Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
EducationGujarat

ધો. ૧૦ અને ૧૨ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર

માનસિક તણાવને દૂર કરવા માટે આ પહેલ કરવામાં આવી

એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ આપશે સીધું માર્ગદર્શન, ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતી ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા માટે બોર્ડ સજ્જ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક અત્યંત રાહતરૂપ અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી ૨૬ હ્લીહ્વિેટ્ઠિઅ, ૨૦૨૬ થી શરૂ થઈ રહેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની મુખ્ય જાહેર પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને બોર્ડે વિશેષ ’હેલ્પલાઇન સેવા’શરૂ કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. પરીક્ષાના દિવસો નજીક આવતા જ વિદ્યાર્થીઓમાં જોવા મળતા સ્વાભાવિક ’પરીક્ષાના ડર’ અને માનસિક તણાવને દૂર કરવા માટે આ પહેલ કરવામાં આવી છે.

બોર્ડના સચિવ આર.આર. વ્યાસના જણાવ્યા અનુસાર, આ નિઃશુલ્ક ટેલિફોનિક સેવા ૧૨ હ્લીહ્વિેટ્ઠિઅ, ૨૦૨૬ થી શરૂ થશે અને ૧૮ સ્ટ્ઠષ્ઠિર, ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓ, વાલીઓ કે શાળા સંચાલકો સવારે ૧૧ઃ૦૦ છસ્ થી સાંજે ૦૬ઃ૦૦ ઁસ્ સુધીના સમયગાળા દરમિયાન ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પર કોલ કરીને સીધું માર્ગદર્શન મેળવી શકશે. રજાના દિવસોમાં પણ આ સેવા ચાલુ રહેશે જેથી વિદ્યાર્થીઓને સતત મદદ મળી રહે.

ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરને કારણે ડિપ્રેશનમાં આવી જતા હોય છે અથવા નાની અમથી મુશ્કેલીમાં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસતા હોય છે. આવા સમયે તેમને યોગ્ય દિશા બતાવવા માટે હેલ્પલાઇન પર વિષય નિષ્ણાતો ઉપરાંત ’એક્સપર્ટ કાઉન્સેલર’ અને અનુભવી ’સાયકોલોજિસ્ટ’ હાજર રહેશે. આ નિષ્ણાતો વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળીને તેમને શાંત કરશે અને યોગ્ય ઉકેલ આપશે.

આ હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીઓને માત્ર માનસિક હૂંફ જ નહીં, પરંતુ પરીક્ષાલક્ષી ટેકનિકલ માર્ગદર્શન પણ મળશે. કાઉન્સેલરો વિદ્યાર્થીઓને છેલ્લા દિવસોમાં ’સમયનું આયોજન કેવી રીતે કરવું, યાદશક્તિ વધારવાની ટિપ્સ અને પરીક્ષાખંડમાં પેપર લખવાની પદ્ધતિ વિશે સચોટ માર્ગદર્શન પૂરું પાડશે. વાલીઓ પણ પોતાના બાળકના વર્તનમાં થતા ફેરફાર અંગે અહીં ચર્ચા કરી શકશે.

પરીક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો, સતત બીજા વર્ષે બોર્ડની પરીક્ષાઓ પરંપરાગત માર્ચ મહિનાને બદલે ફેબ્રુઆરીના અંતમાં એટલે કે ૧૫ ડ્ઢટ્ઠઅજ વહેલી યોજાઈ રહી છે. સત્તાવાર કાર્યક્રમ મુજબ, ધોરણ-૧૦ (જીજીઝ્ર) ની પરીક્ષા ૨૬ હ્લીહ્વિેટ્ઠિઅ થી ૧૬ સ્ટ્ઠષ્ઠિર સુધી ચાલશે. જ્યારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ (જીષ્ઠૈીહષ્ઠી) ની પરીક્ષા ૨૬ હ્લીહ્વિેટ્ઠિઅ થી ૧૩ સ્ટ્ઠષ્ઠિર સુધી અને સામાન્ય પ્રવાહ ની પરીક્ષા ૧૬ સ્ટ્ઠષ્ઠિર સુધી ચાલવાની છે.

ઉલ્લેખનીય છે કે, આ તમામ વિદ્યાર્થીઓએ ગત ૭ ર્દ્ગદૃીદ્બહ્વીિ, ૨૦૨૫ થી ૬ ડ્ઢીષ્ઠીદ્બહ્વીિ, ૨૦૨૫ દરમિયાન બોર્ડની સત્તાવાર વેબસાઇટ ુુુ.ખ્તજીહ્વર્.ખ્તિ પર ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હવે જ્યારે પરીક્ષાના આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. બોર્ડે તમામ વિદ્યાર્થીઓને કોઈપણ શૈક્ષણિક કે માનસિક મૂંઝવણ હોય તો સંકોચ રાખ્યા વિના ફોન કરવા અનુરોધ કર્યો છે.

GSEB ની હેલ્પલાઇન સેવા ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી શરૂ થશે અને ૧૮ માર્ચ, ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે.

Related posts

દરેકને શિક્ષણનો લાભ મળે તે આશયથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત‘માઇલ્સ એન માઇન્ડ્સ’ રનનું આયોજન કરાયું

Master Admin

વિરમગામના ભરબજારમાં નશામાં ચૂર પોલીસ કોન્સ્ટેબલનો હંગામો

Master Admin

ગુજરાતમાં ૨૦૦ પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી!

Master Admin

Leave a Comment

Translate »