કેનેડા PRના નામે લાખોની છેતરપિંડી
મુંબઈની ટોળકીએ ઓવરસીઝ કંપનીના નામે કરાર કરી નાણાં પડાવ્યાં, ઝ્રૈંડ્ઢ ક્રાઈમે ચાર આરોપીઓ સામે તપાસ શરૂ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૦ નવેમ્બર ૨૦૨૬ — મુંબઈની ટોળકીએ અમદાવાદના નિકોલમાં રહેતા યુવકને કેનેડાના ઁઇ વિઝા અપાવવાના બહાને રૂ. ૨૧.૫૦ લાખની ઠગાઈ આચરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ટોળકીએ યુવક સાથે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૨થી ૩૦ જૂન, ૨૦૨૪ દરમિયાન પ્રહલાદનગર સ્થિત ક્રાઉન પ્લાઝા હોટલ અને નરોડાની કાનવી રેસ્ટોરન્ટ ખાતે મુલાકાતો યોજી ‘એસિએલ ઓવરસીઝ’ અને ‘એટલાન્ટિક સ્ટડી ઓવરસીઝ’ના નામે કરાર કરીને નાણાં પડાવ્યાં હતાં. આ મામલે ભોગ બનનારે ઝ્રૈંડ્ઢ ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખા ખાતે મુંબઈના ચાર આરોપી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.નિકોલના ન્યૂ ઇન્ડિયા કોલોની રોડ પર સુકેતુ રેસિડેન્સીમાં રહેતા અને પાલડીની એક ખાનગી કંપનીમાં ટીમ લીડર તરીકે નોકરી કરતા મિતેશકુમાર કથીરીયાને વર્ષ ૨૦૨૨માં ઉચ્ચ અભ્યાસ અને ભવિષ્ય અર્થે કેનેડા જવું હતું. તેમના મોટાભાઈ પ્રતિકભાઈના પરિચિત મારફતે મુંબઈના ડૉ. જિતેન્દ્ર જી. જોશીનો સંપર્ક થયો હતો. ડૉ. જોશીએ પોતે મુંબઈના મલાડ (વેસ્ટ) સ્થિત જશવંતી અલાઇડ બિઝનેસ સેન્ટરમાં આવેલી એસિએલ ઓવરસીઝ કંપનીના મુખ્ય એજન્ટ હોવાનું જણાવી મુંબઈની અલ્પાબેન દિનેશભાઈ નંદાણી ઠક્કરનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ અલ્પાબેન ઠક્કર અમદાવાદ આવ્યાં હતાં અને પ્રહલાદનગર એસ.જી. હાઈવે સ્થિત ક્રાઉન પ્લાઝા હોટલ ખાતે મિતેશકુમારને મળીને કેનેડા ઁઇની પ્રક્રિયા માટે અંદાજે રૂ. ૧૮ લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. ૨૮ માર્ચ, ૨૦૨૨ના રોજ ફરી ક્રાઉન પ્લાઝા હોટલ ખાતે મળીને રિટનર ફી પેટે રૂ. ૧ લાખની માગ કરી હતી. ત્યારબાદ ૪ એપ્રિલ, ૨૦૨૨ના રોજ એસિએલ ઓવરસીઝ મુંબઈના સિક્કા અને સહી સાથેનું કરારનામું કર્યું હતું. આ કરાર મુજબ અલગ-અલગ બહાનાં હેઠળ અલ્પાબેન ઠક્કરે એક્સિસ બેંકના ખાતામાં છ મહિનાના ગાળામાં ઓનલાઈન ટ્રાન્સફર મારફતે કુલ રૂ. ૨૧.૫૦ લાખ મેળવ્યાં હતાં અને તેના ટેક્સ ઇનવોઇસ પણ વોટ્સએપ પર મોકલ્યાં હતાં. ૨૯ જૂન, ૨૦૨૨ના રોજ અરજી મંજૂર થઈ ગઈ હોવાની એક જી-મેઇલની ઁડ્ઢહ્લ પણ મોકલી આપી હતી. ત્યારબાદ નરોડા એસ.પી. રિંગ રોડ પર આવેલી કાનવી રેસ્ટોરન્ટ ખાતે અલ્પાબેને પોતાની બહેન તરીકે દૃષ્ટિ ચૌધરીની ઓળખ કરાવી હતી અને આગળની ફાઈલ દૃષ્ટિ સંભાળશે તેમ કહી વધુ નાણાં ટ્રાન્સફર કરાવ્યાં હતાં.લાંબો સમય વીતવા છતાં ઁઇની પ્રક્રિયા પૂર્ણ ન થતાં ફરિયાદીએ સંપર્ક કર્યો ત્યારે દૃષ્ટિ ચૌધરીએ અલ્પાબેન હોસ્પિટલમાં દાખલ હોવાના કે કેનેડિયન એમ્બેસીની મીટિંગમાં વ્યસ્ત હોવાના બહાનાં બતાવ્યાં હતાં. થોડા સમય બાદ અલ્પાબેનનો ફોન કાયમી ધોરણે બંધ થઈ ગયો હતો. ફરિયાદી મુંબઈ જઈને ડૉ. જિતેન્દ્ર જોશીને મળ્યા ત્યારે તેમણે અલ્પાબેનની ઓફિસ બંધ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું, પરંતુ પૈસા પરત અપાવવાની ખાતરી આપીને પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કર્યું હતું. ડૉ. જોશીએ ફરિયાદીને વોટ્સએપ પર ન્યૂઝપેપરના કટિંગ મોકલ્યાં હતાં, જેના પરથી જાણવા મળ્યું હતું કે અલ્પાબેન ઠક્કર અને દિવ્યેશકુમાર રમણભાઈ પટેલ વિરુદ્ધ અગાઉ પણ ઝ્રૈંડ્ઢ ક્રાઈમ ગાંધીનગર અને મુંબઈના મલાડ પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયાના વિઝા કૌભાંડના ગુના નોંધાયેલા છે. આખરે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં મિતેશકુમારે અલ્પાબેન ઠક્કર (માલવાણી વેસ્ટ, મુંબઈ), દિવ્યેશકુમાર પટેલ (ભાન્ડુ, મુંબઈ), ડૉ. જિતેન્દ્ર જોશી (મીરા રોડ ઇસ્ટ, થાણે), દૃષ્ટિ ચૌધરી (મલાડ વેસ્ટ, મુંબઈ) તેમજ એસિએલ ઓવરસીઝ અને એટલાન્ટિક સ્ટડી ઓવરસીઝના માલિક અને સંચાલક સામે ફરિયાદ
