Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

સર્બિયાની ચૂંટણીમાં વિદ્યાર્થીઓની જીત, પુતિનના સમર્થક વુચિચે હાર સ્વીકારી

વિદ્યાર્થી આંદોલનને ચૂંટણીમાં મોટી સફળતા

ભ્રષ્ટાચાર અને લોકશાહી પરના સવાલો વચ્ચે વિદ્યાર્થીઓએ મેળવી બહુમતી, વુચિચના ૧૪ વર્ષના શાસનનો અંત આવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
બેલગ્રાડે, તા.૨૬ ઓક્ટોબર ૨૦૨૬ — સર્બિયામાં લાંબા સમય સુધી પ્રભાવશાળી નેતા તરીકે સત્તા ભોગવનાર એલેક્ઝાન્ડર વુચિચે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. તેમની સરકાર છેલ્લા બે વર્ષથી વિરોધ પ્રદર્શનોનો સામનો કરી રહી હતી. આ ચૂંટણીમાં એક તરફ વુચિચ અને તેમનો જમણેરી પક્ષ હતો, તો બીજી તરફ વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળનું આંદોલન હતું. બાલ્કન ક્ષેત્રના આ દેશમાં આ ઘટનાને સૌથી મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે. વુચિચે લગભગ સંપૂર્ણ સત્તા સાથે ૧૪ વર્ષ સુધી સર્બિયા પર શાસન કર્યું હતું અને તેમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સમર્થન પણ પ્રાપ્ત હતું. તેમણે સર્બિયામાં વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના આંદોલનને એક ‘વિદેશી ષડયંત્ર’ ગણાવીને ફગાવી દીધું હતું, જેનો ઉદ્દેશ્ય તેમને સત્તા પરથી હટાવવાનો હતો.વિદ્યાર્થી આંદોલન વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં મતદારોની ભારે હાજરી જોવા મળી હતી, જ્યારે દેશમાં તણાવનું વાતાવરણ પણ ચરમસીમાએ હતું. આ મુકાબલો વુચિચના જમણેરી પક્ષ ‘સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટી’અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે હતો. વિદ્યાર્થીઓએ સરકાર પર ભ્રષ્ટાચાર આચરવાનો અને લોકશાહીને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સર્બિયામાં વિદ્યાર્થીઓને વ્યાપક સમર્થન મળ્યું હતું.

Related posts

અમેરિકામાં અંધાધૂંધ ફાયરિંગમાં હુમલાખોર સહિત ત્રણના મોત

Master Admin

નાસાના રોવરે મંગળ પર અબજો વર્ષ પહેલા દટાયેલી નદી શોધી

Master Admin

એલિયન્સ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ ચોંકાવનારો ખુલાસો કરશે !

Master Admin

Leave a Comment

Translate »