Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

તડકો દ્વારા અમદાવાદમાં ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન – ભારતીય હસ્તકલા અને વારસાની ઉજવણી

અમદાવાદ, ગુજરાત | ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૬ “ટતડકો – ધ એસેન્શિયલ”, ગર્વથી મેડ ઇન ભારતબ્રાન્ડ, ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલા પ્રત્યેના પોતાના સમર્પણને આગળ વધારતા અમદાવાદમાં ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પહેલ દ્વારા બ્રાન્ડે ભારતની સમૃદ્ધ ટેક્સટાઇલ પરંપરાનું સંરક્ષણ અને પેઢી દર પેઢી ચાલતી આવી રહેલી કારીગરોની કળાને યોગ્ય માન-મર્યાદા અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

તડકોના સ્થાપક કેતન પટેલે વર્ષોથી ભારતીય હસ્તકલા કારીગરો અને પરંપરાગત કાપડ સર્જકોને સતત પ્રોત્સાહન આપ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ટેક્સટાઇલને પ્રીમિયમ કિંમતે માન્યતા મળે છે, જ્યારે ભારતમાં ધીમે ધીમે લોકો પશ્ચિમી ફેશન તરફ વળી રહ્યા છે અને પોતાની પરંપરાગત વસ્ત્ર સંસ્કૃતિને અવગણતા જઈ રહ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો આજે પરંપરાગત કાપડ અને હસ્તનિર્મિત વસ્ત્રોને યોગ્ય મહત્વ નહીં અપાય, તો આગામી 20-25 વર્ષમાં ભારત પોતાની હસ્તકલા અને કારીગરોને ગુમાવી શકે છે.

સસ્ટેનેબિલિટી પર ભાર મૂકતા શ્રી પટેલે જણાવ્યું કે પરંપરાગત ભારતીય વસ્ત્રો પર્યાવરણને અનુકૂળ છે અને ફાસ્ટ ફેશનની તુલનાએ ઓછું નુકસાન પહોંચાડે છે. આધુનિક ટેકનોલોજી અને પ્રગતિ સ્વીકારતા હોવા છતાં સંસ્કૃતિની મૂળભૂત ઓળખ જાળવી રાખવી અને પર્યાવરણપ્રેમી ફેશનને પ્રોત્સાહન આપવું એટલું જ જરૂરી છે. કારીગરો દ્વારા કરવામાં આવતી લાંબી અને જટિલ પ્રક્રિયાને યોગ્ય માન્યતા, ન્યાયસંગત કિંમત અને વિશાળ બજાર મળવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ ભારતની સૌથી લાંબી કુર્તીનું અનાવરણ હતું, જે અંદાજે 200 મીટર કપડાથી તૈયાર કરવામાં આવી હતી. આ અનોખી રચના કારીગરી, મહેનત અને કલાત્મકતાનું પ્રતિક છે તેમજ તડકો દ્વારા પોતાના જ અગાઉના રેકોર્ડને તોડવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ બન્યો. આ સ્થાપનામાં ભારતીય હસ્તકલા પરંપરાની શક્તિ અને કલાત્મક ઉત્તમતા ઝળકે છે.

ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનો હેતુ પરંપરાગત ટેક્સટાઇલનું સંરક્ષણ, યુવા પેઢીને ભારતીય કાપડ વિશે શિક્ષિત કરવો અને કારીગરોને તાલીમ તથા સહાય પૂરી પાડવાનો છે. સાથે સાથે કારીગરોને મોટા બજારો સાથે જોડીને વધુ ઓર્ડર અને ઉત્તમ રોજગાર તકો ઊભી કરવા પર પણ સંસ્થા કાર્ય કરશે.

આ પહેલ દ્વારા તડકો પોતાની વારસાની ઉજવણી, કારીગરોના સશક્તિકરણ અને ભારતની પરંપરાગત હસ્તકલાઓને આવનારી પેઢીઓ સુધી જીવંત રાખવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.

≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡

Related posts

એમેઝોન ઇન્ડિયાનો ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 લઈને આવ્યો છે કરિયાણા, બેબી કેર, પૅટ્સ માટેના પુરવઠા, દૈનિક સ્ટેપલ્સ અને અન્ય રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પર શ્રેષ્ઠ ડીલ્સ

Master Admin

ભારત બનશે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા, ચીન-અમેરિકા છોડશે પાછળ

Master Admin

Marico Innovation Foundation Honours Seven Game-Changing Innovators at the Tenth Edition of Indian Innovation Icons 2025 

Reporter1

Leave a Comment

Translate »