Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

યામાહા સુરતમાં હાઇબ્રિડ માઇલેજ ચેલેન્જનું આયોજન કરે છે

સુરત, ગુજરાત | ૩૧ મે ૨૦૨૬ | ઇન્ડિયા યામાહા મોટર (IYM) પ્રાઇવેટ લિમિટેડે સુરતમાં હાઇબ્રિડ માઇલેજ ચેલેન્જનું આયોજન કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ યામાહાની હાઇબ્રિડ ટેકનોલોજી દ્વારા સક્ષમ પ્રભાવશાળી ઇંધણ કાર્યક્ષમતા દર્શાવવાનો હતો, જેમાં સ્માર્ટ મોટર જનરેટર (SMG) સિસ્ટમનો સમાવેશ થાય છેઅને ગ્રાહકોને તેના વાસ્તવિક ફાયદાઓ વિશે માહિતગાર કરવાનો હતો. 31 મે,2026ના રોજ અધિકૃત ડીલરશિપ – પરીખ બાઇક્સ, પાવર બાઇક્સ, NJ ઓટોના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ગ્રાહકો અને તેમના પરિવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં યામાહાની FZ-S Fi હાઇબ્રિડ મોટરસાઇકલ તેમજ 125cc હાઇબ્રિડ સ્કૂટર્સ – RayZRઅને Fascinoનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સ્માર્ટ મોટર જનરેટર (SMG) અને સ્ટોપ એન્ડ સ્ટાર્ટ સિસ્ટમ (SSS) ઉત્સર્જન ઘટાડતી વખતે ઇંધણ કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા માટે સાથે મળીને કામ કરે છે. આ ટેક્નિક્સ શાંત સ્ટાર્ટ સુનિશ્ચિત કરે છે, સરળ એક્સિલરેશન માટે ઇલેક્ટ્રિક-આસિસ્ટેડ ટોર્ક પ્રદાન કરે છે અને ઇંધણ બચાવવા માટે નિષ્ક્રિયતા દરમિયાન એન્જિન આપમેળે બંધ કરે છે. સાથે મળીનેતેઓ વધુ સારી માઇલેજ, સુધારેલા પ્રદર્શન અને ઓછી પર્યાવરણીય અસર પ્રદાન કરીને રાઇડિંગ અનુભવને વધારે છે, જે તેમને કાર્યક્ષમતા અને ઉત્સાહ બંને ઇચ્છતા રાઇડર્સ માટે આદર્શ બનાવે છે.

આ ચેલેન્જમાં શહેરના રસ્તાઓ, શહેરી ટ્રાફિક અને ખુલ્લા વિસ્તારોને આવરી લેતાં આશરે 35 કિ.મી.નો ક્યુરેટેડ રૂટ દર્શાવવામાં આવ્યો હતો. આનાથી સહભાગીઓએ સસ્પેન્શન, મેન્યુવરેબિલિટી, બ્રેકિંગ, એક્સિલરેશન અને પ્રારંભિક પિક-અપ જેવાં પાસાંઓનું મૂલ્યાંકન કરીને વિવિધ રાઇડિંગ પરિસ્થિતિઓમાં તેમનાં સ્કૂટર અને બાઇકનો અનુભવ કરી શક્યા. સચોટ માઇલેજ માપન સુનિશ્ચિત કરવા માટેબધા સ્કૂટર અને બાઇકને રાઇડ પહેલાં અને પછી એકધારીરીતે રિફ્યુઅલ કરવામાં આવ્યાંહતાં, જેમાં ઇંધણ વપરાશની કાળજીપૂર્વક નોંધકરવામાંઆવીહતી.

રાઇડ ઉપરાંતયામાહા નિષ્ણાતોએ સહભાગીઓ સાથે વાતચીત કરી, ઇંધણ કાર્યક્ષમતાને મહત્તમ બનાવવામાં મદદ કરવા માટે રાઇડિંગ ટેક્નિક્સ અને જાળવણી પ્રથાઓ પર વ્યવહારુ ટિપ્સ પણઆપીહતી. પ્રશંસાના પ્રતીક તરીકેબધા સહભાગીઓને મફત સ્કૂટર અને બાઇક વૉશ, વિશિષ્ટ સંભારણું પ્રાપ્ત થયું. યામાહાએ વ્યાપક 10- પોઇન્ટ નિરીક્ષણ સાથે ગ્રાહક સંતોષ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી, બધા ભાગ લેનારાં વાહનો માટે શ્રેષ્ઠ પ્રદર્શન અને સલામતી સુનિશ્ચિત કરી.

નીચે ટોચના 3 વિજેતાઓ છે જેમને તેમની સિદ્ધિઓની પ્રશંસામાં ટ્રોફી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા:

મોટરસાઈકલઃ

વિજેતા

ગ્રાહકનું નામ હાંસલ માઈલેજ

1

Piyush Karnani 101km/l
2 Vastrpara Kishan

95.86km/l

3 Kiran Kalyani

95.62km/l

 

 સ્કૂટરઃ

વિજેતા

ગ્રાહકનું નામ હાંસલ માઈલેજ

1

Dhruvik Dariyawala 103.10km/l
2 Mobin Mirza

100.33km/l

3 Mehul Darji

100km/l

 

== સમાપ્ત ==

Related posts

ઓરેન્ડા સ્કાયલાઇન સ્ટ્રાઈકર્સે TSS ચેમ્પિયનશિપ સમર કપ 2026માં અપરાજિત પ્રદર્શન સાથે શાનદાર સફળતા મેળવી

Master Admin

Meesho’s Annual “Meesho Mega Blockbuster Sale” Starts on 27th September, Introduces Instant Refunds Processed in Under 5 Minutes

Reporter1

Samsung Innovation Campus Will Expand Six-Fold to Train 20,000 Indian Students in Future-Tech Domains During 2025

Reporter1

Leave a Comment

Translate »