Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

પાકિસ્તાનની મુશ્કેલી વધી, વધુ એક મેચ કેન્સલ થવાની ભીતિ

ભારતનો બહિષ્કાર ભારે પડશે!

પાકિસ્તાની ટીમની પ્રથમ મેચ ૭મીએ કોલંબોમાં નેધરલેન્ડ સામે છે : ભારે વરસાદની આગાહી વચ્ચે મેચ ધોવાઈ જાય તેવી શક્યતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામાબાદ, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬: T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ભારત સામે રમવાનો ઇનકાર કર્યા બાદ હવે પાકિસ્તાન પર ટૂર્નામેન્ટમાંથી વહેલા બહાર ફેંકાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં ગ્રુપ છ માં રહેલી પાકિસ્તાની ટીમની પ્રથમ મેચ ૭ ફેબ્રુઆરીએ કોલંબોમાં નેધરલેન્ડ સામે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આખું અઠવાડિયું ભારે વરસાદ અને વીકએન્ડ પર વાવાઝોડાની શક્યતા છે. જો આ મેચ વરસાદમાં ધોવાઈ જાય, તો પાકિસ્તાન માટે સુપર ૮ માં પહોંચવું લગભગ અશક્ય બની જશે, કારણ કે ભારત સામેની મેચના ૨ પોઈન્ટ્‌સ તે પહેલેથી જ ગુમાવી ચૂક્યું છે.

પાકિસ્તાને બાંગ્લાદેશનું સમર્થન કરવાના બહાને ભારત સામે ૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી મેચ રમવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. જોકે, ગયા વર્ષે જ બંને દેશો વચ્ચે ન્યુટ્રલ વેન્યુ પર રમવાની સમજૂતી થઈ હતી, જેનો હવે પાકિસ્તાન ભંગ કરી રહ્યું છે. ICC એ આ મામલે પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

જો નેધરલેન્ડ સામેની પ્રથમ મેચ રદ થાય અને ભારત સામેની મેચ પાકિસ્તાન ન રમે, તો અમેરિકા (USA) સામેની મેચ તેમના માટે કરો યા મરો જેવી બની જશે.

નોંધનીય છે કે ૨૦૨૪ ના વર્લ્ડ કપમાં અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. જો આ વખતે પણ પાકિસ્તાન હારે અથવા વરસાદ પડે, તો તેઓ વર્લ્ડ કપમાંથી સત્તાવાર રીતે બહાર થઈ જશે.

Related posts

રોમાંચક મેચમાં આખરે સાઉથ આફ્રિકાની જીત

Master Admin

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બોયકોટ ડ્રામા વચ્ચે BCCIનું મોટું નિવેદન

Master Admin

SETVI અને ગૌરવ નાટેકરે સાથે મળીને વર્લ્ડ પિકલબોલ લીગ (WPBL) લોન્ચ કરી

Reporter1

Leave a Comment

Translate »