Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ફિનલેન્ડમાં ખૂલશે વિશ્વનું પ્રથમ પરમાણુ કચરા ભંડાર

રેડિયેશનનું કોઈ જોખમ રહેશે નહિં

ભૂગર્ભમાં તાંબાના બોક્સ અને ખાસ માટીથી સીલ કરાશે કચરો, રેડિયેશન ફેલાતું અટકાવવાનો હેતુ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૬ ઓક્ટોબર ૨૦૨૬ — ફિનલેન્ડ વાપરેલા પરમાણુ બળતણ એટલે કે ન્યુક્લિયર વેસ્ટને જમીન નીચે કાયમી ધોરણે સુરક્ષિત રીતે સંગ્રહિત કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે. વિવિધ મહત્વપૂર્ણ સુરક્ષા પરીક્ષણો અને સકારાત્મક અહેવાલ બાદ ફિનલેન્ડ સરકારે તાજેતરમાં ઓનકાલો સેન્ટરને સંચાલિત કરવાનું લાયસન્સ આપી દીધું છે.હાલમાં વિશ્વના કોઈ પણ દેશ પાસે પરમાણુ કચરાના સંગ્રહ માટે આવી કોઈ કાયમી વ્યવસ્થા નથી અને તમામ દેશો અસ્થાયી ભંડારણ કેન્દ્રો પર નિર્ભર છે. આ ભૂગર્ભીય સંરચનાનું નિર્માણ કાર્ય ૨૨ વર્ષ પહેલાં શરૃ કરવામાં આવ્યું હતું. ઓનકાલો સેન્ટર ફિનલેન્ડના ૫ પરમાણુ રિએક્ટરમાંથી નીકળતા કચરાને સંગ્રહિત કરવાની ક્ષમતા ધરાવે છે, અને તેની કુલ ક્ષમતા ૬૫૦૦ ટન યુરેનિયમ સંગ્રહવાની છે.આ સેન્ટરમાં પરમાણુ કચરાને સંગ્રહિત કરવા માટે અત્યાધુનિક અને સુરક્ષિત તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. સૌથી પહેલા કચરાને કાટ ન લાગે તેવા ખાસ તાંબાના બોક્સમાં પેક કરવામાં આવશે, ત્યારબાદ તેને ખડકોની નીચે ઊંડા ખાડામાં રાખીને ખાસ પ્રકારની માટી અને કોંક્રિટથી સીલ કરી દેવાશે જેથી રેડિયેશન બહાર ન ફેલાય.કંપનીના જણાવ્યા મુજબ, ૧૦૦,૦૦૦ વર્ષો બાદ આ કચરામાંથી નીકળતું રેડિયેશન ઘટીને કુદરતી યુરેનિયમના સ્તર જેટલું થઈ જશે, જેનાથી રેડિયેશનનો ભય દૂર થશે અને તેનો પુનઃ પરમાણુ બળતણ તરીકે ઉપયોગ કરી શકાશે.બીજી તરફ, ભારત પરમાણુ કચરાના વ્યવસ્થાપન માટે પોતાની ‘ક્લોઝડ ફ્યુઅલ સાયકલ’ નીતિ પર કામ કરે છે. ભારતમાં હાલ ૨૪ પરમાણુ રિએક્ટર કેન્દ્રો કાર્યરત છે અને એક પણ મુખ્ય રિએક્ટર બંધ થયું નથી. ભારત વાપરેલા બળતણને ફેંકી દેવાને બદલે તેને રીપ્રોસેસ કરીને ફરીથી ઊર્જા બનાવવા માટે ઉપયોગમાં લે છે, જેથી રેડિયોએક્ટિવ કચરાનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે. જે બાદ બાકી બચેલા કચરાને ઊંડા સ્થળોએ સીલ કરી દેવામાં આવે છે.પરમાણુ પ્લાન્ટ્‌સને હટાવવા અને કચરાનો નિકાલ કરવો અત્યંત ખર્ચાળ અને જોખમી પ્રક્રિયા છે, જેમાં પારદર્શિતા અને દેખરેખનો અભાવ ૧૯૮૬ ની ચર્નોબિલ પરમાણુ દુર્ઘટના જેવી મોટી પર્યાવરણીય આપત્તિઓ સર્જી શકે છે. નોંધનીય છે કે, વિશ્વભરમાં અત્યાર સુધી અમેરિકામાં ૪૦ થી વધુ, બ્રિટનમાં ૩૬, જાપાનમાં ૨૪, ળાન્સમાં ૧૫ અને રશિયામાં ૧૧ પરમાણુ રિએક્ટર બંધ થઈ ચૂક્યા છે.

Related posts

હવે સાઉદીએ અમેરિકા સાથે મળીને ઈરાકમાં બોમ્બમારો કર્યો

Master Admin

કેનેડામાં નોકરી મળવી હવે પહાડ ચઢવા જેવું અઘરું!

Master Admin

ભારતને ‘નર્ક’ ગણાવી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ગયા, બાદમાં મહાન દેશ કહી પ્રશંસા કરી

Master Admin

Leave a Comment

Translate »