Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsGujarat

અમદાવાદ શહેરના સિંધુભવન અને થલતેજમાં ચાલતા હુક્કાબાર પર દરોડા

SMCની મેગા ડ્રાઇવ

આ મેગા રેડને પગલે લક્ઝુરિયસ કાફે અને હુક્કાબાર ચલાવતા સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૩૦ મે ૨૦૨૬ — અમદાવાદમાં નશાના કારોબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક મોટી અને સપાટો બોલાવતી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ અને થલતેજ વિસ્તારમાં કાફેની આડમાં ધમધમતા ગેરકાયદેસર હુક્કાબાર પર SMCની ટીમોએ ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ મેગા રેડને પગલે લક્ઝુરિયસ કાફે અને હુક્કાબાર ચલાવતા સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના હાઇપ્રોફાઇલ વિસ્તારોમાં નિયમો વિરુદ્ધ નિકોટીનયુક્ત હુક્કાબાર ચાલતા હોવાની ચોક્કસ બાતમી ઉચ્ચ અધિકારીઓને મળી હતી. આ બાતમીના આધારે જીસ્ઝ્રના વડાની સૂચનાથી અલગ-અલગ કુલ ૬૬ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.

આ તમામ ટીમોએ એકસાથે સિંધુભવન અને થલતેજના શંકાસ્પદ લોકેશન્સ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન કાફેમાં ગેરકાયદેસર રીતે પીરસવામાં આવતો ઝેરી નિકોટીનયુક્ત ફ્લેવરની ચકાસણી કરાઇ હતી

Related posts

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો

Master Admin

પક્ષપલટુ સીજે ચાવડાને કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ સંભળાવી દીધું

Master Admin

ગુજરાતે સૌથી મોટા અને સૌથી ઝડપી એમેઝોન પ્રાઇમ ડેની ઉજવણી કરી, જેમાં વિવિધ કેટેગરીમાં મજબૂત માગ, ઝડપી ડિલિવરી અને વધુ બચત થઈ

Reporter1

Leave a Comment

Translate »