Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ડિઝીનેસ, વર્ટિગો, વારંવાર ચક્કર આવવાની સમસ્યાને જરા પણ ઈગનોર ન કરી શકાય.

ડૉ. શ્રીરામ વૈદ્ય
Mob: ૯૮૨૫૦૦૯૨૪૧

Email: sgvaid19@outlook.com

સુશ્રુત સંહીતામાં આ રોગ પરત્વે મુખ્યત્વે શરીરની ક્ષીણતા અને અધીક શ્રમના કારણે શબ્દ વહનકરનારી નાડીઓમાં વાયુનો પ્ર્‌કોપ થઇને પ્રાણશક્તિનો નાશ થાય છે ત્યારે બહેરાશ આવે છે. તેવીજ રીતે શ્રવણનાડીમાં પિત્ત આવવાથી વાયુનો અવરોધ અને વૃધ્ધિ થવાથી શોથ પેદા થાય છે. પરિણામે પોષણ મળતું નથી. આવા તીવ્રજવર ટોક્સિક વર્ટિગો અને આમદોષના દૂષિત પ્રભાવને લીધે વાતદોષમાં એલર્જીક વર્ટિગોમાં લોહી પરિભ્રમણ પૂરતું થતુંનથી. તેથી પણ ચક્કર આવે છે. તમે સ્થિર ઊભા રહીને સંતુલન જાળવવા પ્રયાસ કરો. આગળ-પાછળ, ડાબે-જમણે ઢળતા રહીને સંતુલન જાળવવા પ્રયાસ કરો. ચાલતાં-ચાલતાં સંતુલન જાળવો. મસ્તકની મૂવમેન્ટ્‌સ વર્ટિગોનું સર્વસામાન્ય કારણ હોય છે. માથું હલાવવાની કસરત તમારા શરીરનું સંતુલન જાળવવામાં ઉપકારક નીવડશે. લોકો અસ્થિરતાને વર્ટિગો માનવાની ભૂલ કરી બેસતા હોય છે. સતત ચક્કર આવતાં હોય એને વર્ણવવા માટે વર્ટિગો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે નુકસાનકર્તા ન હોય એવી શારીરિક હળવાશને તો ડિઝીનેસ કહેવામાં આવે છે. ડિઝીનેસના ગંભીર સ્વરૂપને વર્ટિગો કહે છે. વર્ટિગોનો દરેક કેસ અલગ હોય છે અને તેથી એની સારવાર પણ અલગ રીતે જ કરવી પડે છે. નિદાન અને ઉપચાર માટે દર્દીના ભૂતકાળને વિગતવાર તપાસવો પડે. તેનાં આંખ, કાન, નાકની તપાસ કરવી પડે. તેના શરીરમાં રક્તનો સંચાર બરાબર થાય છે કે નહીં એ પણ જોવું પડે. તેના માથામાં ટયુમર છે કે કેમ એ નક્કી કરવા માટે તેનું એમઆરઆઇ સ્કૅન પણ કરાવવું પડે. જે-તે દર્દીની બીમારીને આધારે તેને દવા આપવાની તથા એક્સરસાઇઝ કરવાનું કહેવાનું. ચક્કરનું આ ચક્કર થોડી સેકન્ડ સુધી, થોડા કલાકો સુધી કે કેટલાક દિવસો સુધી ચાલી શકે છે. આ સ્થિતિમાં સૂઈ જવાથી કે એક સ્થાને બેઠા રહેવાથી આરામ મળે છે, પરંતુ ચક્કરનું ચક્કર ચાલતું રહે એ શક્ય છે. લોકોને ઘણાં કારણસર ચક્કર આવી શકે છે. દરેક કિસ્સામાં એનાં લક્ષણો જુદાં હોય છે.

પાણીની ખામીથી ચક્કર આવવા ઘણા લોકો પાણી ઓછુ પીતા હોય છે. એવામાં તેમના શરીરમાં ધીરે-ધીરે પાણીની કમી થવા લાગે છે. તેનાથી ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે. ખાસ કરી વુદ્ધો અને ડાયાબિટીસના દર્દીઓએ આ સમસ્યા વધુ જોવા મળે છે. વારંવાર ચક્કર આવવા આ બિમારીઓના હોય શકે છે સંકેત હંમેશા ચક્કર આવવા અનેક બિમારીઓના સંકેત હોઈ શકે છે. જેવા કે, તણાવ, માઇગ્રેઈન, નર્વસ સિસ્ટમ સમસ્યાઓ, બ્રેન ટ્યુમર અથવા કાનનું ટ્યુમર વગેરે. એટલા માટે વારંવાર ચક્કર આવવાની સમસ્યાને જરા પણ ઈગનોર ન કરી શકાય ત્યારે જલ્દીથી જલ્દી ઈલાજ કરાવી લેવો જોઈએ. મસ્તિષ્ક સુધી ઓક્સીજનનું ન પહોંચવું. મસ્તિષ્ક એટલે કે મગજને ઓક્સીજનની સતત જરૂરીયાત રહે છે. જો તેવું ન થઈ શકે તો માણસ ચક્કર ખાઈને પડી શકે છે. અથવા બેભાનની સ્થિતી પણ થઈ શેક છે. એવામાં તમારે જલ્દીથી જલ્દી તપાસ કરાવી લેવી જોઈએ.
કાનમાં સંક્રમણના કારણે પણ આવી શકે છે ચક્કર. કાનમાં સંક્રમણના કારણે પણ ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે.

હકીકતમાં આ તમને સાંભળવા અને તેના સંતુલનને જાળવી રાખવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. અને એવું થવા પર હંમેશા ચક્કર આવા લાગે છે. આ સિવાય દવાઓનું વધારે પડતું સેવનના કારણે પણ ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે. ચિકિત્સાના વિશાળ ક્ષેત્રમાં દૈનિક વ્યવસાયમાં જોવામાં આવતા વિવિધ રોગોમાં ભ્રમ-ચક્કરની ગણના સહેજ કરી શકાય. પાશ્ચાત્ય વૈદકમાં વર્ટિગોના નામથી આ રોગને ઓળખવામાં આવે છે. વર્ટિગોમાં ફેર ચડવાની અસાધારણ અને અકળાવનારી અનુભૂતિ થતી હોય છે. એના પરિણામે શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે અને ચાલવું કે વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. વર્ટિગોના હુમલા દરમિયાન આંખો એક દિશામાં વારંવાર ચકળવકળ થતી રહે છે. એને તબીબી ભાષામાં નિસ્ટેગમસ તરીકે ઓળખવામાં આવે છે. મેનિયર્સ ડિસીઝથી પીડાતા લોકો પર ચક્કરના હુમલા અચાનક થતા હોય છે. આ હુમલા વેળાએ લોકોના કાનમાં ઘોંઘાટ થાય છે, ધીમે-ધીમે બહેરાશ આવે છે. જોરદાર ઊબકા આવે છે અને ઊલટી પણ થઈ શકે છે. આવા હુમલા જેટલા ઝડપથી આવે એટલા ઝડપથી શમી જતા હોય છે અથવા કેટલીક મિનિટો સુધી ચાલતા હોય છે. એનો વિસ્તાર કેટલાક કલાકો સુધી થાય એ પણ શક્ય છે.

મગજની ચોક્કસ બીમારીથી પીડાતા લોકોને પણ ચક્કર આવતાં હોય છે. તેમને ચક્કર આવવાની સાથે માથાનો દુખાવો થાય છે. જીભના લોચા વળે છે. હાથ-પગમાં નબળાઈ અનુભવાય છે. હાથ-પગના હલનચલન વચ્ચે સંકલન નથી રહેતું. આવા લોકો સભાનતા ગુમાવી બેસતા હોય છે. કાનની અંદરના ભાગમાં વાઇરસ ઇન્ફેક્શન થયું હોય એવા લોકોને અચાનક ચક્કર આવે છે અને કલાકો સુધી એ વકરે છે. તેમને જોરદાર ઊબકા આવતા હોય છે. આ પ્રકારની બીમારીનો ભોગ બનેલા લોકોએ પૂતળાની માફક એક સ્થાને બેઠા રહેવું પડે છે, કારણ કે તેઓ હાથ કે આંખના ડોળા સુધ્ધાં હલાવે તો તેમને ઊલટી થઈ શકે છે. સામાન્ય રીતે આ બીમારી થોડા દિવસમાં દૂર થઈ જતી હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં એ મહિનાઓ સુધી ચાલ્યાનું પણ નોંધાયું છે. ખોપરીમાં અચાનક દબાણ વધી જાય એના કારણે જે ચક્કર આવે છે ત્યારે એની સાથે નજર સામેનું બધું ધૂંધળું દેખાય છે અને સ્થિરતાપૂર્વક ડગલાં ભરી નથી શકતાં. મસ્તકને ઘુમાવીએ અને ગાલને છેક ખભા સુધી ઢાળી દઈએ ત્યારે સર્વાઇકલ વર્ટિગો અનુભવાય છે. આ કિસ્સામાં ગરદનની હિલચાલ મર્યાદિત થઈ જતી હોય છે.

હુમલો જેટલો ગંભીર હોય એના પ્રમાણમાં લોકોને કઠણાઈનો અનુભવ થતો હોય છે. નીચે જે કસરતોનો ઉલ્લેખ કર્યો છે એ તમારા કાનના આંતરિક હિસ્સાને સારી રીતે કામ કરવામાં તથા સંતુલન જાળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તમને જે પ્રકારનાં ચક્કર આવતાં હોય એ સ્થિતિને ચિકિત્સકની સલાહ લઈ શકો. વર્ટિગોનો ભોગ બનેલા લોકોએ સાદો, ઓછા નમક વાળો ખોરાક ખાવો જોઈએ અને વેજિટેબલ જયૂસ પીવો જોઈએ.

સારવારઃ અહીં થોડી મારી પોતાની વાત કરું તો મારા અભ્યાસકાળ દરમિયાન અકસ્માતથી મને હેડ ઇન્જરી થયેલી. ત્રણ દિવસ બેભાન પણ રહેલ. સારામાં સારા સાયકિયાટ્રીસ્ટની સારવાર ચાલુ કરેલી. ત્રણ દિવસ પછી ભાનમાં આવતા મને ખૂબજ ચક્કર આવવાના શરૂ થયા. કોઇના સહારે કે ટેકાથી જ ચાલી શકાતું. પથારીમાં સૂતી વખતે જમણી બાજુ પડખું ફેરવુંતો જમણી દીવાલ પડતી હોય તેવું લાગે. તે જ રીતે, છત અને પંખો પણ મારા ઉપર પડશે તેવી ભીતી રહેતી.

ચક્કર માટે સારામાં સારી દવા આપવામાં આવતી છતાં ફેર પડતો નહીં. આવા સમયે મારા પિતાશ્રી જેવો કે નિષ્ણાત વૈદ્ય હતા, ચક્રવર્તી વૈદ્ય શ્રી ગોવિંદપ્રસાદ વૈદ્ય ના અનુભવના નીચોડે મને દુરાલભા ક્વાથ ચાલુ કરવામાં આવ્યું. આ ક્વાથનું સેવના એકપણ દિવસ પાડ્યા વગર એક મહિના સુધી કર્યું. એક મહીના પછી ચક્કર બિલકુલ મટી ગયા. આ ક્વાથે શું જાદુ કર્યો, એ તો મને ખબર નથી.પણ મને આ વાત હમણાં એટલા માટે યાદ આવી કે આ ઔષધથી મારા સગા બહેન, જેઓને ચક્કરની તક્લીફ હતી, તેમને પણ ચક્કર મટી ગયા. બહેનને સર્વાઇકલ સ્પોંડીલાઇટીશમાં કરોડરજ્જુના ઉપરના ઉપરના ભાગમાં મણકામાં વર્ટેબ્રામાં ઘસારો થવાથી જ્ઞાનતંતુઓ પર દબાણ થતું હતું. પરિણામે સૂતા પછી બેઠા થવાથી ચક્કર આવતા હતાં.

સૌપ્રથમ રોગીને ઓશીકા વગર સૂવાની, ટ્રેક્શન લેવાની તેમજ સર્વાઇકલ બેલ્ટ ગળા ઉપર બાંધી રાખવાની સલાહ આપી. જુદી જુદી વનસ્પતિઓની પોટલી દ્વારા તેલનો શેકો ચાલુ કર્યા. દુખાવો થતો હોયતો ઓછો કરવા વેદનાહર ટીકડી આપી. ત્યારબાદ આક્વાથ સળંગ પંદર દિવસ ચાલુ કરાવ્યા. દવાના નિયમિત સેવનથી ચક્કરની તકલીફ મટી ગઇ.અત્યારે તેઓને બીલકુલ ચક્કર આવતા નથી.. દુરાલભા ઘનવટી પણ આ ક્વાથ સાથે આપવાથી ચમત્કારીક પરિણામો જોવા મળે છે. ચક્કર દૂર કરવા માટેની આયુર્વેદની આ દિવ્ય ઔષધીઓનો ઉપયોગ પાશ્ચાત્ય ડૉક્ટરોએ પોતાની પ્રેક્ટીસમાં જરૂર કરવા જેવો છે.

Related posts

100th Tansen Sangeet Samaroh establishes Guinness World Record

Reporter1

ચોંત્રિસ વરસોનાં વ્હાણા પછી ફરી મોમ્બાાસા-કેન્યામાં બાપુની રામકથાનો સહર્ષ આરંભ

Reporter1

શાસ્ત્ર કહે છે કે પિતા અનિહ અને માતા અનિંદ હોવી જોઈએ

Reporter1

Leave a Comment

Translate »