Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratHealth Care

હવામાન વિભાગે ત્રણ દિવસ યલો એલર્ટની આગાહી કરી

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪થી ૭ માર્ચ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની શક્યતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૮ માર્ચ ૨૦૨૬ — ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના વિસ્તારોનું તાપમાન સતત વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ત્રણ દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. આ સાથે ચોથા દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાવવાની આગાહી દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોથાથી સાતમાં દિવસ એટલે કે ૪થી ૭ માર્ચ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની શક્યતા છે.

આ સાથે મહત્તમ તાપમાન માટે આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે, આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે પાંચ સે.નો વધારો થશે. ત્યારબાદ ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ન્યૂનતમ તાપમાન માટે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે બેથી ત્રણ સે. વધારો થશે. ત્યારબાદ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

આ સાથે વેધર રિપોર્ટમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, ત્યારબાદ ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે બેથી ત્રણ સેલ્સિયસનો વધારો થશે, ત્યારબાદ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસ ૨ અને દિવસ- ૩ (૯ અને ૧૦ માર્ચ) અને સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવસ-૨ થી દિવસ-૪ (૯ થી ૧૧ માર્ચ) દરમિયાન ગરમ અને ભેજવાળી હવાને કારણે અગવડતા (ડિસકમ્ફર્ટ) રહેવાની સંભાવના છે. ૮ થી ૧૦ માર્ચ સુધી ગુજરાતમાં યલો એલર્ટની આગાહી છે. આ સાથે ૧૧મી માર્ચના રોજ દરિયાકિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાવવાની આગાહી છે. આઠમી માર્ચના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં એટલે કે રાજકોટ અને કચ્છમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. ૯મી માર્ચના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, બરોડા અને સુરત જિલ્લામાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ગરમ અને ભેજવાળી હવા રહેવાની શક્યતા છે.

૧૦મી માર્ચના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, બરોડા અને સુરત જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે.

આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ગરમ અને ભેજવાળી હવા રહેવાની શક્યતા છે. ૧૧મી માર્ચના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ગરમ અને ભેજવાળી હવા રહેવાની શક્યતા છે.

Related posts

શિક્ષણ સમિતિના ભાજપના સભ્યએ સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટથી ખળભળાટ

Master Admin

Ride to Rise: HCG Hospitals, Rajkot દ્વારા બ્રેકફાસ્ટ બાઇક રેલી મારફતે કેન્સર જાગૃતિ અભિયાન

Master Admin

ગુજરાતીઓ હવે કાળઝાળ ગરમી માટે થઈ જાવ તૈયાર

Master Admin

Leave a Comment

Translate »