Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

બે દિવસ પહેલાં મંજૂર રાખેલા મતદારો પણ મત આપી શકશેઃ સુપ્રીમ કોર્ટ

પ.બંગાળમાં ટ્રિબ્યુનલે

૨૩ અને ૨૯ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે અનુક્રમે ૨૧ અને ૨૭ એપ્રિલે નામ મંજૂર થયા હોય તેવા લોકો પણ મત આપી શકશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૭ એપ્રિલ ૨૦૨૬ — પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતાધિકાર સંદર્ભે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એપલેટ ટ્રિબ્યુનલે ચૂંટણીના બે દિવસ પહેલા પણ મતદાર યાદીમાં સમાવેશ માટે મંજૂર રાખ્યા હોય તેવા મતદારો મત આપી શકશે. પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ૨૩ અને ૨૯ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે અનુક્રમે ૨૧ અને ૨૭ એપ્રિલે નામ મંજૂર થયા હોય તેવા લોકો પણ મત આપી શકશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ ચુકાદા પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી. પશ્ચિમ બંગાળમાં હાથ ધરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (સર)ની કવાયતને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન બંધારણની કલમ ૧૪૨ અન્વયે મળેલી સત્તા મુજબ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જોય માલ્યા બાગચીની બેન્ચે પશ્ચિમ બંગાળમાં મતાધિકાર સંદર્ભે આ ચુકાદો આપ્યો હતો. સરના કારણે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાંથી મોટા પાયે નામ કમી થયેલા છે, જેના કારણે ચૂંટણી પંચ તથા પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે વિવાદ સર્જાયો છે અને મામલ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશથી જ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં સરની કવાયત માટે જ્યુડિશિયલ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. ચૂંટમી પંચ અને પશ્ચિમ બંગાળ સરકારે પરસ્પર અવિશ્વાસ વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે ૨૦ ફેબ્રુઆરીના રોજ આપેલા હુકમ અન્વયે ડિસ્ટ્રિક્ટ જજ અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજને સરની કામગીરીમાં જવાબદારી સોંપવામાં આવી હતી. ૯૦૦ જેટલા જ્યુડિશિયલ અધિકારી આ પ્રક્રિયામાં જોડાયા હતા. તેમણે ૬૦ લાખ વાંધા અરજીનો નિકાલ કર્યો હતો અને ૨૭ લાખ મતદારોને યાદીમાંથી બહાર કાઢવાના પગલાને યથાવત રાખ્યુ હતું. જ્યુડિશિયલ અધિકારીઓના નિર્ણયથી નારાજ હોય તેવા લોકોની અરજી પર સુનાવણી માટે રાજ્યમાં ૧૯ એપલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી હતી.

Related posts

પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના પેટ્રોલિયમ મંત્રીના સંકેત

Master Admin

નેપાળમાં મોટી દુર્ઘટનાઃ ત્રિશૂલી નદીમાં બસ ખાબકતા ૧૭ના મોત

Master Admin

ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે

Master Admin

Leave a Comment

Translate »