Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

કરોડપતિ થવા નસીબ, મહેનત, આશીર્વાદ અને કૃપા જોઈએ!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

ભારતમાં સૌથી વધુ જોવાતો શબ્દ છે કરોડપતિ. દરેકને કરોડપતિ થવું છે. આ ઈચ્છાને ટીવીએ નામ આપ્યું છે — દ્ભમ્ઝ્ર.
દ્ભમ્ઝ્ર ના મંચ પરથી બે પાઠ મળે છે.

પહેલો પાઠ સંતોષનો છે. નામ છે ડો. નીરજ સક્સેના. કોલકાતા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક, ડો. કલામ સાથે કામ કરેલું. ૩,૨૦,૦૦૦ રૂપિયા જીતીને ત્રણેય લાઈફલાઈન બાકી હોવા છતાં ક્વિટ કર્યું. કહ્યું — મારી પાસે જે છે તે ઘણું છે, બીજા નાના ખેલાડીઓને તક મળવી જોઈએ. ૩,૨૦,૦૦૦ લઈને હસતા હસતા ઘરે ગયા.

બીજો પાઠ અસંતોષનો છે. નામ છે સુશીલ કુમાર. બિહારના યુવક, ૨૦૧૧ માં ૫ કરોડ જીત્યા. લોકો ૭ કરોડ કહે છે. પણ પછી પૈસો ટક્યો નહીં. સમાચાર આવ્યા કે જીવન અસ્થિર થયું.

એક ૩,૨૦,૦૦૦ માં સુખી રહ્યો, બીજો કરોડોમાં દુઃખી થયો. ફરક પૈસાનો નથી, સંતોષનો છે.

આજે દ્ભમ્ઝ્ર રોડપતિ કડકાઓને શોધે છે. જેમને મહેનત નથી કરવી, ઓશિયાળું જીવન જીવવું છે. લાખો જીસ્જી કરે છે, હજારો ઓડિશન આપે છે, માંડ ૧૦-૧૫ હોટ સીટ સુધી પહોંચે છે. દ્ભમ્ઝ્ર કરોડપતિ બનાવતું નથી, સપનું વેચે છે.
આ સપનામાં યુવાનો શોર્ટકટ શોધે છે — ઓનલાઈન જુગાર, સટ્ટો, ક્રિપ્ટો, હપ્તાખોરી, છેતરપિંડી. મનમાં બેસી ગયું છે કે મહેનતથી કરોડપતિ ન થવાય, ખોટા કામ કરવા પડે.

પણ સત્ય એ છે કે કરોડપતિ થવા ચાર જોઈએ — ૧. નસીબ, ૨. મહેનત, ૩., માઁ-બાપના આશીર્વાદ, ૪. ઈશ્વરની કૃપા. ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈઃ — ઈચ્છાથી નહીં, ઉદ્યમથી કાર્ય સિદ્ધ થાય છે.

આ ચાર વગર પ્રયત્ન કરશે તો ખોટા અને ગુનાખોરીના કામ કરવા પડશે, જેનો અંત જેલ કે અપમાન જ હોય.
દ્ભમ્ઝ્ર મનોરંજન માટે સારું છે, પણ જીવનનું લક્ષ્ય ન બનાવવું જોઈએ. રોજની મહેનત એ જ સાચું દ્ભમ્ઝ્ર છે!

Related posts

ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટઃ વિકસિત ભારત ૨૦૪૭ સામે એક ગંભીર પડકાર?

Master Admin

જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધાર્યા હતા.

Reporter1

આંબરડી ગામે વીજળી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

Reporter1

Leave a Comment

Translate »