Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

ડીકે શિવકુમાર બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી

જી પરમેશ્વર બન્યા ડેપ્યુટી સીએમ

કોંગ્રેસના સિનિયર નેતા ડીકે શિવકુમારે બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લઈ રાજ્યની કમાન સંભાળી લીધી

(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુ, તા.૩ જૂન ૨૦૨૬ — કોંગ્રેસના સિનિયર નેતા ડીકે શિવકુમારે બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લઈ રાજ્યની કમાન સંભાળી લીધી છે. વળી ડો. જી. પરમેશ્વરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા છે. આ ઉપરાંત ૧૨ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે, જેમાં કેએચ મુનિયપ્પા, કેજે જોર્જ, એમબી પાટિલ, રામલિંગારેડ્ડી, સતીશ જારકિહોલી, કૃષ્ણબૈરે ગૌડા, પ્રિયાંક ખડગે, યૂટી ખાદર, ઈશ્વર ખંડ્રે, યતીન્દ્ર સિદ્ધારમૈયા, બૈરાતી સુરેશ અને શરણપ્રકાશ પાટિલ સામેલ છે.

બેંગલુરુ સ્થિત લોકભવનના ગ્લાસ હાઉસમાં આયોજિત ભવ્ય સમારંભમાં રાજ્યપાલ થાવરચંદ ગહલોતે બંને નેતાઓને શપથ લેવડાવ્યા. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ સહિત પાર્ટીના કેટલાય સિનિયર નેતા હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી પદના શપથ સાથે ડી.કે. શિવકુમારનું વર્ષો જૂનું રાજકીય સપનું પૂરું થઈ ગયું. આઠ વાર ધારાસભ્ય રહી ચૂકેલા શિવકુમાર લાંબા સમયથી રાજ્યની સર્વોચ્ચ ખુરશી સુધી પહોંચવા માટે મથામણ કરી રહ્યા હતા.

કર્ણાટકના રાજકારણમાં શિવકુમાર અને સિદ્ધારમૈયાની વચ્ચે નેતૃત્વને લઈ લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. આ અધ્યાયનો અંત ત્યારે થયો, જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્દેશ પર સિદ્ધારમૈયાએ ૨૮ મેના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું.

સિદ્ધારમૈયાના પદ છોડ્યા બાદ મુખ્યમંત્રી પદ માટેનો માર્ગ મોકળો થઈ ગયો અને કોંગ્રેસના સંકટમોચક ગણાતા ડીકે શિવકુમારને રાજ્યની કમાન સોંપવામાં આવી. તેમના નેતૃત્વમાં કોંગ્રેસ હવે કર્ણાટકમાં નવા રાજકીય અધ્યાયની શરૂઆત કરી રહી છે.

કર્ણાટકમાં ડીકે શિવકુમાર સાથે આટલા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા
કેએચ મુનિયપ્પા
કેજે જોર્જ
એમબી પાટિલ
રામલિંગારેડ્ડી
સતીશ જરાકિહોલી
કૃષ્ણબૈરે ગૌડા
પ્રિયાંક ખડગે
યૂટી ખાદર
ઈશ્વર ખંડ્રે
યતીન્દ્ર સિદ્ધારમૈયા
બૈરાતી સુરેશ
શરણપ્રકાશ પાટિલ

Related posts

એમેઝોન ઇન્ડિયા ગુજરાતમાં લઈને આવ્યું પ્રાઇમ ડે ની 10 મી આવૃત્તિ: વિશિષ્ટ ઑફર્સ, નવા લોન્ચ અને મુખ્ય લાભોની ત્રણ દિવસીય ઉજવણી

Master Admin

ઈરાનને આઝાદી મેળવવા મદદ કરીશુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ

Master Admin

કોંગ્રેસ નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ

Master Admin

Leave a Comment

Translate »