Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

ગુજરાતના લોકો પર માથાદીઠ દેવું રૂ. ૬૫,૧૦૦, આવક કરતા અઢી ગણું દેવું

દેવું સતત વધવાનો અંદાજ

૧૯૯૯-૨૦૦૦નું દેવું અત્યારે આશરે વધુમાં વધુ રૂ. ૧.૨૫ લાખ કરોડ થાય પણ એ હકીકતમાં ચાર લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાત સરકારનું દેવું ૧૯૯૯-૨૦૦૦માં માત્ર રૂ. ૧૮,૫૧૦ કરોડ હતું. તે ચાલુ વર્ષે રૂ. ૪.૫૬ લાખ કરોડ થવાનો બજેટ અંદાજ હતો અને હવે સુધારેલો અંદાજ રૂ. ૪.૩૦ લાખ કરોડનો સરકારે મૂક્યો છે. સાતેક ટકાના વ્યાજના દરે દસ વર્ષે દેવું બમણું થાય એમ ગણીએ તો ૧૯૯૯-૨૦૦૦નું દેવું અત્યારે આશરે વધુમાં વધુ રૂ. ૧.૨૫ લાખ કરોડ થાય. પણ એ હકીકતમાં ચાર લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે.

આવતે વર્ષે એટલે કે ૨૦૨૬-૨૭માં તે રૂ. ૪.૮૭ લાખ કરોડ થશે, તેના પછીના વર્ષે તે રૂ. ૫.૧૨ લાખ કરોડ થશે; અને તેના પછીના વર્ષે એટલે કે ૨૦૨૮-૨૯માં તે રૂ. ૫.૬૭ લાખ કરોડ થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજકોષીય જવાબદારી ધારો-૨૦૦૫ મુજબ જે નિવેદન બજેટની સાથે જ અંદાજપત્ર પ્રકાશન નં. ૩૦ તરીકે બહાર પાડવામાં આવ્યું છે તેમાં આ વિગત આપવામાં આવી છે. આમ, આગામી ત્રણ જ વર્ષમાં સરકારનું દેવું રૂ. ૮૦,૦૦૦ કરોડ જેટલું વધવાનું છે.

૨૦૨૧-૨૨માં રાજ્ય સરકારનું દેવું રૂ. ૩.૦૮ લાખ કરોડ હતું. હવે તે ચાલુ વર્ષે રૂ ૪.૫૬ લાખ કરોડ થાય તો એનો અર્થ એ થાય કે તેમાં ત્રણ જ વર્ષમાં આશરે ૩૦ ટકાનો વધારો થયો. એટલે કે વાર્ષિક સરેરાશ દસ ટકાનો વધારો થયો. આ વધારો ઘણો વધારે કહેવાય એમાં કોઈ શંકા નથી. હજુ પણ સરકારના દેવામાં વધારો થવાનો જ છે એવો જે અંદાજ મૂકવામાં આવ્યો છે તે પણ ચિંતાપ્રેરક છે.

Related posts

ગુજરાતમાં બે દિવસ બાદ હવામાનમાં આવશે પલટો

Master Admin

મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ-સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો

Master Admin

રાજકોટમાં હોલિકા દહન વખતે બે જૂથના યુવકો વચ્ચે ઘર્ષણ સર્જાયું

Master Admin

Leave a Comment

Translate »