Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Awarenesssports

Sprint Era દ્વારા આયોજિત TCL ટૂર્નામેન્ટ સીઝન 17માં મહિલાઓએ ક્રિકેટ મેદાનમાં રચ્યો ઇતિહાસ

અમદાવાદ, ગુજરાત | ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — મહિલા સશક્તિકરણ અને રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે Sprint Era દ્વારા આયોજિત TCL ટૂર્નામેન્ટ સીઝન 17નું સફળ આયોજન તારીખ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડ, થલતેજ અમદાવાદમાં  કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલેલી આ નોન-પ્રોફેશનલ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ મહિલા ક્રિકેટરો માટે એક પ્રેરણારૂપ મંચ બની રહી.

આ ટૂર્નામેન્ટમાં કુલ 12 મહિલા ટીમોએ ભાગ લીધો હતો, જેને 12 ટીમ ઓનર્સ દ્વારા માર્ગદર્શન અને સહયોગ મળ્યો હતો. તમામ ટીમોએ રમતિયાળ ભાવના, શિસ્ત અને ઉત્સાહ સાથે મેદાનમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. ટૂર્નામેન્ટ દરમિયાન દર્શકોમાં પણ વિશેષ ઉત્સાહ અને રસ જોવા મળ્યો.

વિશેષ નોંધનીય બાબત એ રહી કે આ ટૂર્નામેન્ટમાં અમદાવાદના વિવિધ વિસ્તારો ઉપરાંત સુરતથી પણ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો, જે આ સ્પર્ધાની વધતી લોકપ્રિયતા અને વ્યાપકતા દર્શાવે છે. ભાગ લેનાર મહિલા ખેલાડીઓમાં ઉદ્યોગસાહસિકો, ગૃહિણીઓ, CEO તથા બિઝનેસ ઓનર્સનો સમાવેશ થયો હતો, જે સમાજમાં મહિલાઓની બહુમુખી ભૂમિકા અને આત્મવિશ્વાસનું પ્રતિબિંબ છે.

રમતગમતની દ્રષ્ટિએ ટૂર્નામેન્ટ ખૂબ જ રોમાંચક સાબિત થઈ. અનેક મુકાબલાઓ અંતિમ ઓવર સુધી પહોંચ્યા હતા. ફાઇનલ મેચમાં Shining Starz ટીમે શાનદાર પ્રદર્શન કરીને વિજય પ્રાપ્ત કરી વિજેતા ટીમનો ખિતાબ જીત્યો હતો, જ્યારે The Legend ટીમે પણ ઉત્તમ રમત સાથે રનર-અપ તરીકે પોતાની ઓળખ બનાવી.

Sprint Era Founder નિમીષા શાહ અને partner અનંગ મિસ્ત્રી દ્વારા દ્વારા આયોજિત TCL ટૂર્નામેન્ટ માત્ર ક્રિકેટ સ્પર્ધા પૂરતી સીમિત ન રહી, પરંતુ મહિલાઓને એક મજબૂત મંચ પૂરું પાડતી પહેલ બની. અહીં મહિલાઓએ રમત દ્વારા પોતાની ક્ષમતા, નેતૃત્વ, ટીમવર્ક અને આત્મવિશ્વાસનું ઉત્તમ પ્રદર્શન કર્યું.

આ ટૂર્નામેન્ટે સ્પષ્ટ રીતે સાબિત કર્યું કે મહિલાઓ માટે રમતગમત માત્ર શોખ નહીં, પરંતુ સશક્તિકરણનું મજબૂત માધ્યમ બની શકે છે. આયોજકો દ્વારા ભવિષ્યમાં પણ આવા વધુ મહિલા કેન્દ્રિત રમતોત્સવો આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ‎<This message was edited> મંજરીબેન પટેલ ને બેસ્ટ બેટિંગ અને હેતલ સંગાડા ને બેસ્ટ બોલિંગ માટેનો એવોર્ડ મળેલ છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

 

Related posts

માત્ર સંપત્તિ નહીં, પરંતુ સંસ્કાર સૌથી મોટો વારસો-આજે સંયુક્ત પરિવાર અને પરસ્પર ભાઈચારા જેવી ભારતીય સાંસ્કૃતિક પરંપરા જ સાચી શક્તિ છે :રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Master Admin

Indian Racing Festival Round 1 Roars to Life at MIC with Top Global and Local Drivers on the grid

Reporter1

વિરાટ કોહલીને લાગ્યો મોટો ઝટકો, છીનવાયો નંબર-૧નો તાજ

Master Admin

Leave a Comment

Translate »