Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Automobilebusiness

ટાટા મોટર્સે ઓલ ન્યૂ એસ ગોલ્ડ+ XL લોન્ચ કરી; ‘ઇક્કિસ સાલ બેમિસાલ’ ઝુંબેશ સાથે 21 વર્ષની પ્રગતિની પુષ્ટિ કરી

આઇકોન 21 વર્ષની થઈ

મુંબઈ | ૦૫ મે ૨૦૨૬ | આઇકોનિક ટાટા એસના 21 વર્ષની ઉજવણી કરતાં, ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક, ટાટા મોટર્સે આજે ઓલ ન્યૂ ટાટા એસ ગોલ્ડ+ XL લોન્ચ કરીને લાઈસ્ટ માઈલ ગતિશીલતામાં મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું. હાઈ પેલોડ અને લાંબા બોડી એપ્લિકેશનો માટે વિચારપૂર્વક વિકસિત, નવું વેરિયન્ટ લાસ્ટ માઇલ લોજિસ્ટિક્સની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એસ પોર્ટફોલિયોને વિસ્તૃત કરે છે. એસ ગોલ્ડ+ XL એક નેમપ્લેટના વારસાને આગળ ધપાવે છે જેણે ભારતમાં નાના કાર્ગોની અવરજવરને ફરીથી આકાર આપ્યો છે અને વધતા અને વૈવિધ્યસભર ઉદ્યોગ સાહસિક આધારની આકાંક્ષાઓને ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે.

આ સીમાચિહ્નને ચિહ્નિત કરવા માટે, ટાટા મોટર્સે ‘ઇક્કિસ સાલ બેમિસાલ’ઝુંબેશ પણ શરૂ કરી છે. આ એક એવી રાષ્ટ્રવ્યાપી પહેલ છે જે ઉદ્યોગ સાહસિકોની ઉજવણી કરે છે, જેમણે તેમના વ્યવસાયોના કેન્દ્રમાં ‘છોટા હાથી’સાથે પોતાનો જીવનનિર્વાહ કર્યો છે. આ ઝુંબેશ ગ્રાહક કેન્દ્રિત પહેલોને એકસાથે લાવે છે, જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે Rs. 21,000 સુધીના વધારાના લાભોનો સમાવેશ થાય છે, જે ટાટા મોટર્સની સમાવેશી વિકાસ પ્રત્યેની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

નવા મોડેલને લોન્ચ કરતાં, ટાટા મોટર્સ લિમિટેડના એસસીવીપીયુના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી પિનાકી હલદારે જણાવ્યું હતું કે, “નવી એસ ગોલ્ડ+ XL ના લોન્ચ સાથે, ટાટા મોટર્સ ભારતના સૌથી પરિવર્તનશીલ કમર્શિયલ વાહનના આગામી પ્રકરણને આગળ ધપાવે છે, જે આધુનિક ઇન્ટ્રાસિટી અને લાસ્ટ માઇલ લોજિસ્ટિક્સની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિકસિત થવાનું ચાલુ રાખે છે. હાઈ લોડ એપ્લિકેશન્સમાં એસની સુસંગતતાને વિસ્તૃત કરીને, એસ ગોલ્ડ+ XL આજના ઉદ્યોગ સાહસિકો માટે વધુ કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને માલિકીનો ગર્વ પહોંચાડવા માટે રચાઈ છે.

2005માં લોન્ચ થયેલી ટાટા એસે ભારતનાં ચાર પૈડાંવાળાં નાનાં કમર્શિયલ વાહનોની શ્રેણીમાં પહેલ કરી, અને મોટા પાયે ઉદ્યોગ સાહસિકતાને સક્ષમ કરીને લાસ્ટ માઇલ લોજિસ્ટિક્સને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. એસની સ્થાયી સુસંગતતા ઉદ્યોગના પ્રથમ સીમાચિહનમાં પ્રતિબિંબિત થાય છે: 21 વર્ષથી, દર 4.25 મિનિટે એક એસ વેચવામાં આવી છે, જે દેશભરના 26 લાખથી વધુ માલિકોનો વિશ્વાસ, આદર અને વફાદારી માણે છે.”

એસ ગોલ્જ+ XL: વધુ લોડ. વધુ કમાણી. વધુ મૂલ્ય.
એસ ગોલ્ડ+ XLને માલિકની નફાકારકતામાં પ્રક્યક્ષ સુધારો કરવા માટે તૈયાર કરવામાં આવી છે. 8 ફૂટ લાંબી લોડ બોડી અને 1 ટન પેલોડ ક્ષમતા સાથે, તે પ્રતિ ટ્રિપ વધુ કાર્ગો વોલ્યુમ સક્ષમ બનાવે છે, જે ડિલિવરી ચક્રમાં વધુ સારા ઉપયોગ અને મજબૂત કમાણીની સંભાવનામાં પરિણમે છે.

અદ્યતન લીન NOx ટ્રેપ (LNT) ટેકનોલોજી દ્વારા સંચાલિત, એસ ગોલ્ડ+ XL ડીઝલ એક્ઝોસ્ટ ફ્લુઇડ (DEF)ની જરૂરિયાતને દૂર કરે છે, જે ઓપરેટિંગ જટિલતા અને જાળવણી પ્રયાસ બંને ઘટાડે છે. પરિણામ એ છે કે માલિકીનો કુલ ખર્ચ ઓછો થાય છે, અપટાઈમમાં સુધારો થાય છે અને માનસિક શાંતિ વધે છે, જે ઉદ્યોગ સાહસિકો માટે મુખ્ય વિચારણાઓ છે, જેઓ દરરોજ તેમનાં વાહન પર આધાર રાખે છે. એસ ગોલ્ડ+ XL 700cc ટર્બોતચાર્જડ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 22 PS પાવર અને 55 Nm ટોર્ક પ્રદાન કરે છે, જે લાસ્ટ માઇલ કામગીરીમાં સતત, વિશ્વસનીય કામગીરી માટે ઘડવામાં આવી છે.

આ સુધારાઓ એસ ગોલ્ડ+ XL ને હાલના એસ માલિકો માટે એક આકર્ષક અપગ્રેડ અને ભારતની ઝડપથી વિકસતી લાસ્ટ માઇલ ઇકોસિસ્ટમમાં જોડાનારા નવા ઉદ્યોગ સાહસિકો માટે એક મજબૂત પ્રવેશ બિંદુ બનાવે છે.

મજબૂત SCV ઇકોસિસ્ટમ દ્વારા સમર્થિત
ટાટા એસ ગોલ્ડ+ XLને ટાટા મોટર્સના વ્યાપક નાની કમર્શિયલ વાહન ઇકોસિસ્ટમ દ્વારા સમર્થન આપવામાં આવે છે. કંપનીનો પોર્ટફોલિયો – એસ પ્રો, એસ, ઈન્ટ્રા અને યોદ્ધા – 750 કિલોગ્રામથી 2 ટન સુધીની પેલોડ જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને ડીઝલ, પેટ્રોલ, સીએનજી, હાય-ફ્યુઅલ અને ઇલેક્ટ્રિક પાવરટ્રેનમાં ઉપલબ્ધ છે.

આ Sampoorna Seva 2.0, ટાટા મોટર્સના એન્ડ-ટુ-એન્ડ લાઇફસાઇકલ સપોર્ટ પ્રોગ્રામ, 2,500+ સર્વિસ અને સ્પેર આઉટલેટ્સના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક અને પ્રશિક્ષિત ટેકનિશિયનોના સ્ટાર ગુરુ ઇકોસિસ્ટમ દ્વારા પૂરક છે, જે ખાતરી કરે છે કે ગ્રાહકોને માલિકીના દરેક તબક્કે ટેકો મળે છે.

સંપૂર્ણપણે નવી એસ ગોલ્ડ+ XL સાથે, ટાટા મોટર્સ ભારતના ઉદ્યોગ સાહસિક વિકાસને શક્તિ આપવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. એક વારસાને આગળ ધપાવતાં જેણે એક સમયે એક પ્રવાસ સાથે આજીવિકાને આકાર આપ્યો છે, લોજિસ્ટિક્સને મજબૂત બનાવી છે અને પ્રગતિ પ્રદાન કરી છે.

Related posts

Carzbazzar ભારતના સૌથી વિશ્વસનીય યુઝ્ડ કાર પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું, દેશવ્યાપી વિસ્તરણની મહાત્વાકાંક્ષી યોજના જાહેર કરી

Master Admin

Samsung’s New Bespoke AI Laundry With AI Home Enables Smarter, More Efficient Laundry Care

Reporter1

મૂથૂટ માઇક્રોફિન લિમિટેડ એ આજે નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના તેના ઓડિટ ન થયેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી

Master Admin

1 comment

Alana4550 May 6, 2026 at 1:43 pm Reply

Leave a Comment

Translate »