Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર કરોડોનો વરસાદ

ભારત ત્રીજીવાર બન્યું વિશ્વ વિજેતા

ભારતની આ જીતમાં સંજુ સેમસનની ૮૯ રનની આક્રમક ઇનિંગ અને જસપ્રીત બુમરાહની ૪ વિકેટ મહત્વની સાબિત થઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૯ માર્ચ ૨૦૨૬ — અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતીય ટીમે ત્રીજી વખત T20 વર્લ્ડ કપના ખિતાબ પર કબજો જમાવ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા પર કરોડો રૂપિયાના ઇનામોનો વરસાદ થયો છે.ભારતીય ટીમે ફાઈનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને જોરદાર જીત મેળવી છે. રવિવારે રમાયેલી આ મેચમાં ભારતે આપેલા ૨૫૬ રનના વિશાળ ટાર્ગેટ સામે કીવી ટીમ માત્ર ૧૫૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની આ જીતમાં સંજુ સેમસનની ૮૯ રનની આક્રમક ઇનિંગ અને જસપ્રીત બુમરાહની ૪ વિકેટ મહત્વની સાબિત થઈ હતી. ભારત સતત બીજીવાર (૨૦૨૪ અને ૨૦૨૬) ચેમ્પિયન બન્યું છે T20 વર્લ્ડ કપ ૨૦૨૬ જીતનારી ભારતીય ટીમને ICC તરફથી ૩ મિલિયન ડોલર (અંદાજે ૨૭.૫૦ કરોડ) ની ઈનામી રકમ મળી છે. બીજી તરફ, ફાઈનલમાં હારનાર ન્યુઝીલેન્ડની ટીમને રનર-અપ તરીકે ૧.૬ મિલિયન ડોલર (અંદાજે ૧૪.૬૭ કરોડ) આપવામાં આવ્યા છે. કીવી ટીમનું પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહ્યું છે.સેમિ ફાઈનલમાં હારનારી ટીમો (ઈંગ્લેન્ડ અને દક્ષિણ આળિકા) ને પણ ખાલી હાથે ઘરે જવું પડ્યું નથી, તેમને ૦.૭૯ મિલિયન ડોલર (અંદાજે ૭.૨૪ કરોડ) મળ્યા છે. આ સિવાય ૫ થી ૧૨માં ક્રમે રહેલી ટીમોને ૩.૪૮ કરોડ અને ૧૩ થી ૨૦માં ક્રમની ટીમોને ૨.૨૯ કરોડની પ્રાઈઝ મની મળી છે.આ વખતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કુલ ૧૩.૫ મિલિયન ડોલર (અંદાજે ૧૨૩.૭૭ કરોડ) નું રેકોર્ડબ્રેક પ્રાઈઝ પૂલ રાખ્યું હતું. જે ૨૦૨૪ ના વર્લ્ડ કપ કરતા ૨૦% વધુ છે. ૨૦૨૪ માં કુલ ૧૧.૨૫ મિલિયન ડોલર વહેંચવામાં આવ્યા હતા. આ વધારો દર્શાવે છે કે T20 ક્રિકેટની લોકપ્રિયતા અને તેની વ્યાવસાયિક કિંમત સતત વધી રહી છે.

Related posts

ADIDAS AND BCCI UNVEIL THE ALL-NEW TEAM INDIA ODI JERSEY WITH THE INDIAN WOMEN’S CRICKET TEAM

Reporter1

નીતિશ રાણાને ભૂલ પડી ગઈ ભારે ! BCCIએ ફટકારી કડક સજા

Master Admin

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬: આખરે પાકિસ્તાન ઝૂક્યું, ભારત સામે મેચ રમવા રાજી

Master Admin

Leave a Comment

Translate »