Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈરાન પરથી હટ્યા પ્રતિબંધો, હવે દુનિયાને બેધડક વેચશે ઓઈલ

ભારતને થશે મોટો ફાયદો!

૨૧ ઓગસ્ટ સુધી ઈરાનમાંથી નીકળતું ક્રૂડ ઓઈલ, પેટ્રોકેમિકલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશોની ડિલિવરી અને વેચાણની મંજૂરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
તેહરાન, તા.૨૪ જૂન ૨૦૨૬ — સ્વિટ્‌ઝર્લેન્ડમાં યોજાયેલી પ્રથમ રાઉન્ડની વાતચીત બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા મુદ્દાઓ પર પ્રારંભિક સહમતિ બની છે. આમાં ઈરાનને ઓઈલ વેચાણ માટે મળેલી ૬૦ દિવસની છૂટ સૌથી ખાસ છે. વૈશ્વિક ઉર્જા બજારની સાથે ભારતની દ્રષ્ટિએ પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત પોતાની જરૂરિયાતોનું ઈરાન પાસેથી મોટી માત્રામાં ઓઈલ ખરીદતું હતું. જો કે, અમેરિકાના પ્રતિબંધો બાદ તેમાં ઘટાડો થયો હતો. ઈરાનને ઓઈલ નિકાસમાં છૂટ મળવાથી ભારતને પણ ફાયદો થવાની આશા છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ૬૦ દિવસના કરાર (MoU) હેઠળ તેહરાનને આ છૂટ મળી છે. ઈરાને તેના બદલામાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવરને પ્રભાવિત ન કરવાનું વચન આપ્યું છે. ૬૦ દિવસ સુધી ઈરાનને આ રાહત મળશે. એટલે કે ૨૧ ઓગસ્ટ સુધી તે ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પેદાશોનું વેચાણ કરી શકે છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે થોડા કલાકો પહેલા જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું હતું કે, સ્વિટ્‌ઝર્લેન્ડમાં ચાલી રહેલી વાતચીતમાં ઘણી સારી પ્રગતિ થઈ છે.

ટ્રેઝરી વિભાગે ઈરાન જનરલ લાયસન્સ ઠ જાહેર કર્યું છે. આ અંતર્ગત ૨૧ ઓગસ્ટ સુધી ઈરાનમાંથી નીકળતા ક્રૂડ ઓઈલ, પેટ્રોકેમિકલ પેદાશો અને અન્ય પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદન, ડિલિવરી અને વેચાણની મંજૂરી આપવામાં આવી છે. લાયસન્સ અનુસાર, ઈરાની મૂળના ક્રૂડ ઓઈલ, પેટ્રોકેમિકલ પેદાશો અને પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદન, વેચાણ, ડિલિવરી અથવા ઉતારવા સાથે જોડાયેલા એ તમામ જરૂરી વ્યવહારો, જે પહેલા પ્રતિબંધોના દાયરામાં આવતા હતા, તે હવે ૨૧ ઓગસ્ટ સુધી માન્ય રહેશે.

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ ૮૫ ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. ઈરાનને ઓઈલ વેચાણમાં મળેલી છૂટ ભારત માટે પણ મહત્વપૂર્ણ છે. અમેરિકા-ઈરાન વિવાદના કારણે દુનિયાભરમાં ઓઈલનો પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેની અસર ભારત પર પણ પડી હતી. હવે અમેરિકા દ્વારા તેહરાનને આપવામાં આવેલી ૬૦ દિવસની છૂટથી ભારતને પણ મોટો ફાયદો થવાની આશા છે.
અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા તે પહેલા સુધી ભારત ઈરાનનું મોટું ઓઈલ ખરીદદાર હતું. વર્ષ ૨૦૧૯માં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા હતા, ત્યારબાદ ભારતે તેહરાન પાસેથી ઓઈલની ખરીદી ઓછી કરી દીધી હતી. યુક્રેન યુદ્ધ બાદ ભારત રશિયન ક્રૂડ ઓઈલનું મોટું ખરીદદાર બનીને ઉભરી આવ્યું છે.

Related posts

અમેરિકામાં ભીષણ વિન્ટર સ્ટોર્મમાં ૧૨ના મોતઃ ૨૦ કરોડથી વધુ લોકોને અસર

Master Admin

અમેરિકા, ઈઝરાયેલ અને યુરોપના દેશોના ઓઈલ ટેન્કર નહીં પસાર થવા દઈએઃ ઈરાન

Master Admin

ઇન્ડોનેશિયામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

Master Admin

Leave a Comment

Translate »