Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Automobilebusiness

ટાટા મોટર્સ ભારતના માસ મોબિલિટીના આગામી યુગને તાકાત આપે છેઃ ઘણા બધા રાજ્ય પરિવહન ઉપક્રમોમાંથી 5000થી વધુ બસોના ભારતવ્યાપી ઓર્ડરો જીત્યા

મુંબઈ | ૧૩મી માર્ચ ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સને દેશભરમાંથી ઘણા બધા રાજ્ય પરિવહન ઉપક્રમો (એસટીયુ) પાસેથી 5000થી વધુ બસ અને બસ ચેસિસના એકત્રિત ઓર્ડરો મળ્યા છે. કંપનીએ આ રાષ્ટ્રવ્યાપી ઓર્ડર્સમાંથી નોંધપાત્ર હિસ્સો પ્રાપ્ત કર્યો છે, જે માસ- મોબિલિટી સમાધાનમાં ભારતની સૌથી અગ્રતાની ભાગીદાર તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. સંબંધિત એસયુટી સાથે કરાર તરીકે તબક્કાવાર નિર્ધારિત ડિપ્લોયમેન્ટ્સ સાથે સરકારની પ્રાપ્તિ પ્રણાલી હેઠળ સ્પર્ધાત્મક ઈ-બિડિંગ પ્રક્રિયા થકી દરેક ટેન્ડર અપાયા હતા.

દાયકાઓથી ટાટા મોટર્સ ભારતના જાહેર પરિવહન પ્રવાસનું હાર્દ છે, જે લોકોને જોડીને આજીવિકા સંભવ બનાવે છે અને પ્રાદેશિક મોબિલિટી મજબૂત બનાવે છે. આ નવા ઓર્ડરો એમએસઆરટીસી (મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા પરિવહન મહામંડળ), જીએસઆરટીસી (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન મહામંડળ), એનડબ્લ્યુકેઆરટીસી (નોર્થ વેસ્ટર્ન કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ટીજીએસઆરટીસી (તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન), બીએસઆરટીસી (બિહાર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન), આરએસઆરટીસી (રાજસ્થાન રાજ્ય માર્ગ પરિવહન મહામંડળ), કેએસઆરટીસી (કેરાલા રાડ્ય માર્ગ પરિવહન મહામંડળ), માર્ગ પરિવહન વિભાગ (હરિયાણા રોડવેઝ) અને સીટીયુ (ચંડીગઢ પરિવહન ઉપક્રમ) પાસેથી પ્રાપ્ત થયા છે, જે ભારતના માસ મોબિલિટી પરિવર્તનના આગામી અધ્યાયને શક્તિ આપવામાં કંપનીની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને શક્તિ આપે છે.

એકત્રિત ઓર્ડર જીતવા પર બોલતાં ટાટા મોટર્સ લિ.ના કમર્શિયલ પેસેન્જર વેહિકલ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ શ્રી આનંદ એસે જણાવ્યું હતું કે, “ઘણા બધા રાજ્ય પરિવહન ઉપક્રમો દ્વારા આ ઓર્ડર ટાટા મોટર્સના મોબિલિટી સમાધાનમાં મુકાતા ઊંડા વિશ્વાસને પ્રદર્શિત કરે છે. અમારી બસો વિવિધ માર્ગો પર અને ફરજ ચક્રોમાં આરામ, સુરક્ષા અને લાંબા ગાળાની વિશ્વસનીયતા પ્રદાન કરવા માટે તૈયાર કરાઈ છે. મજબૂત પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ગ્રાહક અપટાઈમ આસપાસ નિર્મિત લાઈફસાઈકલ સપોર્ટ ઈકોસિસ્ટમ સાથે અમે એસટીયુને રોજબરોજ લાખ્ખો પ્રવાસીઓને સેવા આપવા અભિમુખ બનાવવાનું ચાલુ રાખ્યું છે. આ એકત્રિત ઓર્ડરો દેશની અગ્રતાની મોબિલિટી પાર્ટનર તરીકે પોતાના સ્થાનને વધુ મજબૂત બનાવે છે અને આવતીકાલના ભારતના જાહેર પરિવહનને આકાર આપવા માટે અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે.”

એકત્રિત ઓર્ડરોમાં ટાટા મેગ્ના, ટાટા સિટીરાઈડ, ટાટા સ્ટારબસ, ટાટા સ્ટારબસ પ્રાઈમ, ટાટા LPO 1618, LPO 1622 અને LPO 1822 પ્રકારો સહિત ટાટા મોટર્સના પ્રવાસી મોબિલિટી સમાધાનની વ્યાપક શ્રેણીનો સમાવેશ થાય છે. આ બસો અને બસની ચેસિસ ઈન્ટરસિટી, લોંગ હોલ અએ ઈન્ટ્રાસિટી કામગીરીઓ માટે ઘડવામાં આવી છે. તે વિશ્વસનીય કામગીરી, પ્રવાસી આરામ અને વિવિધ ફરજ ચક્રોમાં કાર્યક્ષમ સંચાલન અર્થવ્યવસ્થા પ્રદાન કરવા માટે તૈયાર કરાયાં છે.

ટાટા મોટર્સ ભારતભરમાં રાજ્ય પરિવહન ઉપક્રમો, ખાનગી ફ્લીટ ઓપરેટરો અને સંસ્થાકીય ગ્રાહકો માટે દીર્ઘ સ્થાયી મોબિલિટી સમાધાન પ્રદાન રહી છે. ઘણા બધા પાવરટ્રેન્સમાં 9 સીટરથી 55 સીટરની શ્રેણીના તેના કમર્શિયલ પેસેન્જર વેહિકલ પોર્ટફોલિયો રાષ્ટ્રવ્યાપી માસ મોબિલિટી આવશ્યકતાઓને ટેકો આપે છે. આ વ્યાપક વાહન જીવનચક્ર વ્યવસ્થાપન કાર્યક્રમ સંપૂર્ણ સેવા 2.0 દ્વારા પૂરક હોઈ મેઈનટેનન્સ સપોર્ટ, ખાતરીદાયક ટર્નઅરાઉન્ડ સમય, અસલ સ્પેર પાર્ટસ ઉપલબ્ધતા અને બ્રેકડાઉન આસિસ્ટન્સને આવરી લે છે. 4500 સેલ્સ અને સર્વિસ સંપર્કસ્થળોના નેટવર્કના ટેકા સાથે ટાટા મોટર્સે શહેરી અએ ગ્રામીણ ભારતમાં સુરક્ષિત, કાર્યક્ષમ અને વિશ્વસનીય જાહેર પરિવહન અભિમુખ બનાવવાનું ચાલુ રાખ્યું છે.

Related posts

Toyota Kirloskar Motor announces Six airbag as a standard and a New Accessory package “Prestige edition” in Glanza

Reporter1

Samsung Galaxy Z Fold6, Z Flip6, Watch Ultra, Watch7 and Buds3 Go on Sale with Exciting Offers

Reporter1

સિગેટએ કન્ઝ્યુમર ડેટા એક્સપ્લોઝન માટે સ્ટોરેટ બિલ્ટ રજૂ કર્યું

Master Admin

Leave a Comment

Translate »