Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી!

BCCI ના કડક નિયમો અને કાર્યવાહીની શક્યતા

રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં વેપિંગ (ઈ-સિગારેટ) કરતા કેમેરામાં કેદ થઈ ગયા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૯ એપ્રિલ ૨૦૨૬ — મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સની રોમાંચક જીત બાદ એક નવો વિવાદ સર્જાયો છે. ટીમના કેપ્ટન રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં વેપિંગ (ઈ-સિગારેટ) કરતા કેમેરામાં કેદ થઈ ગયા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાનની ટીમે ૨૨૩ રનનો વિશાળ લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર પાડ્યો હતો, પરંતુ આ ભવ્ય જીત પર રિયાન પરાગની આ હરકતે પાણી ફેરવી દીધું છે. વાયરલ વીડિયોમાં પરાગ ડ્રેસિંગ રૂમમાં યશસ્વી જાયસ્વાલ અને ધ્રુવ જુરેલની હાજરીમાં ઈલેક્ટ્રોનિક વેપ ડિવાઈસનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે. પરાગે આ વાત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેમેરાની નજરથી બચી શક્યા નહીં.

IPL ના શિસ્તભંગના નિયમો મુજબ ડ્રેસિંગ રૂમ કે ડગઆઉટમાં કોઈપણ પ્રકારનું સ્મોકિંગ કે વેપિંગ સખત રીતે પ્રતિબંધિત છે. આ મામલે હવે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા તપાસ થઈ શકે છે. પરાગને ભારે દંડ, ચેતવણી અથવા મેચ બેનનો સામનો કરવો પડી શકે છે. ભારતમાં PECA ૨૦૧૯ હેઠળ ઈ-સિગારેટ અને વેપિંગ ડિવાઈસ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આ કાયદા હેઠળ દંડ અને જેલની સજાની જોગવાઈ પણ છે.

રાજસ્થાન રોયલ્સ માટે આ પહેલો વિવાદ નથી. અગાઉ ટીમના મેનેજર રોમી ભિંડરને ડગઆઉટમાં ફોન વાપરવા બદલ ૧ લાખનો દંડ થયો હતો. હવે કેપ્ટનની આ હરકતે ટીમના અનુશાસન પર સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો પણ ટીમના કેપ્ટનના આવા વર્તન સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Related posts

ભારતના સૌથી મોટા ક્રિએટર માર્કેટપ્લેસમાંથી એક મીશો પર લોન્ચ થયું: પ્રથમ વર્ષમાં 14.5 મિલિયન વપરાશકર્તાઓ અને 21,000 પ્રભાવકો સાથે કન્ટેન્ટ કોમર્સ શરૂ થશે

Reporter1

IndianOil UTT Season 6: Harmeet Desai Downs Sathiyan G in Epic, Yet Dabang Delhi Deny Dempo Goa Challengers a Comeback

Reporter1

T20 વર્લ્ડકપના બોયકોટ ડ્રામામાં ફસાયું પાકિસ્તાન

Master Admin

Leave a Comment

Translate »