Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujaratnational

અબુધાબીથી આવેલી મહિલા પાસેથી ૩૪.૨૯ લાખના બે ગોલ્ડ બિસ્કિટ જપ્ત

૬૫ લાખના ગોલ્ડ લૂંટકાંડ બાદ કસ્ટમ્સ વધુ સતર્ક

બુરખામાં ૨૩૩ ગ્રામ ૨૪ કેરેટનું સોનું સંતાડી લાવી હતી, પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સે ઝડપી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૭ જુલાઈ ૨૦૨૬ — અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની ટીમે અબુધાબીથી અમદાવાદ આવેલી એર અરેબિયા ફ્લાઇટ નંબર ૩-૧૧૧માં આવેલી એક મહિલા પેસેન્જર પાસેથી ૨૩૩ ગ્રામ વજનના ૨૪ કેરેટના બે ગોલ્ડ બિસ્કિટ જપ્ત કરી લીધા હતા. જપ્ત કરાયેલા સોનાની અંદાજિત બજાર કિંમત ૩૪.૨૯ લાખ હોવાનું કસ્ટમ્સ સૂત્રોએ જણાવ્યું છે. મહિલા પેસેન્જરે પોતાના બુરખામાં સોનાના બિસ્કિટ છુપાવ્યા હતા.કસ્ટમ્સના અધિકારીઓના જણાવ્યા મુજબ, મહિલા પેસેન્જર અગાઉથી જ કસ્ટમ્સની પ્રોફાઇલિંગ ટીમની નજરમાં હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાની પાસે કોઈ કિંમતી વસ્તુ ન હોવાનું જણાવ્યું હતું. જોકે, શંકા જતાં તેને ડોર ળેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા કસ્ટમ અધિકારીએ તેની તપાસ કરતાં મહિલાએ પહેરેલા બુરખાની અંદર બે ગોલ્ડ બિસ્કિટ ખૂબ જ ચાલાકીપૂર્વક સંતાડેલા મળી આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં મહિલા કેરિયર તરીકે કામ કરતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તે અગાઉ કેટલી વખત વિદેશની મુસાફરી કરી ચૂકી છે, તેમજ આ સોનું અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું તે અંગે કસ્ટમ્સ વિભાગ તેના મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે તપાસ કરી રહ્યો છે.કસ્ટમ્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ એરપોર્ટ મારફતે સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ હજુ પણ સક્રિય હોવાની આશંકા છે. આ નેટવર્કને અંદરથી મદદ મળી રહી હોવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં એક પેસેન્જર આશરે ૬૫ લાખનું સોનું લઈને એરપોર્ટની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ થયેલા ગોલ્ડ લૂંટકાંડની તપાસમાં કેટલાક પોલીસ કર્મચારીઓની સંડોવણી સામે આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ કેસમાં કસ્ટમ્સ વિભાગે પોલીસને પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે તપાસ દરમિયાન જો કોઈ કસ્ટમ અધિકારીની સંડોવણી બહાર આવે તો તેનો અહેવાલ કસ્ટમ્સને મોકલવામાં આવે. પોલીસનો રિપોર્ટ મળ્યા બાદ જવાબદાર કસ્ટમ અધિકારીઓ સામે સસ્પેન્શન સહિતની વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

૩૧ માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી

Master Admin

રાજ્યમાં સાત દિવસ ભીષણ ગરમીનું યલો એલર્ટ જારી

Master Admin

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગાંધીનગરમાં વેસ્ટર્ન રીજન રાઉન્ડનો પ્રારંભ

Master Admin

Leave a Comment

Translate »