વ્હીલરના ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતી અપેક્ષાઓને પહોંચી વળવા માટે તૈયાર કરાયો છે.

બ્રાન્ડ પ્રોડક્ટ પ્રેરિત વાર્તાકથન, ગ્રાહક શિક્ષણ, ફુલ સ્ટેક કમ્પોનન્ટ બિલ્ડ અને અનોખા માલિકી અનુભવ આસપાસ નિર્મિત કેન્દ્રિત વ્યૂહરચના થકી બજારમાં પ્રવેશ કલરવા માગે છે, જે મોટરસાઈલના દરેક સ્તરમાં મઢાયેલું ઈન્ટેલિજન્સ પ્રદર્શિત કરે છે.

આ લોન્ચ વિશે બોલતાં સમર્થ ઈ-મોબિલિટીના સહ- સંસ્થાપક શ્રી પ્રિયાંક રાખોલિયાએ જણાવ્યું હતું કે, ‘‘ત્રણ વર્ષ સુધી અમે પોતાને એક સાદો પ્રશ્ન પૂછતા હતા, ભારતનું સૌથી વ્યાપક ઉપયોગ કરાતું અંગત વાહન થોડું ઈન્ટેલિજન્સ કેમ સમાવતું નથી? અમને ખ્યાલ આવ્યો કે ઉત્તર મિસિંગ ફીચરમાં નથી, પરંતુ મિસિંગ કમિટમેન્ટમાં છે. અસલી ઈન્ટેલિજન્સ ઓફફ- ધ- શેલ્ફ કમ્પોન્ટ્સમાંથી એસેમ્બલ કરી શકાતું નથી, તે ગ્રાઉન્ડ અપથી ઘડવાનું આવશ્યક છે. આથી જ અમે દરેક મહત્ત્વપૂર્ણ સિસ્ટમ ઈન-હાઉસ નિર્માણ કરી છે. ઈન્ટેલિજન્સમાં એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા અમારે માટે દાવો નથી, આપણે લઈએ તે દરેક નિર્ણયને આકાર આતી પદ્ધતિ છે.’’

હવે પછી શું છે?
સમર્થ ઈ-મોબિલિટી ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક મોટરસાઈકલોની એવોરની પ્રથમ રેન્જ રજૂ કરવા સુસજ્જ છે. બ્રાન્ડના લોન્ચને તેની બ્રાન્ડ ફિલ્મ, વેબસાઈટ અને ડિજિટલ પ્લેટફોર્મ્સનો ટેકો સાંપડ્યો છે, જે આગામી મહિનાઓમાં નિયોજિત પ્રોડક્ટની ઘોષણાઓ અને ઝુંબેશો સાથે વ્યાપક બજાર પ્રવેશના રોડમેપનો આરંભ છે.

Link to the Brand filmAvore Electric – The Beginning of Intelligence Beyond Motion

== સમાપ્ત ==

Related posts

ભારતની ઝીરો-શુગર માર્કેટ થમ્સ અપ XForce સાથે નવી આગેવાન બની

Reporter1

એડનિકને ભારતમાં શાખા સ્થાપિત કરવા માટે નિયામક મંજૂરીઃ આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં મોટું માઈલસ્ટોન પાર કર્યું

Master Admin

Samsung’s New AI-Powered PCs, Galaxy Book5 Series, Now Available in India

Reporter1

Leave a Comment

Translate »