Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

હોર્મુઝ માર્ગ બંધ થતાં જ LPG, પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે અસર

ભારત પર ફરી મંડરાયું મોટું સંકટ!

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર શરૂ થયેલા યુદ્ધના કારણે હોર્મુઝ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ જૂન ૨૦૨૬ — અમેરિકા અને ઈરાન વચ્ચે સ્થિતિ ફરી વણસી ગઈ છે. યુદ્ધવિરામ તૂટી ચૂક્યું છે અને મિસાઈલો પોતાના ટાર્ગેટને નિશાન બનાવી રહી છે. અમેરિકાની મિસાઈલો કેશ્મ દ્વીપ, બંદર અબ્બાસ, મીનાબ અને સીરિકના વિસ્તારોને નિશાન બનાવી રહી છે, તો બીજી તરફ ઈરાન કુવૈત-બહેરીનમાં અમેરિકાના ઠેકાણાઓને ટાર્ગેટ કરી રહ્યું છે. આ દરમિયાન ઈરાને ફરીથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. હોર્મુઝનું બંધ થવું ભારત માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

અમેરિકાના હુમલા બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. ઈરાનના આ નિર્ણયથી ઓઈલ ટેન્કરો અને વ્યાપારી જહાજોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. સાથે જ ઈરાને ધમકી આપી છે કે, આદેશનું ઉલ્લંઘન કરનારાઓને નિશાન બનાવવામાં આવશે. ઈરાનના આ નિર્ણય બાદ હવે આખી દુનિયાની નજર ફરી એકવાર હોર્મુઝ પર ટકેલી છે. હોર્મુઝ પાસે અમેરિકા અને ઈરાનની સૈન્ય કાર્યવાહી તેજ થઈ ગઈ છે. ઓઈલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે શિપિંગ પર મોટું જોખમ મંડરાવા લાગ્યું છે.

હોર્મુઝનું સંપૂર્ણપણે બંધ થવું અને ટેન્કરોને નિશાન બનાવવામાં આવવા તે ભારતની ચિંતા વધારી શકે છે. ઈરાનના આ નિર્ણય અને કોમર્શિયલ ટેન્કરો પર અમેરિકાની મિસાઈલના હુમલા ભારતમાં ઓઈલ અને LPG સંકટને વધારી શકે છે. હોર્મુઝના આ સંવેદનશીલ માર્ગથી ભારતની ૯૦ ટકાથી વધુ LPG આયાત થાય છે. ક્રૂડ ઓઈલનો મોટો જથ્થો આ જ માર્ગથી પાર કરીને ભારત પહોંચે છે.

મોટી માત્રામાં LNG પણ હોર્મુઝના માર્ગથી જ ભારત પહોંચે છે. હવે જ્યારે આ રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે ભારતના ગેસ અને ઓઈલના સપ્લાય પર તેની અસર જોવા મળી શકે છે. ભારત સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત, UAE અને કતાર જેવા અગ્રણી ન્ઁય્ સપ્લાયર દેશો પાસેથી ગેસ ખરીદીને આ જ માર્ગે ભારત લાવે છે. જો હોર્મુઝ લાંબા સમય સુધી બંધ રહેશે, તો ભારતની મુશ્કેલીઓ વધશે. સૌથી પહેલા LPG સપ્લાય પર દબાણ વધી શકે છે. ભારત પોતાની જરૂરિયાતનો ૬૦ ટકા LPG ઈમ્પોર્ટ કરે છે અને કુલ આયાતનો ૯૦ ટકા હિસ્સો હોર્મુઝના માર્ગથી પસાર થાય છે. એટલે કે ભારતના LPG આશરે ૫૪ ટકા હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. જો આ માર્ગ વહેલી તકે નહીં ખુલે તો ભારતમાં ફરી એકવાર LPG સંકટ જોવા મળી શકે છે.

યુદ્ધ શરૂ થયા પછી સુરક્ષા વચ્ચે બચતા-બચતા ૧૩થી વધુ ટેન્કરો હોર્મુઝ પાર કરીને ભારત પહોંચ્યા છે, પરંતુ હવે ઈરાને તેને સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. હોર્મુઝ પરની આ આરપારની જંગની અસર ભારતમાં સિલિન્ડરની કિંમત અને તેના સપ્લાય બન્ને પર જોવા મળી શકે છે. ઓઈલ અને ગેસની સાથે-સાથે ફર્ટિલાઈઝર (ખાતર)ના સપ્લાય પર પણ અસર પડી શકે છે. યુરિયા અને અન્ય ખાતરો માટે પણ ભારત મોટાભાગે ખાડી દેશો પર નિર્ભર છે. જો હોર્મુઝ નહીં ખુલે તો ખાતરના સંકટનો પણ સામનો કરવો પડી શકે છે.

Related posts

આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર

Master Admin

મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો

Master Admin

અસમમાં કુદરતનો પ્રકોપ : પૂરના કારણે મૃત્યુઆંક ૬૬ પહોંચ્યો

Master Admin

Leave a Comment

Translate »