Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

SheRise 2026: CII IWN ગુજરાત દ્વારા મહિલા નેતૃત્વ અને સર્વગ્રાહી વિકાસ પર વિશેષ કાર્યક્રમ

પેનલ ડિસ્કશનમાં મહિલાઓની મહત્વકાંક્ષાઓને સાહસિકતા અને નવીનતામાં ફેરવવા માટે પ્રોત્સાહિત કરાઈ

ગુજરાત, અમદાવાદ | ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ — કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) – ઈન્ડિયન વિમેન નેટવર્ક (IWN) ગુજરાત દ્વારા 20 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદના i-Hub ખાતે `SheRise 2026′ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નીતિ નિર્ધારકો, ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકો મહિલા નેતૃત્વ અને સર્વસમાવેશક આર્થિક સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે એકત્ર થયા હતા.`Stories of Courage, Choice & Change'(સાહસ, પસંદગી અને પરિવર્તનની વાર્તાઓ) ની થીમ હેઠળ આયોજિત આ કોન્ફરન્સે મહિલાઓ માટે નેતૃત્વના માર્ગો બનાવવા, કાર્યસ્થળની બદલાતી ગતિશીલતા, અને ટકાઉ વિકાસ માટે સહયોગી ઇકોસિસ્ટમની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આ પ્રસંગે વાત કરતા CII IWN ગુજરાતના ચેરપર્સન યોગિતા બી. આહુજાએ કહ્યું કે, `SheRise’ નો ઉદ્દેશ્ય માત્ર સન્માન આપવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેની માપી શકાય તેવી અસર ઊભી કરવાનો છે. તેમણે મહિલાઓને મહત્વાકાંક્ષાને સાહસિકતામાં બદલવા અને નવીનતા લાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર મૈત્રીદેવી સિસોદિયાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી તેમણે સંસ્કૃત શ્લોક `યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃદ્વારામહિલા સશક્તિકરણના સામાજિક અને સાંસ્કૃતિક પાયા પર ભાર મૂક્યો હતો. તેમણે સરકારી યોજનાઓ અને ગરિમાપૂર્ણ સમાન તકોના મહત્વ વિશે વાત કરી હતી. આ ઉપરાંત ICECDના સ્થાપક તેમજ CEOડૉ. હિના શાહેતેમના મુખ્ય વક્તવ્યમાં તેમણે સામાજિક અવરોધોને પાર કરવાની પોતાની સફર વર્ણવી હતી અને શિક્ષણ, સ્થિતિસ્થાપકતા અને આત્મવિશ્વાસને લાંબા ગાળાની સફળતા માટે અનિવાર્ય ગણાવ્યા હતા.હિરણ્મય મહંતા (CEO, i-Hub) આ કાર્યક્રમના સહ-યજમાન તરીકે તેઓ ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન બે મહત્વપૂર્ણ પેનલ ચર્ચાઓ યોજાઈ-

આ કાર્યક્રમ દરમિયાન યોજયેલ પ્રથમ પેનલ ડિક્સનમાં મોનિકા યાદવ, હરિપ્રિયા ભગત અને તન્વી રંગવાલા જેવા અગ્રણીઓએ મહિલા વ્યાવસાયિકો અને સ્થાપકો દ્વારા સામનો કરવામાં આવતા વાસ્તવિક પડકારો, નેતૃત્વનો વિકાસ અને સામાજિક અપેક્ષાઓ વચ્ચે સંતુલન જાળવવા વિશે ચર્ચા કરી હતી. આ સત્રનું સંચાલન વિશાલ તિવારીએ કર્યું હતું.

દ્વિતીય પેનલ ડિસ્કશનમાં પુનમ જી. કૌશિક, અનુરીતા રાઠોડ જાડેજા અને રાધિકા ભંડારીએ નેતૃત્વ, સાહસ અને સ્થિતિસ્થાપકતાની વાર્તાઓ શેર કરી હતી. આ સત્રનું સંચાલન કૃષ્ણકાંત કુમાવતે કર્યું હતું. આ કોન્ફરન્સ વ્યૂહાત્મક નેટવર્કિંગ સાથે સંપન્ન થઈ હતી, જે ભારતની વિકાસ ગાથામાં મહિલાઓની ભાગીદારી વધારવા માટેની CII IWN ગુજરાતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

Related posts

Dettol Welcomes Legendary ‘Captain Cool’ MS Dhoni as Brand Ambassador

Reporter1

એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ અમદાવાદના ઉજ્જવલ ભવિષ્યની પહેલ

Reporter1

CavinKare-MMA Invites Nominations for the 14th Edition of the ChinniKrishnan Innovation Awards 2025

Reporter1

Leave a Comment

Translate »