સંજય શ્રીવાસ્તવ
(મો) ૭૦૦૦૫ ૮૬૬૫૨
તમે જ્યારે સૌથી અમીર હોવ છો અને તેની સાથે ને સાથે શક્તિશાળી હોવ છો ત્યારે તમારામાં એક પાગલપન સવાર થઈ જાય છે અને તમે દુનિયા માટે એક ખતરો બની જાઓ છો. આજે આ જ હાલ ટ્રમ્પ અને અમેરિકાનો છે. એક સનકી રાષ્ટ્રપતિએ સમગ્ર વિશ્વની આર્થિક વ્યવસ્થાને તહેસ નહેસ કરી દીધી. આ યુદ્ધ માત્ર ઈરાન વિરુદ્ધ નથી પરંતુ તેના પ્રભાવમાં સમગ્ર વિશ્વ પરોક્ષ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે અને આમાંથી ઉભરતા બે ચાર વર્ષ લાગી જશે. ઈરાન અને ઈઝરાઈલને આમાંથી ઉભરતા દસ વર્ષ લાગી જશે. આ જ હાલ અખાતી દેશોનો થવાનો છે. ત્યાં પણ ભારે તબાહી મચી છે અને તેને ઠીક કરવામાં પૈસા અને સમય બંને લાગશે. જો ઈરાનને પાષાણ યુગમાં જ લઈ જવો હતો તો તેના પરમાણુ ઠેકાણા પર ત્રણ પરમાણુ બોમ્બ ફેંકી દેવાથી જ સો વર્ષની રજા થઈ જાત. આટલું રાયતું ફેલાવવાની જરૂર શું હતી. હકીકતમાં અમેરિકાએ ઈરાનને હળવાશમાં લઈ લીધું.
અમેરિકાને એવી બિલકુલ આશા નહોતી કે ઈરાન અમેરિકાના અખાતી દેશોના બેઝ પર હુમલો કરશે અને કરશે તો પણ આટલો અસરકારક હશે. અમેરિકાની અખાતી દેશોને આપવામાં આવેલી સુરક્ષા પ્રણાલી ઈરાની હુમલાઓમાં પૂરી રીતે નિષ્ફળ સાબિત થઈ. હકીકતમાં દુનિયામાં એવી કોઈ સુરક્ષા પ્રણાલી સો ટકા અભેદ્ય હોઈ શકતી નથી. તેમાં ગાબડું પડવાની ગુંજાઈશ બાકી રહે છે. હકીકતમાં દુશ્મનની પણ મારક ક્ષમતાનું અનુમાન લગાવવું અત્યંત મુશ્કેલ હોય છે. તમે તમારી સુરક્ષાને લઈને વધારે આશ્વસ્ત ન રહો. બની શકે કે તમારો દુશ્મન તમારાથી વધુ ચતુર હોય. અત્યારે ઈઝરાયલ અને અમેરિકા સાથે આ જ થઈ રહ્યું છે. ઈઝરાયલને પોતાના સુરક્ષા કવચ પર વધારે ભરોસો હતો પરંતુ તે ભરોસો ચકનાચૂર થઈ ગયો. આ યુદ્ધમાં ઈઝરાયલને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ ઈઝરાયલે અત્યારે જ એ નક્કી કરી લેવું જોઈએ કે તેણે પોતાના દુશ્મનોને પૂરી રીતે એ અવસ્થામાં લઈ આવવા છે કે આગામી પચાસ વર્ષો સુધી ઈઝરાયલમાં શાંતિ જળવાઈ રહે.
અમેરિકાનું સાચું પૂછો તો નુકસાન નહિવત થઈ રહ્યું છે. બે ચાર વિમાન પડી જવાથી અમેરિકાનું શું બગડી જવાનું છે. અત્યારે અમેરિકા માટે આર્થિક રીતે સારા દિવસો આવવાના સંકેત છે. આગામી દિવસોમાં અમેરિકન કંપનીઓના હથિયાર બહુ વ્યાપક સંખ્યામાં વેચાશે. અમેરિકા તેલ પણ વેચવાની વાત કરી રહ્યું છે. હકીકતમાં આ બધી રમત જ તેલની હતી પરંતુ અમેરિકાનો દાવ ઊંધો પડ્યો. ઈરાનના ટોચના નેતા માર્યા ગયા હોવા છતાં ત્યાં સત્તા પરિવર્તન ન થઈ શક્યું. ત્યાંની જનતા ખાર્મેનેઈના માર્યા ગયા પછી એકજૂથ થઈ ગઈ. અમેરિકાનો પ્લાન પૂરી રીતે ધ્વસ્ત થઈ ગયો. હવે અમેરિકા ગમે તેમ કરીને ઈરાનથી નીકળવા માંગે છે. પરંતુ ઈઝરાયલ તેને તેમ કરતા રોકવા માંગે છે કારણ કે ઈઝરાયલ પૂરી રીતે ઈરાનને ખતમ કરી દેવા માંગે છે. ઈઝરાયલ એવું નથી ઈચ્છતું કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવા લાયક રહે. એટલા માટે ઈઝરાઈલ આ તકને હાથથી જવા દેવા નથી માંગતું. ખાર્ગ દ્વીપ પર પણ અમેરિકાનો કબજો કરવો અત્યારે અશક્ય લાગી રહ્યો છે કારણ કે તેના માટે અમેરિકાએ જમીન પર પોતાના સૈનિકો ઉતારવા પડશે પરંતુ આ અમેરિકા માટે બહુ જોખમી કદમ હશે અને અમેરિકા આનાથી બચવા માંગશે. જો એવું થાય છે તો અમેરિકાનું ઈરાનથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. ત્યારે આ યુદ્ધ લાંબુ ચાલશે. અને તેમાં ઈરાન અને અમેરિકા બંનેને ભારે તબાહીનો સામનો કરવો પડશે. અત્યારે શ્રેષ્ઠ એ જ રહેશે કે આ યુદ્ધ જલ્દીમાં જલ્દી સમાપ્ત થાય. અને આ સમગ્ર વિશ્વ માટે સારું રહેશે.
ભારતમાં તેની અસર દૂરગામી હશે. અત્યારે ભલે સરકાર કોઈ પણ કદમ કેમ ન ઉઠાવે. તેલના ભાવ ચૂંટણી પછી વધવા નક્કી છે અને ત્યારબાદ મોંઘવારી બેફામ વધશે. આ સંકટ કોરોનાથી પણ વિકટ હશે. નિકાસ લગભગ ઠપ છે. ઘણી કંપનીઓ બંધ થવાના આરે આવી જશે. ઈંડા, ફળ, ચોખા વગેરે વસ્તુઓ જે નિકાસ થતી હતી તે અત્યારે બંધ થઈ ગઈ છે સ્થાનિક બજારમાં ભાવ મળવો મુશ્કેલ છે. ખેડૂતો માટે આ પરેશાનીનું કારણ બની ગયું છે. અખાતી દેશો અને ઈરાનમાં આનો સૌથી વધુ વપરાશ છે. સારું હોત આ યુદ્ધ જલ્દીમાં જલ્દી ખતમ થાય જેથી બધી ગતિવિધિઓ સુવ્યવસ્થિત રીતે ચાલી શકે. અમેરિકા આજ સુધી તેલ પાછળ જ પાગલ રહ્યું છે અને ત્યાંની સરકારોનું હંમેશા એ લક્ષ્ય રહ્યું છે કે તે ગમે તે રીતે એ દેશ પર કબજો કરી લે જ્યાં તેલનું ઉત્પાદન થતું હોય. રાષ્ટ્રપતિ કોઈ પણ પક્ષના હોય પરંતુ તે સૌનો ઉદ્દેશ્ય એક જ રહે છે. અમેરિકાની વિદેશ નીતિ માત્ર તેલની આસપાસ જ ઘૂમે છે. અખાતી દેશોમાં અમેરિકાની હાજરી આ જ વાતને દર્શાવે છે. અમેરિકા ત્યાં નાગની જેમ ફેણ ફેલાવીને બેઠેલું રહે છે. કહેવા ખાતર અમેરિકા એક લોકતાંત્રિક દેશ છે પરંતુ તે પણ રશિયા અને ચીનની જેમ વિસ્તારવાદી નીતિ પર જ ચાલે છે. અમેરિકાની સેના એટલી સશક્ત છે કે કોઈ પણ દેશ અમેરિકાને મનમાની કરતા રોકી શકતો નથી. આર્થિક રીતે પણ તે સૌથી સંપન્ન રાષ્ટ્ર છે.
સૈન્ય બાબતોમાં તે સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્ર છે. કુલ મળીને અમેરિકાની આગળ વિશ્વમાં કોઈ બીજાનું ચાલી શકે તેમ નથી. એટલા માટે અમેરિકાની જે પણ ઈચ્છા હશે તેને સમગ્ર વિશ્વએ માનવી જ પડશે. આ અટલ સત્ય છે અને તેને નકારી શકાય તેમ નથી. ઈરાનના મામલે અમેરિકા થોડું ફસાઈ ગયું છે તેને એ અંદાજો બિલકુલ નહોતો કે ઈરાન આ પ્રકારનો પ્રતિકાર કરશે. અમેરિકા અને ઈઝરાયલે ઈરાનને સમજવામાં ભૂલ કરી દીધી છે. અને તેનો ખમિયાજો ઈઝરાયલ ભોગવી રહ્યું છે. કેમ કે અમેરિકાની ભૌગોલિક સીમાની અંદર આ યુદ્ધ લડવામાં નથી આવી રહ્યું એટલા માટે અમેરિકાને કોઈ ખાસ નુકસાન થઈ રહ્યું નથી. ઈરાન અને ઈઝરાયલ જરૂર બરબાદ થઈ રહ્યા છે. આવનારા સમયમાં યુદ્ધનો વ્યાપ હજુ વધી શકે છે. ટ્રમ્પ સમજૂતીની વાત કરી રહ્યા છે પણ ઈરાન સમજૂતી માટે તૈયાર નથી. તે આર પારના મૂડમાં છે. ઈરાનની તૈયારી ઘણા વર્ષોની છે. ઈરાને પોતાના મિસાઈલ અને ડ્રોનને બહુ સારી રીતે સુરક્ષિત રાખ્યા છે. ઈઝરાયલ અને અમેરિકાના હુમલાઓથી તેમના પર કોઈ અસર થઈ રહી નથી. જો ઈરાન આ જ રીતે હુમલો કરતું રહ્યું તો બની શકે કે ટ્રમ્પ પરમાણુ વિકલ્પો પર પણ ધ્યાન આપે. પછી તો ભારે તબાહીથી ઈનકાર કરી શકાય તેમ નથી. હકીકતમાં એવું આ ક્ષેત્રમાં એક વાર થઈ જવું જોઈએ. જોકે ઈઝરાયલ પાસે પણ પરમાણુ બોમ્બ ઉપલબ્ધ છે પરંતુ તે અમેરિકાની પરવાનગી વગર ઉપયોગ કરી શકતું નથી. પરંતુ અમેરિકા હજુ થોડા દિવસ વધુ જોવા માંગશે. અત્યારે તે બીજા કેટલાક વિકલ્પો પર ધ્યાન આપશે. પરંતુ ઈરાનના તેવર ઓછા નથી થઈ રહ્યા આ ઈરાનની સંપ્રભુતા અને અસ્મિતાની લડાઈ છે અને ઈરાન મરતે દમ સુધી આ લડાઈ લડશે.

