Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Automobilebusiness

તામિલનાડુમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સની નવી મેન્યુફેકચરિંગ ફેસિલિટીએ સ્થાનિક મેન્યુફેકચરિંગની સાથે પ્રથમ વાહન તરીકે JLRની રેન્જ રોવર ઇવોકની કામગીરી શરૂ કરી

પનપક્કમ | રાનીપેટ | તમિલનાડુ | ૯ ફેબ્રુઆરી ૨૦૨૬ — ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ લિમિટેડ (TMPV) જે ભારતમાં કાર્સ અને એસયુવીની અગ્રણી મેન્યુફેકચરર છે અને તેની સબ્સિડિયરી જગુઆર લેન્ડ રોવર ઓટોમોટિવ પીએલસી (JLR) એ આજે તામિલનાડુના રાનીપેટ જિલ્લાના પનપક્કમ ખાતે પોતાની નવી મેન્યુફેકચરિંગ ફેસિલિટીમાં કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે. વર્તમાન સુવિધા TMPV અને JLR બંને બ્રાન્ડ્સ માટે આગામી પેઢીના વાહન ઉત્પાદન કરવા માટે ગ્રીનફિલ્ડ પ્લાન્ટના વિકાસના પ્રથમ તબક્કાને પ્રતિબિંબિત કરે છે. પ્લાન્ટમાંથી બહાર નીકળનાર પ્રથમ વાહન JLR નું સ્થાનિક રીતે ઉત્પાદિત રેન્જ રોવર ઇવોક છે, જે તેની મોર્ડન લક્ઝરી અને શ્રેષ્ઠ કારીગરી માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત મોડેલ છે.

આ સુવિધાનું ઔપચારિક ઉદ્ઘાટન તમિલનાડુના માનનીય મુખ્યમંત્રી થિરુ એમ.કે. સ્ટાલિન અને ટાટા સન્સ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના ચેરમેન શ્રી એન.ચંદ્રશેખરન દ્વારા મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ બ્યુરોક્રટસ, સરકારી અધિકારીઓ અને TMPV, JLR અને ટાટા ગ્રુપના વરિષ્ઠ લીડર્સની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ – JLR સુવિધાનું ઉદ્ઘાટન કરતાં તમિલનાડુના માનનીય મુખ્યમંત્રી થિરુ એમ.કે. સ્ટાલિન એ જણાવ્યું હતું કે, “ટાટા ગ્રુપ લાંબા સમયથી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને તમિલનાડુ સાથે ઊંડી, ઐતિહાસિક ભાગીદારી ધરાવે છે. આ નવી ઉત્પાદન સુવિધામાં કામગીરી શરૂ થવાથી અને પાનપક્કમ, રાનીપેટમાં પ્રથમ રેન્જ રોવર ઇવોકના રોલઆઉટ સાથે રાજ્યને વિશ્વ-સ્તરીય ઓટોમોટિવ મેન્યુફેકચરિંગના વિસ્તરણનું સાક્ષી બનવાનો ગર્વ અનુભવું છે. તમિલનાડુ આ મહત્વપૂર્ણ સીમાચિહ્નનું સ્વાગત કરે છે અને રોજગારીનું સર્જન કરતા ઇનોવેશનને આગળ ધપાવતા અને મેન્યુફેકચરિંગ અને મોબિલિટી માટે ભારતના અગ્રણી હબ તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવતા ઉદ્યોગોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે.”

આ પ્રસંગે ટાટા સન્સ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરન એ કહ્યું હતું કે, “અમારા પાનપક્કમ પ્લાન્ટનું ઉદ્ઘાટન ટાટા ગ્રુપના ટકાઉ અને ભવિષ્ય માટે તૈયાર ઉત્પાદનમાં ભારતની આગેવાનીને વેગ આપવાની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અમને તમિલનાડુ સાથે અમારી લાંબા સમયથી ચાલતી ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો પણ ગર્વ છે, જે એક રાજ્ય છે જે ઔદ્યોગિક શ્રેષ્ઠતા, ઇનોવેશન અને બધાને સાથે લઇને ચાલનાર વિકાસને આગળ ધપાવવાનું છે. આ સુવિધા સાથે, અમે ભારત અને વિશ્વભરના ગ્રાહકો માટે શ્રેષ્ઠ ક્વાલિટી, કારીગરી અને ટેકનોલોજીવાળા વાહનોનું ઉત્પાદન કરવા આતુર છીએ.”

≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡

Related posts

Galaxy M16 5G and Galaxy M06 5G Go on Sale in India with Exciting Introductory Offers

Reporter1

Samsung to Launch New Foldables on July 9 in New York

Reporter1

એઆઇથી અમીર-ગરીબ વચ્ચેની ખાઇ વધશે, સરકારો એલર્ટ રહે : બિલ ગેટ્‌સ

Master Admin

Leave a Comment

Translate »