Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

અમદાવાદમાં ત્રણ મિત્રોએ ગાડી ભાડે લઈને બારોબાર વેચવાનું કૌભાંડ શરૂ કર્યું

ત્રણ આરોપીઓ ગાડીનું વેલેટ પાર્કિંગમાં નોકરી કરતા હોવાનું ખુલ્યું

પોતાના મોજશોખ અને જુગાર રમવા માટે રૂપિયા મેળવવા આ આખો તરકટ રચ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬: ગાડી ભાડે લઈને બનાવટી આધારકાર્ડ અને આરસી બુક સહિતના દસ્તાવેજો બનાવી બારોબાર ગાડી વેચીને રૂપિયા પડાવી લેતા ત્રણ આરોપીઓની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણ આરોપીઓ ગાડીનું વેલેટ પાર્કિંગમાં નોકરી કરતા હોવાનું ખુલ્યું છે. જેઓએ પોતાના મોજશોખ અને જુગાર રમવા માટે રૂપિયા મેળવવા આ આખો તરકટ રચ્યું હતું. જોકે હાલ તેમના આ ધતિંગનો પર્દાફાશ થયો છે અને પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, એરપોર્ટ પોલીસે પકડેલા આ આરોપીઓની ઓળખ સુરજ પંડિત, મીત ચૌહાણ અને સંપત ઉર્ફે માલિયા ધોબી તરીકે થઈ છે. જેમાં આ કેસનો મુખ્ય આરોપી સુરજ પંડિત છે. જે મોબાઈલ એપ્લિકેશનની મદદથી બનાવટી આધાર કાર્ડ અને આરસી બુક તૈયાર કરતો હતો અને તે જ બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ગાડી ખરીદનાર સાથે પણ છેતરપિંડી કરતો હતો.

આ ત્રણેય આરોપીઓ પોતાનું બનાવટી આધાર કાર્ડ બનાવી સામાન્ય લોકો પાસેથી ગાડી ભાડે મેળવી લેતા હતા અને તે ગાડીની બનાવટી આરસી બુક બનાવી તેને વેચી પણ દેતા હતા. ગાડીનો વેચાણ કરાર બનાવી આરોપીઓ ભાડે લીધેલી ગાડી ઓછી કિંમતમાં વેચી દેતા હતા. આમ આ આરોપીઓ ગાડી આપનાર સાથે સાથે ગાડી ખરીદનાર સાથે પણ છેતરપિંડી કરતા હતા. જેમાં આ ફરિયાદ મળી તે કેસમાં આરોપીઓએ બનાવટી આરસી બુક અને વેચાણ કરાર પર ગાડી ખરીદનારને આપી તેની પાસેથી ૬ લાખ રૂપિયા પડાવી લીધા હતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલા આ ત્રણેય આરોપી એકબીજાના મિત્રો છે અને ગાડીનું વેલેટ પાર્કિંગમાં નોકરી કરે છે. ત્યાંથી જ તેમને મોજશોખ પૂરા કરવા અને જુગાર રમવા માટે રૂપિયા મેળવવા ગાડી ભાડા પર મેળવી વેચી દેવાની શરૂઆત કરી હતી. જોકે પોલીસને શંકા છે કે આરોપીઓએ અગાઉ પણ આ જ રીતે ગાડી મેળવી વેચી હોઈ શકે છે જે મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી પોલીસે હાલ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી અત્યાર સુધી કુલ કેટલી ગાડીઓ વેચી તે અંગે તપાસ શરૂ કરી છે.

Related posts

અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનામાં દિવસેને દિવસે વધારો

Master Admin

નરોડામાં અદ્યતન “HCG આસ્થા ડે કેર સેન્ટર”નો પ્રારંભ – કેન્સર સારવાર હવે વધુ સરળ અને સુલભ

Master Admin

મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અમદાવાદ અને જયપુર કેમ્પસમાં ફેફલ્ટી ટ્રેનિંગ સાથે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન કરિક્યુલમ-ઈન્ટરનેશનલ (WAC–i) કાર્યક્રમનો પ્રારંભ કરાયો

Master Admin

Leave a Comment

Translate »