Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

એમેઝોન ઇન્ડિયા ગુજરાતમાં લઈને આવ્યું પ્રાઇમ ડે ની 10 મી આવૃત્તિ: વિશિષ્ટ ઑફર્સ, નવા લોન્ચ અને મુખ્ય લાભોની ત્રણ દિવસીય ઉજવણી

  • સેમસંગ, LG, વનપ્લસ, લેનોવો, આસુસ, HP, બોટ, શાઓમી, બોશ, ક્રોમ્પટન અને શાર્કનીન્જા જેવી અગ્રણી બ્રાન્ડ્સ તરફથી 500 થી વધુ નવા લોન્ચ સાથે ગ્રાહકો સ્માર્ટફોન, ટેલિવિઝન, મોટા એપ્લાયન્સિસ, એસેસરીઝ અને બીજા વધુ ઉત્પાદનો સહીત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધીની આકર્ષક ડીલ્સનો લાભ લઈ શકે છે.
  • એમેઝોન પે પ્રાઇમ ડેની 10મી વર્ષગાંઠ અત્યાર સુધીની સૌથી વધુ લાભદાયી વર્ષગાંઠ છે, જેમાં એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ અને એમેઝોન પે લેટર પર ત્રણ મહિનાનો નો કોસ્ટ EMI, જેનો લાભ મળશે હવે જીવનની દરરોજની જરૂરી ચીજવસ્તુઓ, ઘર અને રસોડાના ઉત્પાદનો અને વધુ સહિતની તમામ શ્રેણીઓમાં.
  • ગ્રાહકો SBI અને Axis બેંક ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારોનો ઉપયોગ કરીને ચુકવણી પર 10% સુધીની બચત સાથે ઘણી બધી બચત કરી શકે છે.
  • ગુજરાતમાં, ગ્રાહકો તેમના ઘરો અને તેમની ટેકનોલોજી, બંને એકસાથે અપગ્રેડ કરી રહ્યા છે, જેમાં પ્રીમિયમ મોટા એપ્લાયન્સિસની માંગ વાર્ષિક ધોરણે 90% થી વધુ વધી રહી છે, AI-સક્ષમ લેપટોપ અને ટેબ્લેટ્સની માંગ બમણી થઈ રહી છે, અને આ અપગ્રેડની લહેર હવે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં ફેલાઈ રહી છે.
  • ગુજરાતના 2,50,000 થી વધુ વિક્રેતાઓ ભારતભરના ગ્રાહકો સુધી પહોંચવા માટે Amazon.in નો ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી રાજ્યભરના વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકો માટે વૃદ્ધિની નવી તકો ખુલી છે.
  • ગુજરાતમાં તેની કામગીરી અને ફુલફિલમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં એમેઝોનના સતત રોકાણથી ડિલિવરીની ગતિમાં સુધારો થયો છે, જેમાં સેમ ડે દિવસે ડિલિવરીમાં 20% નો વધારો થયો છે, જ્યારે અમદાવાદમાં નેક્સટ ડે ડિલિવરીમાં 25% થી વધુનો વધારો થયો છે.

અમદાવાદ, ગુજરાત | ૨૬ જૂન ૨૦૨૬ | Amazon.in એ ખાસ પ્રાઇમ સભ્યો માટે 72 કલાકની ડીલ્સ, બચત, નવા લોન્ચ અને વિશિષ્ટ મનોરંજન સાથે પ્રાઇમ ડે 2026 ની 10મી આવૃત્તિ 04 જુલાઈના રોજ રાત્રે 12:00 થી 06 જુલાઈના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલશે તેવી જાહેરાત કરી છે. ભારતમાં પ્રાઇમ ડેની 10મી આવૃત્તિને ઉજવવા માટે, એમેઝોન નવા સભ્યો માટે મર્યાદિત સમયગાળાની વર્ષગાંઠની ઓફર શરુ કરી રહ્યું છે – જેમાં વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપ (રૂ. 1,499) માત્ર રૂ. 999 માં, એટલે કે ફ્લેટ રૂ. 500 ની છૂટ, જે પ્રાઇમ સભ્યો અત્યાર સુધીની સૌથી મોટી બચત કરી શકશે. ગ્રાહકો શોપિંગ એડિશન પ્લાન સાથે માત્ર રૂ. 299/વર્ષ (રૂ. 399 થી) થી શરૂ થતા પ્રાઇમ અને પ્રાઇમ લાઇટમાં માત્ર રૂ. 599/વર્ષ (રૂ. 799 થી) માં જોડાઈ શકે છે, જેનાથી પ્રાઇમ ડે દરેક પ્રાઇસ પોઇન્ટ પર એક્સેસ કરી શકાશે. પ્રાઇમ લાઇટ અને શોપિંગ એડિશનના હાલના સભ્યો, પ્રાઇમ ડે પહેલા સંપૂર્ણ પ્રાઇમ અનુભવમાં અપગ્રેડ કરી શકે છે. ગ્રાહકો SBI અને એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારોનો ઉપયોગ કરીને ચુકવણી પર 10% સુધી બચાવી શકે છે. એમેઝોન પે એ બનાવ્યું આને અત્યાર સુધીનો સૌથી વધુ લાભદાયી પ્રાઇમ ડે – એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ અને એમેઝોન પે લેટર પર ત્રણ મહિનાનો નો કોસ્ટ EMI નો લાભ હવે મળશે જીવનની દરરોજની જરૂરી ચીજવસ્તુઓ અને ઘર અને રસોડાના ઉત્પાદનો સહિત તમામ શ્રેણીઓમાં. ગ્રાહકો શૂન્ય પ્રોસેસિંગ ફી સાથે EMI વ્યવહારો પર વધારાના કેશબેકનો આનંદ માણી શકે છે. પ્રાઇમ ગ્રાહકો એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે 5% અમર્યાદિત કેશબેકનો લાભ મેળવી શકે છે.

આ પ્રાઇમ ડે પર, પ્રાઇમ સભ્યોને સેમસંગ, LG, વનપ્લસ, લેનોવો, આસુસ, HP, બોટ, શાઓમી, બોશ, ક્રોમ્પટન અને શાર્કનિન્જા જેવી અગ્રણી ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સ તરફથી 500 થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ અને પહેલા ક્યારેય ન જોયેલી ડીલ્સની વિશિષ્ટ ઍક્સેસ સહીત નાના અને મધ્યમ વ્યવસાયો (SMBs) ના ઉત્પાદનો ખરીદવાની તક પણ મળશે. પ્રાઇમ સભ્યો સ્માર્ટફોન, TV, એપ્લાયન્સિસ, ફેશન અને બ્યુટી, ગ્રોસરીઝ, ઓટોમોબાઇલ્સ અને એસેસરીઝ, સ્પોર્ટ્સ અને ફિટનેસ ઇકવીપમેન્ટ, દરરોજની જરૂરી ચીજ-વસ્તુઓ, એમેઝોન ડિવાઇસ, ઘર અને રસોડાની વસ્તુઓ, ફર્નિચર અને વધુમાં 80% સુધીની છૂટ સાથે મોટી બચત કરી શકે છે.

એમેઝોન પર પ્રથમ વખત, એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ અને એમેઝોન પે લેટર પર શૂન્ય વ્યાજ અને શૂન્ય પ્રોસેસિંગ સાથે નો કોસ્ટ EMI નો લાભ તમામ શ્રેણીઓમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે – એટલે કે ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સિસથી લઈને જીવનની દરરોજની જરૂરી ચીજવસ્તુઓ, કરિયાણા અને ઘર અને રસોડાના ઉત્પાદનો સુધી. આ પૈસા વસુલ પ્રસ્તાવ પ્રાઇમ ડે 2025 ની વિશાળ સફળતાને અનુસરે છે, જેમાં એમેઝોન પે લેટરનો ઉપયોગ વાર્ષિક ધોરણે 50% થી વધુ વધ્યો છે. આ પ્રીમિયમ રિવોર્ડ્સને પોતાના 1 કરોડથી વધુ ડિજિટલ ક્રેડિટનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે સરળ અને સુલભ ક્રેડિટ સોલ્યુશન્સ સાથે જોડીને, એમેઝોન પે પારદર્શક અને લવચીક ફાઇનાન્સિંગને સરળતાથી સુલભ તેમજ અત્યંત લાભદાયી બનાવવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને સતત મજબૂત કરી રહ્યું છે.

ગુજરાતના 2,50,000 થી વધુ વિક્રેતાઓ ભારતભરના ગ્રાહકો સુધી પહોંચવા માટે Amazon.in નો ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી રાજ્યભરના વ્યવસાયો માટે વૃદ્ધિની નવી તકો ખુલી રહી છે. Amazon.in પર વિક્રેતાઓ મુખ્ય ભૂમિકા ભજવે છે, જે માત્ર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શ્રેણીમાં જ નહીં પરંતુ સમગ્ર બજારમાં વૃદ્ધિને વેગ આપે છે. રાજ્યમાં 2 ફુલફિલમેન્ટ સેન્ટર્સ અને 2 સોર્ટેશન સેન્ટર્સ સાથે પોતાની કામગીરીના વિસ્તરણમાં એમેઝોનના સતત રોકાણોએ ડિલિવરીની ઝડપ વધારવામાં મદદ કરી છે. વધુમાં, એમેઝોન લગભગ 90 એમેઝોનની માલિકીના અને પાર્ટનર ડિલિવરી સ્ટેશનોનું નેટવર્ક ધરાવે છે અને લગભગ 764 ‘આઈ હેવ સ્પેસ’ સ્ટોર્સ (હવે એમેઝોન હબ ડિલિવરી) ધરાવે છે, જે તેની છેલ્લા સ્તર સુધી ડિલિવરી કરવાની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે.

એમેઝોન ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના ડિરેક્ટર ઝેબા ખાને જણાવ્યું હતું કે, “પ્રાઈમ ડે ની 10 મી આવૃત્તિ પહેલા, અમે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર જેવા શહેરોમાં ઝડપી વૃદ્ધિ સહીત સમગ્ર ગુજરાતમાં મજબૂત ગતિ જોઈ રહ્યા છીએ. ગ્રાહકો વધુને વધુ પ્રીમિયમ અને AI-સંચાલિત ઉત્પાદનો તરફ અપગ્રેડ કરી રહ્યા છે – જેમાં પ્રીમિયમ મોટા એપ્લાયન્સિસની માંગ લગભગ બમણી થઇ ગઈ છે અને AI-સક્ષમ લેપટોપ અને ટેબ્લેટ આ સિઝનમાં સૌથી ઝડપથી વિકસતા સેગમેન્ટ છે. પ્રીમિયમ સ્માર્ટફોન અને સ્માર્ટ વેરેબલથી લઈને મોટી સ્ક્રીનવાળા ટેલિવિઝન અને AI-સક્ષમ એપ્લાયન્સિસ સુધી, ગ્રાહકો એવી ટેકનોલોજી શોધી રહ્યા છે જે ઉત્પાદકતા, સુવિધા અને રોજિંદા અનુભવોને બેહતર બનાવે. AI સ્ટોર, સ્માર્ટચોઇસ અને Rufus, Lens AI અને વધુ જેવા AI-સંચાલિત શોપિંગ ટૂલ્સ દ્વારા, અમે ગ્રાહકોને યોગ્ય ઉત્પાદનો ઝડપથી શોધવામાં મદદ કરી રહ્યા છીએ અને ગ્રાહકોને ખરીદીના નિર્ણયો વધુ આત્મવિશ્વાસ સાથે લેવામાં સક્ષમ બનાવી રહ્યા છીએ. ”

એમેઝોન પે ઇન્ડિયા ખાતે ક્રેડિટ અને લેન્ડિંગના ડિરેક્ટર મયંક જૈને જણાવ્યું હતું કે  – “ભારતમાં પ્રાઇમ ડે ની દસમી વર્ષગાંઠની ઉજવણીની સિદ્ધિ એ અમારા ગ્રાહકોએ વર્ષોથી અમારામાં મૂકેલા ઊંડા વિશ્વાસ અને વફાદારીનું પ્રતિબિંબ છે. અમારા એમેઝોન પે ICICI ક્રેડિટ કાર્ડ અને એમેઝોન પે લેટરના ગ્રાહકો માટે સરળ ક્રેડિટ સોલ્યુશન્સ સાથે 10% કેશબેક રજૂ કરીને અમે તેમને બચત કરવાની તક આપવા સહીત તેમના લાંબા ગાળાના વિશ્વાસનું સન્માન કરી રહ્યા છીએ અને એ વાતની ખાતરી કરી રહ્યા છીએ કે અમારા સૌથી વફાદાર પ્રાઇમ સભ્યોની ખરીદીની યાત્રા સરળ, સુરક્ષિત અને લાભદાયી બને. ગ્રાહક એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ પસંદ કરે કે એમેઝોન પે લેટર, અમે ખાતરી કરી રહ્યા છીએ કે તેઓ ખરીદીની દરેક શ્રેણીમાં અદભુત બચત અને સંપૂર્ણ પારદર્શિતાનો અનુભવ કરે.” 

ટાયર-2 અને ટાયર-3 શહેરો ગુજરાતના વિકાસના આગામી મોજાને વેગ આપી રહ્યા છે

અમદાવાદ ઉપરાંત, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, નવસારી, ભરૂચ અને સુરત જેવા શહેરો Amazon.in પર સૌથી ઝડપથી વિકસતા શહેરો તરીકે ઉભરી રહ્યા છે. મોટા એપ્લાયન્સિસની શ્રેણીમાં વાર્ષિક ધોરણે 60% થી વધુનો વધારો થયો છે, જેમાં ઘણા શહેરોમાં ત્રણ અંકોમાં વૃદ્ધિ જોવા મળી છે. પ્રીમિયમ રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીનો અને AI-સક્ષમ એપ્લાયન્સિસના વધતા જતા વપરાશ સાથે, એર કંડિશનર્સ વૃદ્ધિના મુખ્ય પ્રેરક બળ રહ્યા છે, જે રાજ્યની રાજધાનીની બહાર આધુનિક, કનેક્ટેડ ઘરો તરફ સ્પષ્ટ ઝુકાવ દર્શાવે છે.

ગ્રાહકો પ્રીમિયમ સ્માર્ટફોન અને AI-સંચાલિત ડિવાઇસીસ તરફ અપગ્રેડ કરી રહ્યા છે

સમગ્ર ગુજરાતના ગ્રાહકો વધુને વધુ પ્રીમિયમ ટેકનોલોજી અપનાવી રહ્યા છે. અમદાવાદમાં પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે AI-સક્ષમ લેપટોપ અને ટેબ્લેટની માંગ વર્ષ-દર-વર્ષે બમણી થઇ છે, જે સ્માર્ટ અને વધુ વ્યક્તિગત કમ્પ્યુટિંગ અનુભવોની વધતી માંગ દર્શાવે છે. ગ્રાહકો હવે ફક્ત ડિવાઇસીસ પર નહીં – તેઓ AI-નેટિવ વર્કફ્લો પર અપગ્રેડ કરી રહ્યા છે.

સ્વાસ્થ્ય અને ફિટનેસ ટ્રેન્ડ સ્માર્ટ વેરેબલ્સમાં વૃદ્ધિને આગળ ધપાવી રહ્યા છે

ગ્રાહકો ફિટનેસ અને વેલનેસ ટ્રેકિંગને વધુને વધુ પ્રાથમિકતા આપી રહ્યા હોવાથી સ્માર્ટવોચની માંગ વધવાથી અમદાવાદ અને ગુજરાતમાં વૃદ્ધિને ઝડપથી વેગ મળ્યો છે. વેરેબલ્સની શ્રેણીમાં સ્માર્ટ રિંગ્સ સૌથી ઝડપથી વિકસતા ડિવાઇસ તરીકે ઉભરી આવી છે, જે ગુજરાતમાં 300% થી વધુ વૃદ્ધિ નોંધાવવાની સાથે સામાન્ય ફિટનેસ ટ્રેકિંગથી હટીને હંમેશાં ચાલુ રહેતા હેલ્થ મોનિટરિંગ તરફનો બદલાવ દર્શાવે છે.

પ્રીમિયમ એપ્લાયન્સીસ અને કનેક્ટેડ હોમ્સ અપગ્રેડ્સને વેગ આપી રહ્યા છે

અમદાવાદમાં ગ્રાહકોએ સ્માર્ટ, વીજળી બચાવતા ઉત્પાદનો પસંદ કરી રહ્યા હોવાથી પ્રીમિયમ મોટા એપ્લાયન્સિસની માંગ વાર્ષિક ધોરણે 90% થી વધુ વધી છે, જે લગભગ બમણી થઇ ગઈ છે. ડિશવોશર્સમાં 170% અને પ્રીમિયમ રેફ્રિજરેટર્સમાં 165% થી વધુની વૃદ્ધિ થઈ છે, જે સૌથી આગળ રહેતી શ્રેણીઓ તરીકે ઉભરી આવી છે અને આ બાબત સ્પષ્ટ કરે છે કે ગુજરાતના પરિવારો હવે સુવિધાજનક અને આધુનિક હોમ લિવિંગમાં વધુ રોકાણ કરી રહ્યા છે.

ગ્રાહકો મોટી અને સ્માર્ટ સ્ક્રીન પસંદ કરી રહ્યા છે

ગ્રાહકો મોટા અને વધુ ઇમર્સિવ હોમ એન્ટરટેઇનમેન્ટ અનુભવોમાં રોકાણ કરી રહ્યા છે. મોટી સ્ક્રીનવાળા સ્માર્ટ TV, QLED TV અને મીની LED ટીવીની માંગ સતત વધી રહી છે, જેમાં ગ્રાહકો સ્ટાન્ડર્ડ ડિસ્પ્લેને બદલે પ્રીમિયમ વ્યુઇંગ ફોર્મેટ પસંદ કરી રહ્યા છે – જે દર્શાવે છે કે ગુજરાતના પરિવારો હવે ઘરમાં એકસાથે બેસીને કન્ટેન્ટ જોવા માટે પોતાની પસંદગીમાં સ્પષ્ટ બદલાવ લાવી રહ્યા છે.

Amazon.in સમગ્ર ભારતમાં ગ્રાહકોને જયારે જરૂર પડે ત્યારે ઉત્પાદનોનો સૌથી મોટી શ્રેણી પ્રદાન કરે છે – જેમાં હજારો ઉત્પાદનો મિનિટો અથવા થોડા કલાકોમાં ડિલિવર કરવામાં આવે છે, 10 લાખથી વધુ ઉત્પાદનોની સેમ ડે ડિલિવરી, 40 લાખથી વધુ ઉત્પાદનોની નેક્સટ ડે ડિલિવરી અને અન્ય કરોડો ઉત્પાદનોની અનલિમિટેડ, મફત અને ફાસ્ટ પ્રાઇમ ડિલિવરી કરવામાં આવે છે.

Amazon.in પર, AI-સંચાલિત ટુલ્સ ખરીદીને ઝડપી, સ્માર્ટ અને વધુ સરળ બનાવી રહ્યા છે. વાતચીત કરતું AI શોપિંગ આસિસ્ટન્ટ રુફસ ગ્રાહકોને વ્યક્તિગત ભલામણો, કિંમતની માહિતી અને ઉત્પાદનો વચ્ચે સરખામણી કરીને શ્રેષ્ઠ ઉત્પાદનો શોધવામાં મદદ કરે છે. લેન્સ AI જેવા ફીચર્સ વિઝ્યુઅલ સર્ચને સક્ષમ કરે છે જ્યારે AI રિવ્યૂ હાઇલાઇટ્સ અને ક્વિક વ્યૂ મુખ્ય વિગતો બતાવીને અને ગ્રાહકોને વિકલ્પોની સરળતાથી તુલના કરવામાં મદદ કરીને તેમના માટે નિર્ણય લેવાનું સરળ બનાવે છે. એકસાથે, આ નવીનતાઓ ગ્રાહકોને યોગ્ય ઉત્પાદનો ઝડપથી શોધવામાં અને વધુ આત્મવિશ્વાસ સાથે ખરીદી કરવામાં મદદ કરે છે. આ પ્રાઇમ ડે પર ગ્રાહકો પ્રાઇમ પ્લેબેક દ્વારા તેમની પ્રાઇમ યાત્રા ફરી જોઈ શકે છે – જે પ્રાઇમ સભ્ય તરીકે તેમણે શું ખરીદી કરી, શું જોયું અને શું સાચવ્યું તેની AI સંચાલિત ઝલક છે.

== સમાપ્ત ==

Related posts

કર્ણાટકની સ્કૂલ-કોલેજોમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવાયો

Master Admin

Samsung Announces Pre Reserve for Next Generation of Galaxy Foldables in India

Reporter1

American Pecans Partners with Hyatt Group for Exclusive Festive Menu “The Indulgent” American Pecans Festival across Mumbai, Delhi, and Ahmedabad

Reporter1

Leave a Comment

Translate »