Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અમેરિકામાં ઉઠી રાષ્ટ્રપતિ ટ્રમ્પને હટાવવાની માંગ

ઈરાન વિરુદ્ધ અપશબ્દનો પ્રયોગ કરતા ટ્રમ્પ વિવાદમાં

અમેરિકામાં વિપક્ષી સાંસદો તરફથી તેમની વિરુદ્ધ ૨૫મા સંશોધન હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ ઉગ્ર બની

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૬ એપ્રિલ ૨૦૨૬ — ઈરાન વિરુદ્ધ અપશબ્દ બોલી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફસાઈ ગયા છે. અમેરિકામાં વિપક્ષી સાંસદો તરફથી તેમની વિરુદ્ધ ૨૫મા સંશોધન હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ ઉગ્ર બની છે. ઓછામાં ઓછા ૫ સાંસદોએ ટ્રમ્પને હટાવવા માટે આ કાયદાનો ઉપયોગ કરવાની માંગ કરી છે. આ સાંસદોનું કહેવું છે કે ટ્રમ્પ પોતાના કર્યત્વોને નિભાવવામાં અક્ષમ છે. તેમને ખુરશીમાંથી હટાવવાનો એકમાત્ર વિકલ્પ છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિને હટાવવા કે હટવાને લઈને ૨૫મા સંશોધનમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ જો રાષ્ટ્રપતિને હટાવવામાં આવે તો ઉપરાષ્ટ્રપતિ બાકી સમય માટે તેમનો કાર્યભાર ગ્રહણ કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એ પોતાની એક પોસ્ટમાં ઈરાનને લઈને વિવાદાસ્પદ શબ્દનો ઉપયોગ કર્યો, જેનાથી અમેરિકી વિપક્ષના સાંસદ ભડકી ગયા છે. યુએસ સ્ટેટ પ્રતિનિધિ બેક્કા બાલિંટે એક પોસ્ટમાં કહ્યું- ઓબામા કે બાઇડેને આ પ્રકારની વાત કહી હોત તો રિપબ્લિકન શું કરત? બધા લોકો તેમને હટાવવાની માંગ કરતા. હું પણ ટ્રમ્પને હટાવવાની માંગ કરુ છું. સીનેટર ક્રિસ મર્ફીએ પોસ્ટ કરી લખ્યું- જો હું ટ્રમ્પ કેબિનેટમાં હોત તો ૨૫મં સંશોધન લાગૂ કરવા માટે તેમના વકીલો સાથે વાત કરત. ટ્રમ્પ લોકોની હત્યા કરવામાં લાગ્યા છે. આ રીતે કોંગ્રેસ સભ્ય યાસ્મીન અંસારીએ પોસ્ટમાં લખ્યું- રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાગલ થઈ ગયા છે. તેમની વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાનો આ યોગ્ય સમય છે. કારણ કે ટ્રમ્પને કારણે દુનિયા ખતરામાં છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિને પદથી હટાવવા/હટવાને લઈને ૨૫મા સંશોધન હેઠળ એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો. તેમાં રાષ્ટ્રપતિના અચાનક મોત કે અસમર્થ થવા પર આગળના વિકલ્પ વિશે જણાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના હટવા કે હટાવવા પર ઉપરાષ્ટ્રપતિ તેમના પદને બાકીના કાર્યકાળ સુધી સંભાળી શકે છે. આ કાયદાને અમલમાં લાવવા માટે પહેલા કેબિનેટે એક પ્રસ્તાવ લાવવાનો હોય છે. રાષ્ટ્રપતિ જો તેનો વિરોધ કરે તો તેને સંસદમાં લઈ જવામાં આવે છે. સીનેટ અને કોંગ્રેસના જો ૨/૩ સભ્યો આ પ્રસ્તાવને મંજૂર કરે તો રાષ્ટ્રપતિએ ખુરશી છોડવી પડે છે. એક્સપ્રેસ યુકે પ્રમાણે ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ત્રણ દિવસની રજા લીધી છે.

Related posts

ઈરાને અમારી શરતો માની નથી, વાતચીત નિષ્ફળ રહી

Master Admin

યુદ્ધ શરૂ કરશો તો ખતમ અમે કરીશું : ઈરાનનો ખુલ્લો પડકાર

Master Admin

અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધના ભણકાર! ટ્રમ્પે ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો

Master Admin

Leave a Comment

Translate »