Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujaratnational

સર્જક કન્ટેનર લાઈન્સે પશ્ચિમ ભારતમાં તેની કામગીરી મજબૂત કરવા માટે અમદાવાદમાં નવી ઓફિસ શરૂ કરી

  • અમદાવાદ ઓફિસ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ માટે પ્રાદેશિક આધાર તરીકે કામ કરશે

અમદાવાદ, ગુજરાત | ૧૫મી ઓક્ટોબર ૨૦૨૬ | સક્ષમ ગ્રૂપ ઓફ કંપનીઝનો એક ભાગ સર્જક કન્ટેનર લાઈન્સ (SCL) એ ગુજરાતમાં તેની ઉપસ્થિતીનો વિસ્તાર કરતા અમદાવાદમાં નવી ઓફિસ શરૂ કરી છે, જે ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશને આવરી લેતા SCL ના પશ્ચિમ ક્ષેત્રનું નેતૃત્વ કરશે.

અમદાવાદ ઓફિસ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ માટે SCL ના પ્રાદેશિક આધાર તરીકે કામ કરશે, જે પશ્ચિમ અને મધ્ય ભારતના ગ્રાહકોને ટેકો આપવાની કંપનીની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. SCL ના અમદાવાદ વિસ્તરણથી તેની પ્રોજેક્ટ લોજિસ્ટિક્સની કુશળતા તે ઔદ્યોગિક ક્લસ્ટરોની વધુ નજીક આવી ગઈ છે જ્યાં આવા કાર્ગોની ડિઝાઇન અને ઉત્પાદન થાય છે.

ભારતીય ઉત્પાદકો અને નિકાસકારો માટે, આનો અર્થ એ થયો કે સમાન લોજિસ્ટિક્સ પાર્ટનર ગુજરાતમાં સ્થિત ફેક્ટરીથી લઈને વિદેશમાં તેના પસંદગીના સ્થાન સુધી કાર્ગોને સપોર્ટ કરી શકે છે, તેમજ ભારતમાં આવી રહેલા ઇક્વિપમેન્ટ અને પ્રોજેક્ટ કાર્ગોને પણ સમર્થન આપી શકે છે.

આ વિસ્તરણ એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત ભારતના મુખ્ય ઉત્પાદન, એન્જિનિયરિંગ, ઓટોમોટિવ, કેમિકલ્સ, એનર્જી અને નિકાસ હબમાંના એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે. અમદાવાદ ઓફિસ SCL ને પશ્ચિમ ભારતના ઉત્પાદકો, નિકાસકારો, EPC કંપનીઓ અને પ્રોજેક્ટ કાર્ગો ગ્રાહકો સાથે વધુ નજીકથી કામ કરવામાં સક્ષમ બનાવશે, જે ભારતની અંદર અને વૈશ્વિક બજારોમાં તેમની લોજિસ્ટિક્સ જરૂરિયાતોને સમર્થન આપશે.

ગુજરાતનું ઔદ્યોગિક અર્થતંત્ર મુંદ્રા, કાંડલા, હજીરા અને પીપાવાવ સહિત ભારતના કેટલાક સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વારો સાથે ગાઢ રીતે જોડાયેલું છે. જેમ જેમ ઉત્પાદકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ ઉત્પાદન, નિકાસ અને મોટા પાયે પ્રોજેક્ટ્સનું પ્રમાણ વધારી રહી છે, તેમ તેમ લોજિસ્ટિક્સની જરૂરિયાતો વધુ ને વધુ જટિલ બની રહી છે, ખાસ કરીને ભારે, ઓવરસીઝ્ડ અને સમય સંવેદનશીલ કાર્ગો માટે.

અમદાવાદના ઉમેરા સાથે, SCL હવે મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, ચેન્નઈ અને કોલકાતામાં તેની પોતાની ઓફિસો દ્વારા ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં સેવા આપે છે.

કંપનીની આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિમાં શાંઘાઈ, સિંગાપોર, દુબઈ, હામ્બર્ગ અને હ્યુસ્ટનમાં તેની પોતાની બ્રાન્ચનો સમાવેશ થાય છે, જે ભારતીય વ્યવસાયોને ફાર ઈસ્ટ, સાઉથ ઇસ્ટ એશિયા, મધ્ય પૂર્વ, યુરોપ અને અમેરિકાના મુખ્ય બજારો સાથે જોડે છે.

SCL નું નેટવર્ક 84 દેશો અને 275 પોર્ટ શહેરોમાં ફેલાયેલું છે, જે ગ્રાહકોને વૈશ્વિક સપ્લાય ચેઇનના મહત્વપૂર્ણ બિંદુઓ પરની ટીમો સુધી પહોંચ પ્રદાન કરે છે.

ભારતના મોટાભાગના હેવી અને પ્રોજેક્ટ કાર્ગો (સામાન) એવા ઔદ્યોગિક ક્લસ્ટરોમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવે છે જે તે પોર્ટથી સેંકડો કિલોમીટર દૂર હોઈ શકે છે જ્યાંથી તેને આખરે મોકલવામાં આવશે.

ગુજરાત એન્જિનિયરિંગ, કેમિકલ્સ, ઓટોમોટિવ, ઊર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોના મોટા ઉત્પાદન અને ઔદ્યોગિક ક્લસ્ટરોનું ઘર છે. આ રાજ્યમાં રિન્યુએબલ એનર્જી અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા પાયે રોકાણો પણ થઈ રહ્યા છે.

ઉદાહરણ તરીકે, કચ્છમાં આવેલો 30 ગીગાવોટનો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક, ટર્બાઇનના કમ્પોનન્ટ અને ટ્રાન્સફોર્મર્સ સહિતના સાધનો અને કમ્પોનન્ટના વિશાળ જથ્થાને દૂરના પ્રોજેક્ટ સ્થળો સુધી પહોંચાડવાની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે.

આવા કાર્ગો સામાનનું સંચાલન કરતી કંપનીઓ માટે, પ્રોજેક્ટની શરૂઆતમાં જ લેવાયેલા લોજિસ્ટિક્સના નિર્ણયો ખર્ચ, ટાઇમલાઇન્સ અને કામગીરી પર મોટી અસર કરી શકે છે.

SCL ની અમદાવાદ કચેરીનો હેતુ આ ગ્રાહકોની નજીક વિશેષજ્ઞ પ્રોજેક્ટ લોજિસ્ટિક્સ કુશળતા લાવવાનો અને પ્રોજેક્ટ આયોજન પ્રક્રિયામાં વહેલા જોડાણ સક્ષમ કરવાનો છે.

આશ્વિન શેઠ, સક્ષમ ગ્રુપના ફાઉન્ડર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન વિશે જણાવ્યું, “કોઈપણ શિપમેન્ટ સામાન્ય રીતે તે પોર્ટ સુધી પહોંચે તે પહેલાં જ જીતી કે હારી જવાય છે. જહાજ આવે તે ઘણું વહેલા રૂટ, સાધનો, લિફ્ટિંગ પ્લાન, પરમિટ અને આંતરિક હિલચાલ – આ બધું જ યોગ્ય રીતે ગોઠવાઈ જવું જોઈએ. એટલા માટે જ ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં તેમજ શંઘાઈ, સિંગાપોર, દુબઈ, હામ્બર્ગ અને હ્યુસ્ટનમાં અમારી પોતાની ઓફિસો છે. જ્યારે અમારા ગ્રાહકો પ્રવાસના બંને છેડે તેમના પ્રોજેક્ટ્સની ડિઝાઇન તૈયાર કરી રહ્યા હોય, ત્યારે અમે તે રૂમમાં હાજર રહેવા માંગીએ છીએ.”

ગુજરાતના વધતા વેપારી મહત્વની પ્રશંસા કરતા આશિષ શેઠે ઉમેર્યું, “ગુજરાત એ ભારતના ઉત્પાદન અને ઔદ્યોગિક ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. એન્જિનિયરિંગ અને ઓટોમોટિવથી લઈને કેમિકલ્સ, એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, રાજ્ય એવો કાર્ગો તૈયાર કરી રહ્યું છે જેને ભારતભરમાં અને આખી દુનિયામાં ખસેડવાની જરૂરિયાત સતત વધી રહી છે.”

“અમારું અમદાવાદ રેસિડેન્સ/ઓફિસ અમને આ ગ્રાહકોની વધુ નજીક રહેવા અને પ્રોજેક્ટના જીવનચક્રમાં તેમને વહેલા સપોર્ટ આપવામાં સક્ષમ બનાવે છે,” શેઠે ઉમેર્યું.

“ભારત હવે માત્ર માલની નિકાસ કરતા દેશમાંથી એક એવા દેશ તરફ આગળ વધી રહ્યો છે જે સંપૂર્ણ ક્ષમતાઓનું નિર્માણ અને શિપિંગ કરે છે: ટર્બાઈન, ટ્રાન્સફોર્મર, પ્રોસેસ પ્લાન્ટ્સ અને રેલ સિસ્ટમ્સ. આના માટે એક અલગ પ્રકારના લોજિસ્ટિક્સ પાર્ટનરની જરૂર પડે છે, જેઓ નૂર (ફ્રેટ)ની સાથે-સાથે એન્જિનિયરિંગને પણ સમજતા હોય, જમીની સ્તરે ભારતને ઓળખતા હોય અને દુ્નિઆના મુખ્ય બજારોમાં પોતાની ઉપસ્થિતિ ધરાવતા હોય.”

“ભારતના ઉત્પાદકો અને EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) નેતાઓને મારો સંદેશ સરળ છે: લોજિસ્ટિક્સને પ્રોજેક્ટના અંતે માત્ર ખર્ચના ખાના તરીકે નહીં, પરંતુ તમારી સ્પર્ધાત્મક રણનીતિના એક ભાગ રૂપે જુઓ. તમારા લોજિસ્ટિક્સ પાર્ટનરને વહેલા સામેલ કરો. સામાન્ય રૂટ પર સવાલ ઉઠાવો, કારણ કે સાઇટ પર પહોંચવાનો સૌથી ઝડપી રસ્તો હંમેશાં સડક માર્ગ નથી હોતો; કેટલીકવાર તે આપણા પોતાના દરિયાકિનારેથી પણ પસાર થાય છે,” શેઠે નિષ્કર્ષ કાઢ્યો હતો.

SCL ગ્રાહકો માટે શું લાવે છે

અમદાવાદથી અને ભારતમાં તેમજ વિદેશમાં પોતાની ઓફિસો દ્વારા, SCL ઉત્પાદકો, નિકાસકારો, આયાતકારો, પ્રોજેક્ટ માલિકો અને EPC કોન્ટ્રાક્ટરો સાથે કામ કરે છે.

  • ODC/OOG, બ્રેકબલ્ક અને હેવી-લિફ્ટ કાર્ગો માટે પ્રોજેક્ટ લોજિસ્ટિક્સ
  • ઓશન ટ્રાન્સપોર્ટેશન અને સ્પેશિયલ-ઇક્વિપમેન્ટ NVOCC કામગીરી
  • ફ્રેટ ફોરવર્ડિંગ અને કસ્ટમ ક્લિયરન્સ
  • ઓરિજિનથી ડેસ્ટિનેશન (શરૂઆતથી અંતિમ સ્થળ) સુધી રેલ અને ઇનલેન્ડ ટ્રાન્સપોર્ટેશન

આ ક્ષમતાઓ સક્ષમ ગ્રુપના પોતાના હેવી-લિફ્ટ કાફલા દ્વારા સમર્થિત છે, જે જહાજની માલિકીને પ્રોજેક્ટ લોજિસ્ટિક્સ ક્ષમતાઓ સાથે જોડે છે.

તેના વધતા જતા ભારતીય ફૂટપ્રિન્ટ અને વૈશ્વિક નેટવર્ક સાથે, SCL નો ઉદ્દેશ્ય ગ્રાહકોને માત્ર શિપમેન્ટના સમયે જ નહીં, પરંતુ પ્રોજેક્ટ અને તેની લોજિસ્ટિક્સ જરૂરિયાતોનું આયોજન કરવામાં આવી રહ્યું હોય તે તબક્કાથી જ ટેકો આપવાનો છે.

== સમાપ્ત ==

Related posts

ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કરાયા

Master Admin

નવરાત્રીની ખરીદીમાં ભારતનો ઉત્સાહ: દાંડિયાના ઓર્ડર બમણા થયા, પૂજાની સામગ્રીની માંગમાં આશરે 70%નો વધારો

Master Admin

સુરેન્દ્રનગર, તમારી ઉબર બાઇક આવી ગઈ છે.

Master Admin

Leave a Comment

Translate »