Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

સૂર્યકુમાર યાદવને T20 કેપ્ટન પદેથી હટાવવામાં આવી શકે

શ્રેયસ ઐયર બનશે ભારતીય ટીમનો નવો કેપ્ટન

હાલમાં ૨૦૨૭ના વનડે વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત છે, પરિણામે પસંદગીકારોએ ટીમના ભાવિ નેતૃત્વ પર વિચારી રહ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ એપ્રિલ ૨૦૨૬ — ૨૦૨૮ના T20 વર્લ્ડ કaપમાં ટીમ ઈન્ડિયા કેવી હશે તેની યોજના અત્યારથી બનાવવામાં આવી રહી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે ૨૦૨૬નો T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તાજેતરના અહેવાલો અનુસાર પસંદગી સમિતિ શ્રેયસ ઐયરને T20 ટીમની કેપ્ટનશીપ સોંપવા માટે ઉત્સુક છે. આનો અર્થ એ થાય કે ટીમમાં સૂર્યકુમાર યાદવનું સ્થાન જોખમમાં હોય તેવું લાગે છે, કારણ કે તે લાંબા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવના કાર્યકાળ પછી T20 ટીમની કમાન શ્રેયસ ઐયરને સોંપવામાં આવી શકે છે. શ્રેયસ પાસે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કેપ્ટનશીપનો વ્યાપક અનુભવ છે અને હાલમાં તે ૨૦૨૬ની T20 સીઝનમાં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે.

બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે ઐયરે છેલ્લે ૨૦૨૩માં ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને હાલમાં તે ટીમનો ભાગ નથી. તેને ટીમમાં પાછો લાવવો અને અચાનક તેને કેપ્ટનશીપ સોંપવી એ એક મહત્વપૂર્ણ નિર્ણય હશે. હાલમાં ૨૦૨૭ના વનડે વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત છે, પરિણામે પસંદગીકારોએ ટી૨૦ ટીમના ભાવિ નેતૃત્વ પર વિચાર-વિમર્શ કરવા માટે જરૂરી સમય શોધી કાઢ્યો છે.

શ્રેયસ ઐયર કેપ્ટન તરીકે બહોળો અનુભવ ધરાવે છે. ૨૦૧૮માં ઐયરે દિલ્હી ડેરડેવિલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત થયો હતો. તેના નેતૃત્વમાં જ દિલ્હી ફ્રેન્ચાઇઝ ૨૦૨૦ આઈપીએલ સીઝનની ફાઇનલમાં પહોંચી હતી. ૨૦૨૨માં તે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)માં જોડાયો અને માત્ર બે વર્ષ પછી ૨૦૨૪માં કેકેઆર ટીમે ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટ્રોફી જીતી.

તેણે પંજાબ કિંગ્સનું નસીબ પણ બદલી નાખ્યું છે. ૨૦૧૪થી ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહેલી પંજાબ ટીમને શ્રેયસ ઐયરે તેના નેતૃત્વમાં ૨૦૨૫ની ફાઈનલમાં પહોંચાડી હતી. વધુમાં ઐયરનું ચાલુ IPL સીઝનમાં કેપ્ટન તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન યથાવત છે. પંજાબ વર્તમાન સીઝનમાં હજુ સુધી એકમાત્ર અપરાજિત ટીમ છે, જે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

Related posts

ટી૨૦ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકોઃ પેટ કમિન્સ આખી ટૂર્નામેન્ટમાંથી આઉટ

Master Admin

Juggernaut FC to represent Gujarat at AIFF Hero Futsal Club Championship

Reporter1

GCCI Youth Committee holds player auction ahead of GYPL VII Cricket League Six teams, 130+ players to participate in GYPL VII Cricket League GYPL VII Cricket League to take place from February 28 to March 2

Reporter1

Leave a Comment

Translate »