Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujaratnational

ટોટલ સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસનો વડોદરામાં પ્રથમ સ્ટોર શરૂ; ગુજરાતમાં ત્રીજા સ્ટોરનું ઉદ્ઘાટન

વડોદરા, ગુજરાત | ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ | રમતગમત અને ફિટનેસ સંબંધિત ઉત્પાદનોના વેચાણ ક્ષેત્રે અગ્રણી કંપની એવી ‘ટોટલ સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ’ દ્વારા વડોદરામાં પોતાના પ્રથમ સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ કંપનીનો ત્રીજો સ્ટોર છે. આ અગાઉ કંપની સુરત અને અમદાવાદમાં પણ પોતાના સ્ટોર શરૂ કરી ચૂકી છે. વડોદરામાં નવા સ્ટોરની શરૂઆત કંપનીના દેશવ્યાપી વિસ્તરણની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલા 1,500 ચોરસ ફૂટ વિસ્તારમાં વિસ્તરેલા આ સ્ટોરમાં 100થી વધુ બ્રાન્ડનાં રમતગમતનાં સાધનો, ફિટનેસ ગિયર અને સક્રિય જીવનશૈલીને લગતી વિવિધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે. સ્ટોરમાં ખાસ કરીને ક્રિકેટ અને બેડમિન્ટનને લગતી રમતગમતની સામગ્રી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સ્ટોરના પ્રારંભથી શહેરના ખેલાડીઓ, ફિટનેસપ્રેમીઓ, કોચ તથા મનોરંજન માટે વિવિધ રમતોમાં ભાગ લેતા લોકોની જરૂરિયાતો સંતોષવામાં મદદ મળશે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી નયન મોંગિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કંપનીની ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, રમતગમત માત્ર આનંદ જ નથી આપતી, પરંતુ વ્યક્તિમાં શિસ્ત કેળવવાની સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સાથે તેમણે વધુમાં વધુ લોકોને રમતગમત સાથે જોડવા અને રમતો પ્રત્યે રસ કેળવવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ સ્ટોરમાં વિવિધ વયજૂથના લોકો તેમજ રમતગમતના જુદા જુદા સ્તરે સક્રિય વ્યક્તિઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પ્રથમ વખત કોઈ રમત શીખી રહેલા લોકો હોય, નિયમિત અભ્યાસ કરતા ખેલાડીઓ હોય કે પછી અનુભવી રમતવીરો હોય, તમામને તેમની જરૂરિયાત અનુસાર રમતગમતનાં સાધનો અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો આ સ્ટોરનો મુખ્ય ઉદ્દેશ છે.

નયન મોંગિયાએ જણાવ્યું હતું કે, “રમતગમત લોકોને એકસાથે લાવવાની સાથે મેદાનની બહાર પણ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જે છે. રમતગમત અને ફિટનેસને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો ખાસ કરીને બાળકોને રમવા, સક્રિય રહેવા અને જીવનમાં ઉપયોગી કૌશલ્યો વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ટોટલ જેવી બ્રાન્ડ્સ રમતગમત ક્ષેત્રના વિકાસમાં રોકાણ કરી રહી છે અને લોકોને તેમની રોજિંદી જીવનશૈલીમાં રમતગમતનો સમાવેશ કરવાની વધુ તકો પૂરી પાડી રહી છે, જે ખરેખર પ્રોત્સાહક બાબત છે.”

ટોટલ સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર નિતીન એલ. શાહે જણાવ્યું હતું કે, “અમારી સફરનો મુખ્ય ઉદ્દેશ હંમેશાં રમતગમત અને ફિટનેસને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો અને તેમને રમવા માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો છે. વડોદરામાં રમતગમત, ફિટનેસ અને સક્રિય જીવનશૈલી પ્રત્યે વધી રહેલો રસ સંગઠિત સ્પોર્ટ્સ રિટેલ ક્ષેત્ર માટે મોટી તક પૂરી પાડે છે. આ સ્ટોરમાં વિવિધ રમતોને લગતાં ઉત્પાદનો એક જ સ્થળે ઉપલબ્ધ થશે. સાથે જ, ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર યોગ્ય ઉત્પાદન પસંદ કરવામાં માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારો પ્રયાસ રમતગમતની શરૂઆત કરી રહેલા ખેલાડીઓથી લઈને નિયમિત પ્રેક્ટિસ કરતા ખેલાડીઓ, કોચ અને અનુભવી રમતવીરો સુધી સૌની જરૂરિયાતોને સંતોષવાનો છે. વ્યવસાયના વિસ્તરણની સાથે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, નિષ્ણાતોનું માર્ગદર્શન અને ગ્રાહકોને શ્રેષ્ઠ ખરીદીનો અનુભવ પૂરો પાડવા પર અમારું ધ્યાન સતત કેન્દ્રિત રહેશે.”

કંપનીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર જીતેન છેડાએ જણાવ્યું હતું કે, “વડોદરામાં સ્ટોરની શરૂઆત દેશભરમાં અમારી હાજરીને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. રમતગમત માટે યોગ્ય સાધનો અને વિશ્વસનીય માર્ગદર્શન ઉપલબ્ધ થાય તો દરેક સ્તરના ખેલાડીઓને તેનો લાભ મળી શકે છે. આ નવા સ્ટોરના માધ્યમથી અમે પ્રથમ વખત રમતગમતમાં પ્રવેશી રહેલા લોકો, નિયમિત અભ્યાસ કરતા ખેલાડીઓ, કોચ તેમજ ફિટનેસપ્રેમીઓ સહિત તમામ વર્ગના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા ઇચ્છીએ છીએ.”

ટોટલ સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસના ફ્રેન્ચાઇઝી પાર્ટનર કુલીન દેસાઈએ જણાવ્યું હતું કે, “ટોટલની વિરાસતનો ભાગ બનવું અને આ પ્રતિષ્ઠિત બ્રાન્ડને વડોદરા શહેરમાં લાવવું મારા માટે આનંદ અને ગૌરવની વાત છે. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી રમતગમત અને ફિટનેસને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે કાર્યરત બ્રાન્ડ સાથે જોડાવું એ એક મહત્ત્વપૂર્ણ તક છે. હું શહેરના રમતગમત સમુદાયને વધુ સારી સેવાઓ પૂરી પાડવા તેમજ ખાસ કરીને યુવાનોને રમતગમત અપનાવવા, સક્રિય રહેવા અને રમતગમત દ્વારા મળતા આનંદનો અનુભવ કરવા પ્રોત્સાહિત કરવાની દિશામાં કાર્ય કરવા ઉત્સુક છું.”

વર્ષ 2003માં મુંબઈના દાદર વિસ્તારમાં માત્ર 400 ચોરસ ફૂટના સ્ટોરથી શરૂ થયેલી ટોટલ સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ આજે દેશનાં છ રાજ્યોનાં 13 શહેરોમાં પોતાની હાજરી નોંધાવી ચૂકી છે. કંપનીના દેશભરમાં કુલ 21 સ્ટોર કાર્યરત છે અને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ ગ્રાહકો તેની સેવાઓનો લાભ લઈ ચૂક્યા છે.

કંપની રમતગમતનાં સાધનો અને ફિટનેસને લગતાં વિવિધ પ્રકારનાં ઉત્પાદનો ઉપલબ્ધ કરાવે છે. નવા ખેલાડીઓથી લઈને અનુભવી રમતવીરો સુધી સૌની જરૂરિયાતોને સંતોષવા પર કંપની વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. વડોદરામાં નવા સ્ટોરની શરૂઆતથી શહેરના રમતગમતપ્રેમીઓને વિવિધ રમતો માટે જરૂરી સાધનો અને ઉત્પાદનો હવે એક જ સ્થળે ઉપલબ્ધ થશે.

રમતગમતનાં ઉત્પાદનોના વેચાણ ઉપરાંત કંપની જિમની સ્થાપના, આઉટડોર ફિટનેસ ઝોનનું નિર્માણ, જરૂરિયાત મુજબનાં સ્પોર્ટ્સવેર તૈયાર કરવા તેમજ ઇન્ડોર અને આઉટડોર રમતગમતની સુવિધાઓ વિકસાવવા જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. આ સેવાઓમાં રમતનાં મેદાનો માટે વિશેષ પ્રકારનું ફ્લોરિંગ, વિવિધ રમતો માટેનાં કોર્ટ, સ્વિમિંગ પુલ તેમજ ઉદ્યાનો માટેનાં સાધનોનો સમાવેશ થાય છે.

કંપનીનો મુખ્ય ઉદ્દેશ રમતગમત અને ફિટનેસને લગતાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા તેમજ દરેક સ્તરે રમતગમતમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.

== સમાપ્ત ==

Related posts

Turkish Airlines Expands NDC Program with Strategic Partnerships: “Introducing TKCONNECT”

Reporter1

મારુતિ સુઝુકી FRONX રેકોર્ડ સમયમાં ભારતમાંથી 2 લાખ એક્સપોર્ટનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી SUV બની ગઈ છે

Master Admin

શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આજે શપથવિધિ

Master Admin

Leave a Comment

Translate »