Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
DharmikGujarat

અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ કરાઇ

દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે

આ એપ્લિકેશન એક માઈભક્ત દ્વારા નિઃશુલ્ક તૈયાર કરી આપવામાં આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા,તા.૧૧ માર્ચ ૨૦૨૬ — વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ’શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ દ્વારા સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેન દ્વારા આ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હવે ભક્તો ઘરબેઠા મંદિરની વિવિધ સેવાઓ અને માહિતી મેળવી શકશે.
એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. જેમાં ભક્તો ઓનલાઇન ઘરે બેઠા મોહનથાળ પ્રસાદનું બુકિંગ કરાવી શકશે. જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન અને ભોજનાલય માટે દાન આપવાની સુવિધા છે. એટલે કે ભક્તો ડિજિટલ દાન કરી શકશે.

આ સાથે તેમાં મંદિરના દર્શન અને આરતીનો સમય પણ જાણી શકાશે. તો મંદિર સંબંધિત વસ્તુઓની ખરીદી માટે પણ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાશે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો અને સેવા કેમ્પનું ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પણ મળશે.

અંબાજી મંદિરમાં દર વર્ષે અંદાજે ૧.૨૦ કરોડ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થાય છે અને કરોડોનું દાન આવે છે. આ તમામ પ્રક્રિયાને સેન્ટ્રલાઈઝ્‌ડ સર્વર સાથે જોડવા માટે આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. ટેકનોલોજીના ઉપયોગથી વ્યવસ્થા વધુ સુગમ બનશે અને વહીવટી પારદર્શિતામાં વધારો થશે.

ખાસ વાત એ છે કે, આ એપ્લિકેશન એક માઈભક્ત દ્વારા નિઃશુલ્ક તૈયાર કરી આપવામાં આવી છે. આગામી સમયમાં યાત્રિકો માટે આ એપ દર્શન અને વ્યવસ્થાના આયોજનમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

Related posts

મહેસાણા બાયપાસ હાઇવે પર વિરમગામ રેલવે લાઈનનો ઓવર બ્રિજ અત્યંત જોખમી

Master Admin

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ અને બોડી બિલ્ડિંગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા તેમજ પ્રો કાર્ડ હાંસલ કર્યું

Master Admin

માત્ર સંપત્તિ નહીં, પરંતુ સંસ્કાર સૌથી મોટો વારસો-આજે સંયુક્ત પરિવાર અને પરસ્પર ભાઈચારા જેવી ભારતીય સાંસ્કૃતિક પરંપરા જ સાચી શક્તિ છે :રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Master Admin

Leave a Comment

Translate »