Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ લાગી

સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટા નુકસાનની ભીતિ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૮ માર્ચ ૨૦૨૬ — અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારના પાંચકુવા રેવડી બજાર માર્કેટમાં આજે(૧૮ માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ૫-૬ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. આગની તીવ્રતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા જ ફાયર વિભાગની ૧૦થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. હાલ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી શરૂ કરાઈ હતી. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટા નુકસાનની ભીતિ છે.રેવડી બજાર કાપડના વેપાર માટે જાણીતું હોવાથી માર્કેટમાં માલ-સામાનનો મોટો જથ્થો હોય છે, જેના કારણે આગ વધુ પ્રસરવાનો ભય સેવાઈ રહ્યો છે. આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે.

Related posts

અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણીઓના ગેરકાયદે બ્રીડિંગનો પર્દાફાશ

Master Admin

સાતમાં ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી

Master Admin

બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકાએ બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ

Master Admin

Leave a Comment

Translate »