Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

T20 વર્લ્ડકપના બોયકોટ ડ્રામામાં ફસાયું પાકિસ્તાન

આઈસલેન્ડ બાદ યુગાન્ડાએ કર્યું ટ્રોલિંગ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હાંસિયામાં ધકેલાઈ રહ્યું હોય તેમ લાગે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ, તા.૩૦ જાન્યુઆરી ૨૦૨૬: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હાંસિયામાં ધકેલાઈ રહ્યું હોય તેમ લાગે છે.T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના બહિષ્કારના નાટકો વચ્ચે હવે યુગાન્ડા અને આઇસલેન્ડ જેવા નાના ક્રિકેટિંગ દેશોએ પણ પાકિસ્તાનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

યુગાન્ડા ક્રિકેટના સત્તાવાર એક્સ (ઠ) એકાઉન્ટ પરથી ૨૯ જાન્યુઆરીએ પાકિસ્તાન પર નિશાન સાધતી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, “જો T20 વર્લ્ડ કપમાં કોઈ જગ્યા ખાલી થતી હોય (પાકિસ્તાનના હટવાથી), તો યુગાન્ડા પૂરી રીતે તૈયાર છે. પેકિંગ અને પાસપોર્ટ બધું જ રેડી છે. અમને ગરમી, દબાણ કે શોરબકોરથી ડર નથી લાગતો, અમે બોલ્ડ કિટ લઈને તૈયાર છીએ”. આ પોસ્ટે પીસીબીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધું છે.

યુગાન્ડા પહેલા આઇસલેન્ડ ક્રિકેટે પણ પાકિસ્તાનની મજાક ઉડાવી હતી. આઇસલેન્ડે ૨૮ જાન્યુઆરીએ પોસ્ટમાં કહ્યું હતું કે જો પાકિસ્તાન હટશે તો તેઓ રમવા તૈયાર છે. જોકે, ૨૯ જાન્યુઆરીએ બીજી પોસ્ટમાં તેમણે કટાક્ષ કર્યો કે, “અમે પ્રોફેશનલ ટીમ નથી, અમારા ખેલાડીઓ બેકર અને બેંકર છે, તેઓ અચાનક નોકરી છોડીને આટલી ગરમીમાં રમવા ન આવી શકે. કદાચ યુગાન્ડાને મોકો મળે, તેમની જર્સી એટલી ચમકીલી છે કે કેટલાક માટે જોવું મુશ્કેલ થઈ શકે છે”.

સમગ્ર વિવાદ બાંગ્લાદેશના હટવાથી શરૂ થયો છે. બાંગ્લાદેશે સુરક્ષાના કારણોસર ભારતની બહાર મેચો યોજવાની માંગ કરી હતી, જે આઈસીસીએ ફગાવી દીધી. પાકિસ્તાને આ મુદ્દે બાંગ્લાદેશનું સમર્થન કરીને બહિષ્કારની ધમકી આપી હતી. પરંતુ હવે જે રીતે નાના દેશો પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યા છે, તે જોતા પાકિસ્તાનનું વલણ નરમ પડ્યું છે.

લગાતાર ટ્રોલિંગ અને આર્થિક નુકસાનના ડર વચ્ચે સંકેત મળી રહ્યા છે કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભાગ લેશે. અહેવાલો મુજબ, પીસીબીએ ૨ ફેબ્રુઆરીએ સવારે ટીમ કોલંબો જવા રવાના થાય તેવી તમામ તૈયારીઓ કરી લીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ પણ શ્રીલંકામાં જ યોજાવાની છે.

Related posts

Thums Up’s Olympics Campaign Demonstrates the Power of a ‘thumbs up’ Gesture

Reporter1

અફઘાનિસ્તાનને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં સૌથી મોટી જીતનો બનાવ્યો રેકોર્ડ

Master Admin

નિર્માણ હાઇસ્કૂલ વસ્ત્રાપુર ખાતે ટી૨૦ વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફીનું ભવ્ય આગમન

Master Admin

Leave a Comment

Translate »