સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
સને ૧૯૯૧ નાં અરસામાં ભારત દેવાળિયો નીકળવાની અણી ઊપર!ખજાનામાં માત્ર ૧૫ દિવસનું ડોલરનું સોનું બાકી!દુનિયા કહેતી “ભારત તૂટી જશે”. એવા સમયે દિલ્હીની ગાદી પર બેઠા એક શાંત, ચશ્માધારી, ૭૦ વર્ષના માણસ.
નામઃ પામુલાપર્તિ વેંકટ નરસિંહા રાવ. દુનિયાએ તેમને કહ્યું “મૌની બાબા”.કિન્તુ, આ મૌનની અંદર તોફાન ચાલતું હતું!
ભાગ ૧ઃ કોણ હતા નરસિંહા રાવ?
૧. ભાષાના જાણકારઃ ૧૭ ભાષા આવડતી. તેલુગુ, હિન્દી, અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત, ફ્રેન્ચ, અરબી. લાઈબ્રેરીમાં રાત વિતાવતા.
૨. કિસાનના દીકરાઃ આંધ્રપ્રદેશના નાના ગામના. કાયદો, ખેતી બંનેનો અભ્યાસ.
૩. કાંગ્રેસના ચાણક્યઃ ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના સમયમાં ગૃહમંત્રી, વિદેશમંત્રી, સંરક્ષણમંત્રી રહ્યા. ક્યારેય પ્રચાર ન કર્યો.
સુમારે ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા પછી કાંગ્રેસ પાસે કોઈ વિકલ્પ નહોતો. બધાએ કહ્યું “રાવ સાહેબને બનાવો, એ શાંત છે, ઝઘડા નહીં કરે”.
ભાગ ૨ઃ મૌનની પાછળનું તોફાન – ૧૯૯૧ના સુધારા
વડાપ્રધાન બન્યા ત્યારે ૩ સમસ્યાઃ
૧. આર્થિક સંકટઃ ૈંસ્હ્લ પાસેથી દેવું લેવું પડે એમ હતું. શરત હતી “લાયસન્સ રાજ ખતમ કરો”
૨. રાજકીય અસ્થિરતાઃ સંસદમાં બહુમતી નહોતી. દરરોજ સરકાર પડી શકે.
૩. સામાજિક તણાવઃ બાબરી-મંડલનો મુદ્દો ગરમ.
રાવજીએ બૂમો ન પાડી. મીટીંગ ન કરી. ફક્ત ૨ માણસને બોલાવ્યાઃ
ડો. મનમોહન સિંહ – નાણામંત્રી અને મોન્ટેક સિંહ આહલુવાલિયા.
અને શરૂ થયું “શાંત ક્રાંતિ”.
કર્યા શું?
૧. લાયસન્સ રાજ ખતમઃ ૫૦ વર્ષથી ચાલતો પરવાનગીનો રાજ ખતમ. હવે ઉદ્યોગપતિ સીધો ફેક્ટરી નાખી શકે.
૨. વિદેશી રોકાણના દરવાજા ખોલ્યાઃ સ્ટ્ઠિેૈં પછી ર્ૐહઙ્ઘટ્ઠ, ર્દ્ગૌટ્ઠ, ર્ઝ્રષ્ઠટ્ઠ-ર્ઝ્રઙ્મટ્ઠ ભારતમાં આવ્યા.
૩. ટેક્સ ઓછા કર્યાઃ ૫૬% ટેક્સ ૩૦% કર્યો. કાળું નાણું બહાર આવ્યું.
૪. રૂપિયાનું અવમૂલ્યનઃ નિકાસ વધારવા રૂપિયો સસ્તો કર્યો.
પરિણામ? ૬ મહિનામાં ભારત બરબાદ થવાને બદલે દુનિયાની ૫મી મોટી અર્થવ્યવસ્થા બનવાના રસ્તે નીકળ્યું.
ભાગ ૩ઃ વિદેશનીતિના ગુરુ
રાવજી બોલતા ઓછા, પણ વિદેશમાં બધા સાથે દોસ્તી કરી.
“ર્ન્ર ઈટ્ઠજં ર્ઁઙ્મૈષ્ઠઅ” લાવ્યા. જાપાન, કોરિયા, છજીઈછદ્ગ દેશો સાથે વેપાર શરૂ કર્યો.
ઈઝરાયેલ સાથે ગુપ્ત સંબંધ બનાવ્યા. અમેરિકા-રશિયા બંનેને સાચવ્યા.
એકલા હાથે શીત યુદ્ધ પછી ભારતને નવું સ્થાન અપાવ્યું.
ભાગ ૪ઃ તો “મૌની બાબા” કેમ કહેવાયા?
૩ કારણઃ
૧. બોલતા ઓછાઃ સંસદમાં કલાકો સુધી ચૂપ બેસી રહે. વિરોધી બોલીને થાકી જાય.
૨. સાધુ જેવાઃ સાદુ જીવન, મોટા ભાષણ નહીં. પાઇપ પીતા અને પુસ્તક વાંચતા.
૩. રાજનીતિઃ પોતાનું કામ થાય ત્યાં સુધી મૌન રહે. વિરોધીને ખબર પણ ન પડે અને કાયદો પાસ થઈ જાય.
વિરોધીઓ કહેતા “કંઈ કરતા નથી”. પણ જ્યારે ખબર પડી ત્યારે સુધારા પાસ થઈ ગયા હતા.
ભાગ ૫ઃ દુઃખદ અંત
સરકાર પૂરી થયા પછી તેમના પર ભ્રષ્ટાચારના કેસ. કાંગ્રેસે જ તેમને ભૂલી ગયા.
અંતિમ સંસ્કાર દિલ્હીમાં જગ્યા ન મળી. આંધ્રમાં કરવા પડ્યા.
ઈતિહાસે મોડા ઓળખ્યા. ૨૦૨૪માં ભારત રત્ન આપ્યો.
એ વાસ્તે પરામર્ષ બાદ નિષ્કર્ષઃ
નરસિંહા રાવ સાબિત કરી ગયા કે નેતા માટે અવાજ ઉંચો હોવો જરૂરી નથી, નિર્ણય મજબૂત હોવો જોઈએ.
તેઓ બોલ્યા નહીં, પણ ભારતનું અર્થતંત્ર બોલતું કરી ગયા!અંતે,અરે રે, વિવાદીત બાબરી મશીદ ઘ્વંશ થયા પછી પણ રાજગાદી પર મૌનવ્રત હેઠળ રહી પોતાની આખી ટર્મ પૂર્ણ કરી એક આઘાતસહ આશ્ચર્ય વ્યક્ત કર્યું!અત્રે ઉલ્લેખનીય અને નોંધકીય ઘટનાક્રમ મુજબ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વરિષ્ઠ પત્રકારો – તંત્રીઓ વૈચારિક ગોષ્ઠીમાં હાસ્યની છોળો રાજકીય ક્ષેત્રે ઉત્પન્ન કરતા ત્યારે પણ રાવ પોતાના ચહેરા પર સ્મિત વેરતા નો’હતા! એ તેઓનું ભેદી રહસ્ય અને બુલંદ મૌનની ચાડી દર્શાવે છે!

