Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

જમ્મુ રેલવે સ્ટેશન સામે આગનો કહેર, ૩૫ દુકાનો બળીને ખાખ

શિવ માર્કેટમાં ભીષણ આગથી ભારે નુકસાન

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા, વેપારીઓને કરોડોનું નુકસાન થયાનો અંદાજ, તંત્રએ કામગીરી શરૂ કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ, તા.૨૬ ઓક્ટોબર ૨૦૨૬ — જમ્મુ રેલવે સ્ટેશન નજીક આવેલા પ્રખ્યાત શિવ માર્કેટમાં રવિવારે મોડી રાત્રે અચાનક ભયાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. જોતજોતામાં આગની જ્વાળાઓએ સમગ્ર બજારને પોતાની લપેટમાં લઈ લીધું હતું. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ ઝડપથી ફેલાઈ ગઈ અને ૩૫થી ૪૦ દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગના કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. બનાવની ગંભીરતાને જોતાં સ્થાનિક ભાજપ વિધાયક વિક્રમ રંધાવા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શિવ માર્કેટ એ જમ્મુ રેલવે સ્ટેશન નજીકનો એક અતિ મહત્વપૂર્ણ અને વ્યસ્ત વેપારી વિસ્તાર છે. આ માર્કેટમાં મુખ્યત્વે ડ્રાયફ્રૂટ્‌સ, ગરમ ધાબળા, ખાણી-પીણીના સ્ટોલ અને વિવિધ હોટેલ-ઢાબા આવેલા છે. સૂત્રોના જાણવ્યાં પ્રમાણે, કોઈ એક દુકાનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડના વાહનો પહોંચે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસની દુકાનોમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી.વિધાયક વિક્રમ રંધાવાના પ્રાથમિક અંદાજ પ્રમાણે, આ આગમાં લગભગ ૩૫થી ૪૦ જેટલી દુકાનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. જોકે, નુકસાનનો સાચો આંકડો અને આર્થિક ઈમ્પેક્ટ આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ કપરા સમયમાં સ્થાનિક વેપારીઓ પણ તંત્રને પૂર્ણ સહયોગ આપી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ડેપ્યુટી કમિશનર, સાઉથ એસપી, ડીએસપી અને એસએચઓ સહિત સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની આખી ટીમ ઘટનાસ્થળે હાજર છે. આ ઉપરાંત, સિવિલ સોસાયટીના સભ્યો પણ મદદ માટે આગળ આવ્યા છે.

Related posts

ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો

Master Admin

ટાટા મોટર્સ દ્વારા ઓક્ટોબર 2026થી કમર્શિયલ વાહનો માટે કિંમત વધારો જાહેર

Master Admin

રાખી હેરકેર એડિટ: તમારા પ્રિય ભાઈ-બહેન માટે 4 ભેટો

Master Admin

Leave a Comment

Translate »