Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત

  • હરમનપ્રીત કૌર ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ કરશે
  • પ્રતિકા રાવલે ઈજામાંથી સ્વસ્થ થયા બાદ ટેસ્ટમાં વાપસી

(સંપૂર્ણ સમાચાર સેવા)
પર્થ, તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૬: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન યજમાન ટીમ સામે એક ટેસ્ટ મેચ રમશે. ભારતીય પસંદગીકારોએ આ મેચ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ચાર દિવસીય ટેસ્ટ મેચ ૬ થી ૯ માર્ચ દરમિયાન પર્થના ઐતિહાસિક WACA ગ્રાઉન્ડ પર રમાશે.

આ ટેસ્ટમાં હરમનપ્રીત કૌર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જેમાં સ્મૃતિ મંધાનાને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવી છે. ટીમમાં પ્રતિકા રાવલનો પણ સમાવેશ થાય છે, જે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી. વૈષ્ણવી શર્મા અને ક્રાંતિ ગૌડને પણ પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ મેચ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસના અંતિમ તબક્કામાં રમાશે.

ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ફેબ્રુઆરીના મધ્યમાં શરૂ થશે. આ પ્રવાસ ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચોથી શરૂ થશે, ત્યારબાદ ત્રણ ODI મેચો રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૫ ફેબ્રુઆરીએ સિડનીમાં પ્રથમ T20 મેચ રમાશે.
એકંદરે, ટેસ્ટ ટીમમાં યુવા અને અનુભવનું સારું સંતુલન છે. વિકેટકીપર-બેટ્‌સમેન જી. કમલિની ઈજાને કારણે સમગ્ર પ્રવાસમાંથી બહાર થઈ ગઈ છે અને ઉમા છેત્રીને તમામ ફોર્મેટ માટે ટીમમાં સામેલ કરવામાં આવી છે.

ભારતીય મહિલા ટીમે જૂન ૨૦૨૪માં ચેન્નાઈમાં દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, જ્યાં ભારતે ૧૦ વિકેટથી શાનદાર જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર ૨૦૨૩માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમે આઠ વિકેટથી જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ ઝડપી અને ઉછાળવાળી પર્થ પિચ પર ઓસ્ટ્રેલિયાને હરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ભારતની ટેસ્ટ ટીમ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, અમનજોત કૌર, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, રેણુકા ઠાકુર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, વૈષ્ણવી શર્મા અને સાયલી સતઘરે.

ભારતની ODI ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), કાશ્વી ગૌતમ, અમનજોત કૌર, રેણુકા સિંહ ઠાકુર, શ્રી ચરાણી, જેમિમાહ રોડ્રિગ્સ અને હરલીન દેઓલ.

ભારતની ટી-૨૦ ટીમ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, રેણુકા સિંહ ઠાકુર, શ્રી ચરાણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), જેમિમાહ રોડ્રિગ્સ, અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર, ભારતી ફુલમાલી અને શ્રેયંકા પાટિલ.

Related posts

Marriott Bonvoy Golf Tournament 2024 Celebrates Golfing Excellence and Community Spiri

Master Admin

વડોદરામાં BMW ગોલ્ફ કપ 2026ની નેશનલ ક્વોલિફાયરનું સમાપન

Master Admin

સિસિલિયન પ્રીમિયર લીગ 2026 નો ભવ્ય રીતે સમાપન

Master Admin

Leave a Comment

Translate »