Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
EducationGujarat

ચોથા રાઉન્ડ બાદ પણ ૫૦૦૦થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો

RTEની પ્રક્રિયા પૂર્ણ

વાલીઓએ ચોઈસ જ ન આપતા મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૪ જૂન ૨૦૨૬ — RTE હેઠળ ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયામાં આજે ચોથા રાઉન્ડમાં પ્રવેશની ઓનલાઈન ફાળવણી કરી દેવાઈ છે. જેમાં નવા ૯૭૮ બાળકોને પ્રવેશ ફાળવાયો છે અને ચોથા રાઉન્ડની આ પ્રવેશ ફાળવણી બાદ પણ હજુ ૫૦૯૭ બેઠકો ખાલી રહી છે. વાલીઓએ ચોઈસ જ ન આપતા મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી છે.

RTEમાં આમ તો દર વર્ષે બેઠકો કરતા ત્રણથી ચાર ગણા વાલીઓની અરજી હોય છે પરંતુ અનેક સ્કૂલોની અનેક બેઠકોમાં વાલીઓ ચોઈસ જ આપતા નથી, જેને લીધે ચાર-ચાર રાઉન્ડ બાદ પણ બેઠકો ખાલી રહેતી હોય છે. આ વર્ષે ૯૭૦૦થી વધુ ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા મુજબ ૮૩ હજારથી વધુ બેઠકો હતી અને જેની સામે દોઢ લાખથી વધુ વાલીઓની અરજીઓ માન્ય થઈ હતી. ત્રણ રાઉન્ડ બાદ ૬૦૭૫ ખાલી બેઠકો ઉપલબ્ધ હતી, જેના માટે ચોથો રાઉન્ડ કરાયો હતો. અને જેમાં ૭૩૦૯૩ વાલીએ પુનઃ પસંદગી આપી હતી. જ્યારે ૨૭૨૩૯ વાલીએ અગાઉની ચોઈસ યથાવત રાખી હતી. ચોથા રાઉન્ડમાં નવા ૯૭૮ બાળકોને પ્રવેશ ફાળવાયો છે. જ્યારે ૫૦૯૭ બેઠકો હજુ પણ ખાલી રહી છે. હવે પ્રવેશ મેળવનારા બાળકોના વાલીઓએ સ્કૂલે જઈને રૂબરુ પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. ચોથા રાઉન્ડ બાદ હવે ખાલી રહેનારી બેઠકો ખાલી જ રહેશે. નવો રાઉન્ડ કરવામાં નહીં આવશે.

Related posts

૧૪૦૦ કિલો પનીર બનાવવા ઔદ્યોગિક એસિડનો ઉપયોગ થયો હોવાનો રિપોર્ટ

Master Admin

સુરત માટે ગૌરવની ક્ષણઃ હજીરામાં ઉત્પાદિત એએમ/એનએસ ઇન્ડિયાનું સ્ટીલ ભારતના નવા નૌસેના યુદ્ધજહાજ આઇએનએસ માલવનનું સંચાલન કરી રહ્યું છે

Master Admin

આવકના પ્રમાણપત્ર માટે નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં

Master Admin

Leave a Comment

Translate »