Nirmal Metro Gujarati News
article

પેટ અને આંતરડાનાં રોગો

ડો. શ્રીરામ વૈદ્ય   Mob: 9825009241   

Email: sgvaid19@outlook.com

રોગના પ્રમાણ અનુસાર આ ઉપચાર કરતા રહેવાથી કદાચ એમાંથી છુટકારો મળી શકે. વાતવ્યાધી મટાડવા માટે કોઈ પણ પ્રકારના લોટમાંથી બનાવેલી આહારની ચીજો છોડી દેવી. વાયુ કરનાર પદાર્થો અને ઠંડી ચીજો લેવી નહીં. રોટલા, રોટલી, પુરી જેવી કોઈ પણ ચીજ લેવી નહીં. જ્યાં સુધી રોગમાંથીમુક્તી ન મળે ત્યાં સુધી માત્ર દાળ, ભાત, ખીચડી, શાક ખાવાં, અને દવા લેવી.જે કફ ઘટ્ટ થઈ નાક, ગળા, આંતરડાં અને સાંધાઓમાંચોંટે છે તેને આમ કહે છે. વાના રોગમાં વાયુવીકાર ઉપરાંત વત્તા કે ઓછા પ્રમાણમાં આ કફ કે આમ પણ હોય છે જ. જ્યારે આમનું પ્રમાણ વધી જાય, શરીરના કોષેકોષમાં ફેલાઈ જાય અને દરેક કોષને બગાડી મુકે ત્યારે આ વ્યાધીને ‘આમવાત‘ કહે છે. વાતવ્યાધીમાં આમ સાથે હોવાથી એ જલદી મટતો નથી હોતો. આથી આ પ્રકારનો કોઈ પણ વ્યાધીમહાવ્યાધી ગણાયછે. આહારમાંતુવેરની દાળ, મગની દાળ, મગ, મગનું પાણી, ખીચડી અને પસંદ કરેલાં શાક જ લેવાં.

શાકમાં સૌથી પ્રથમ પસંદગી વેંગણ, પછી સરગવો, મુળા, મોગરી, સુવાની ભાજી, પાલખ (સ્પીનીચ), મેથીવાળું શાક, મેથીની ભાજી. વળી દુધી, પરવળ, તુરીયાં, ગલકાં પણ થોડા પ્રમાણમાં ચાલે. આમાં પણ જે શાક તમારી પ્રકૃતીનેવાયુકારકજણાતાં હોય તે ન લેવાં. બીજાં બધાં શાક બંધ કરવાં. કંદમાં લસણ અને સુરણનીછુટ છે. ખાઈ શકાય એ રીતે લસણ ખાાવું. જેમ કે તેલમાં બ્રાઉન થાય તેટલું ગરમ કરીને જમતી વખતે લસણ લઈ શકાય. વાનારોગોનો લસણ શત્રુ છે. આમ છતાં જેમને લસણથીગરમીની તકલીફ થતી હોય તેમણે એનું પ્રમાણ ઘટાડવું કે પોતાને માફક આવે તેટલું જ લેવું. જેમ બને તેમ તેલનો ઉપયોગ કરવો. તેલ ગરમ કરી તેમાં લસણનીસાતઆઠ કળી ફોલીને નાખવી. જેમને લસણ વધુ ગરમ પડતું હોય તેમણે આ તેલનો ઉપયોગ કરવો. આ તેલ ખચડીમાં ખાઈ શકાય. તેલ બને ત્યાં સુધી તલનું કે સરસીયું વાપરવું. બીજી મહત્ત્વની બાબતોમાં દુધ બને તેટલું ઓછું લેવું, ખટાશ અને તળેલી ચીજો બંધ કરવી. વાસી ખોરાક ન ખાવો. મહારાસ્નાદી ક્વાથ સવારે ઉકાળીગાળીને તેમાં ૫ ગ્રામ સંુઠ નાખી ૧થી ૨ તોલાદીવેલ ઉમેરી પી જવું. સાંજે ફરીથી સવારના કુચામાં પાણી નાખી ઉાકાળી માત્ર સુંઠ નાખીને પીવું, સાંજે દીવેલ ન લેવું.

અલ્સર (ulcer), પેટની અંદરના ભાગમાં પડતાં કોઈ પણ પ્રકારનાં ચાંદાં (અલ્સર)માં ફ્લાવર એક અકસીર ઔષધનાં કામ કરે છે. તાજા ફ્લાવર નો રસ સવારે ખાલી પેટ એકાદ કપ દરરોજ નીયમીતપીવાથી અલ્સર સમળુગાં મટી જાય છે.  .  કાચા, પાકાં, આથેલાં બોર કે બોરનું અથાણું ખાવાથી કે બોરનું  શરબત પીવાથી, કોઈપણ સ્વરૂપે બોરનું સેવન કરવાથી અલ્સર મટે છે.  સુકીમેથીનો ઉકાળો-કાઢો દરરોજ એક એક કપ દીવસમાં ચાર-પાંચ વાર પીતારહેવાથી અલ્સર પેટમાં પડેલાંચાંદાંમટે છે. વિટામીન સી અલ્સર થતુ તથા તેને વધતું અટકાવે છે.  આથી સવાર ના ભોજન પહેલા એક ગ્લાસ મોસંબી, નાસપતી, સંતરા અથવા જમરુખનો રસ પીવાથી પેટ નું અલ્સર થતા નથી. આમળાં ઉપરાંત મોસંબી, નાસપતી, સંતરા, પેર અને જમરુખવિટામીન ‘સી’ ના  ખુબ સારા સ્રોત છે. આ રસનું પાચન થયા બાદ ભોજન કરવું જોઈએ.

આમવાતમટે છે. આમવાતમાં સાંધlમાં સોજો આવે છે, ગુંમડું પાકતું હોય તેવી વેદના થાય છે, આજે એક સાંધામાં તો કાલે બીજામાં, કોઈને એકમાં તો કોઈને સવસાંધામાં દુખાવો થાય છે.  લસણની ૫ ગ્રામ કળીઓ ઘીમાં તળીને રોજ ભોજન પહેલાં ખાવાથી આમવાતમટે છે.  ૧૦૦ ગ્રામ ખજુરપલાળી રાખી, મસળી, ગાળીનેપીવાથીઆમવાત પર ફાયદો થાય છે. આદુનો ૧૦ ગ્રામ રસ અને લીંબુના ૧૦ ગ્રામ રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથીઆમવાતમટે છે.  એક સારી સોપારી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, જુની આમલીનો જાડો કલ્ક કરી તેમાં વાટેલી સોપારી મેળવી ગોળી કરી ગળી જવાથી અને ઉપરા- ઉપરી થોડું ગરમ પાણી પીવાથી રેચ લાગી આમવાતમટે છે. મોટા કાચાપપૈયા પર ઉભાચીરા કરી, તેમાંથી ટપકતું દુધચીનાઈમાટીની રકાબી કે પ્યાલામાઝીલીલેવાનુ તેને તરત જ તડકામાં સકુવી સફેદ ચણુ વ બનાવી સારા બુચ વાળી કાચની શીશીમાં ભરી લેવું આ ચણુવનાસેવનથીઆમવાત અને આંતરડાનાં રોગો મટે છે. એનાથી અપચો અને અમ્લપિત્ત પણ મટે છે.  ધાણા, સુંઠ અને એરંડાનામુળ સરખા વજને લઈ અધકચરાં ખાંડી બાટલી ભરી લેવી. બે ગ્લાસ પાણીમાં એક ચમચી ભુકો નાખી બરાબર ઉકાળવું જ્યારે એક કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી, ઠંડુ પાડી, ગાળીને પી જવુ આ ઉકાળો સવાર-સાંજ એકાદ મહીનો પીવો જોઈએ. અથવા ધાણા, સૂંઠ અને એરાંડમળુ નું સરખા ભાગે બનાવેલું એક ચમચી વસ્ત્રગાળ બારીક ચણુ વ એક ગ્લાસ પાણીમાં સાંજે ઢાંકી રાખી સવારે ગાળીનેપીવુ અને સવારે ઢાંકી રાખી સાંજે પીવાથી ઉગ્ર આમવાત થોડા જ દીવસોમાંમટે છે. આ સાથે વાયુ વધારનારઆહારવીહારનો ત્યાગ કરવો.  રોજ સવારે ૧૦૦ ગ્રામ પાણીમા ૨ ગ્રામ  સઠુનુચણુ વ નાખી ધીમા તાપે ઉકાળી એક મોટો ચમચો દીવેલ નાખી હલાવીનેનરણાકોઠે પી જવાથી આમવાતમાં ફાયદો થાય છે. ) નગોડનાંપાનને વરાળ થી બાફી તેનો રસ કાઢી દીવેલ સાથે લેવાથીઆમવાતમટે છે.  સીંહનાદગુગળ, હરડે, બહેડાં અને આમળાં દરેક ૧૨૦ ગ્રામનેઅધકચરાં ખાંડી દોઢ લીટર પાણીમાં ઉકાળો કરી ગાળી તેમાં ૪૦ ગ્રામ ગંધક અને ૧૬૦ ગ્રામ દીવેલ (એરડીયુ) ઉમેરી ગરમ કરી પાક બનાવવો. ગોળી બની શકે તેવો પાક થાય એટલે ચણા ના દાણા જેવડી ગોળીઓ વાળવી. એને સીંહનાદગુગળ કહે છે. બે-બે ગોળી સવાર-સાંજ લેવાથીઆમવાતસહીત બધા જ વાયુનાં રોગો, ઉદરરોગોવિગેરેમટે છે. ધીરજ રાખી લાંબા સમય સુધી આ પ્રયોગ કરવો.

આમદોષ માટે સૂંઠ મહાઔષધગણાયું છે. માત્ર સૂંઠનું ચૂર્ણ અનુકૂળ માત્રામાં સવાર સાંજ ફાકવાથી અને જે સંધિ આમવાત થી ગ્રસિત હોય ત્યાં આ પાવડરઘસવાથી લાભ થાય છે. આ સૂંઠનોપાવડરઘસવાથી તરત પીડાનું શમન થાય છે. પિત્ત પ્રકૃતિવાળાએ, લોહીના ઊંચા દબાણવાળાએ,  ચામડીનારોગવાળી વ્યક્તિએ આ પ્રયોગ ન કરવો. અશ્વગંધા ૧/૪ ગ્રામ, ચોપચીની ૧/૪ ગ્રામ સુંઠીપુંઠપાક ૧/૪ ગ્રામ, પુનરનવા ગૂગળ ૩ ગોળી, કરસકર ૬૦ મી.ગ્રામ મેળવી ૩ પડીકા કરવા. અનુપાન ગરમ પાણી, આમવાતના જુના તમામ રોગીઓમાં આ મિશ્રણ વાપરું છું. દીનદયાલ ચૂર્ણ ૫ ગ્રામ સૂતી વખતે ગરમ પાણી સાથે લેવાથીવાયુનું નિવારણ થઇ પેટ સાફ આવે છે એમનું પાચન થયા છે.

યોગ્ય આહાર-વિહાર અને ઔષધોનો ઉપયોગ આમવાતનાંદર્દીને આ રોગની પીડામાંથી મુક્તિ અપાવે છે. તેમાં શંકાને સ્થાન નથી. પથ્ય: મગ, ચોખા, બાજરીનુંજાવરૂ, લસણ, આદુ, સૂંઠ, મરી, કોથમીર મેળવી સવાર સાંજ લેવું, મીઠું બંધ કરવું. મગ અને મગનું પાણી, મગ, ભાત, કળથીનો ભાત અને મગ અથવા મગની દાળ, બાજરીનો રોટલો, જવ, કોદરી જુના ચોખાનો ભાત, શાકમાં કરેલા, મેથીની ભાજી, રીંગણ, સરગવો, વગેરે લેવાં. અપથ્ય: ગરિષ્ઠ ચીજો, દહીં, મીઠાઈ, ગળ્યાપદાર્થો, વિરુદ્ધ આહાર, રાત્રિનો ઉજાગરો, ઠંડાપીણાઓ, ઠંડા પાણીનું સ્નાન.

Related posts

After the Khalasi Phenomenon, Aditya Gadhvi Brings Meetha Khaara to Coke Studio Bharat This Festive Season” Meetha Khaara, a Soulful Tribute to Gujarat’s Agariya Community

Reporter1

જેને ઢેફું,લોઢું અને સોનુ સમાન દેખાય એ યોગી છે. અગુણ હોવું એ મોટામાં મોટો સદગુણ છે. ગુણાતિત અવસ્થાનો પણ એક રસ હોય છે. રામકથા સાધુનો સ્વયંવર છે. ઇન્દ્રિયાતિત થઈને સકળ રસ ભોગવે એ યોગી

Reporter1

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. – શ્રી મોરારિબાપુ

Reporter1
Translate »