Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujarat

રોટરી ડિસ્ટ્રિક્ટ 3055નો ન્યૂ મેમ્બર ઓરિએન્ટેશન સેમિનાર યોજાયો

50થી વધુ રોટરી ક્લબના 125 નવા સભ્યોએ રોટરીની કાર્યશૈલી અને સામાજિક સેવા માટેની પ્રતિબદ્ધતા અંગે માર્ગદર્શન મેળવ્યું

અમદાવાદ, ગુજરાત | ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ | ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના યજમાન પદ હેઠળ રોટરી ડિસ્ટ્રિક્ટ 3055નો ન્યૂ મેમ્બર ઓરિએન્ટેશન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 હેઠળની 50થી વધુ રોટરી ક્લબના કુલ 125 નવા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વિવિધ રોટરી ક્લબમાં તાજેતરમાં જોડાયેલા નવા સભ્યોને રોટરીની કાર્યશૈલી, પ્રક્રિયાઓ, જવાબદારીઓ અને સામાજિક સેવા ક્ષેત્રે રોટરીની ભૂમિકા અંગે માહિતગાર કરવાનો હતો. નવા સભ્યો રોટરીના કાર્ય અને તેના ઉદ્દેશ્યોને વધુ સારી રીતે સમજી શકે તે માટે સમગ્ર કાર્યક્રમને રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો.

ડિસ્ટ્રિક્ટ લર્નિંગ ફેસિલિટેટર રોટેરિયન ડૉ. જે. પી. વ્યાસ અને તેમની સમગ્ર ટીમ દ્વારા એક રોચક તથા માહિતીપ્રદ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે માત્ર મંચ પરથી માહિતી આપવાને બદલે, સેમિનારમાં વિવિધ પ્રવૃત્તિઓ અને ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી દરેક સભ્ય સક્રિયપણે જોડાઈ શકે, પોતાના વિચારો રજૂ કરી શકે અને વિષયને વ્યવહારિક રીતે સમજી શકે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે મેમ્બરશીપ ડિરેક્ટર રોટેરિયન પૂર્વીશ પટેલ અને ન્યૂ મેમ્બર ઓરિએન્ટેશન ચેરમેન રોટેરિયન વિસ્પમેક શાહ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમના માર્ગદર્શન અને આયોજન હેઠળ નવા સભ્યો માટે સમગ્ર સેમિનારને માહિતીસભર તેમજ પ્રેરણાદાયી બનાવવામાં આવ્યો હતો.

સેમિનારમાં ભાગ લેનારા 125 નવા સભ્યોએ રોટરીના માધ્યમથી સમાજની સેવા અને જરૂરિયાતમંદ લોકો માટે યથાશક્તિ યોગદાન આપવાની તન, મન અને ધનથી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નવા સભ્યોને રોટરીના મૂલ્યોને પોતાના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં આત્મસાત કરીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના સમાપન પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નૈમીષ રવાણીએ સમગ્ર ઉપક્રમને બિરદાવ્યો હતો. તેમણે નવા સભ્યોને રોટરીની સેવા ભાવનાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ તેમણે કાર્યક્રમના સફળ આયોજન બદલ પ્રેસિડેન્ટ રોટેરિયન નીરવ જોશી અને સેક્રેટરી રોટેરિયન પ્રણવ શાહનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

ન્યૂ મેમ્બર ઓરિએન્ટેશન સેમિનાર દ્વારા નવા સભ્યોને રોટરીની વિચારધારા, કાર્યપદ્ધતિ અને સમાજસેવા સાથે વધુ મજબૂત રીતે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

== સમાપ્ત ==

Related posts

બ્યુટી ગેરેજ પ્રોફેશનલ વાળની સંભાળમાં ભારતીય નવીનતાઓનું અનાવરણ કરતા આકાર એક્સ્પોમાં અગ્રેસર

Reporter1

વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ

Master Admin

રાણાસણ ગામે જમીનમાં દાટેલો ૫,૨૦૦ લિટર દેશી દારૂનો આથો ઝડપાયો

Master Admin

Leave a Comment

Translate »