Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો

ગનમેન સાથે ઝપાઝપી

પોલીસે એક આરોપીની ધરપકડ કરી કસ્ટડીમાં લીધો

(સંપૂર્ણ સમાચાર સેવા)
થિરૂવનંતપૂરમ્‌, તા.૪ એપ્રિલ ૨૦૨૬ — કોંગ્રેસ સાંસદ શશી થરૂરના ગનમેન અને ડ્રાઈવર પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના કેરળના વંડૂર વિસ્તારમાં બની હતી, જ્યાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે સાંજે લગભગ ૭ઃ૩૦ વાગ્યે ચેલિથોડે વિસ્તારમાં બની હતી. તે સમયે શશી થરૂર એક ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

રિપોર્ટ મુજબ, રસ્તામાં ચેલિથોડે પુલ પાસે રસ્તો સાંકડો હોવાને કારણે જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ દરમિયાન બે ગાડીઓમાં સવાર પાંચ લોકોએ થરૂરના કાફલાને રોકી લીધો હતો. હ્લૈંઇ મુજબ, જ્યારે ગનમેન રતીશ કે.પી.એ રસ્તો સાફ કરવા માટે આગળ ઉભેલી ગાડી હટાવવાનું કહ્યું, ત્યારે આરોપીઓએ ગનમેન અને ડ્રાઈવર પર હુમલો કરી દીધો હતો.
આ મામલે ગનમેનની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે એક આરોપીની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી છે, જ્યારે બાકીના આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

આ મામલે કોંગ્રેસ નેતા શશી થરૂરે ’ઠ’ પર પોસ્ટ કરીને લખ્યું કે, “ગઈકાલે રાત્રે જ્યારે મારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો થયો ત્યારે તેના વિશે ચિંતા વ્યક્ત કરતા તમામ મેસેજ અને કોલ્સ મળ્યા જે જાણીને ખરેખર ખૂબ સારું લાગ્યું. તે સુરક્ષિત છે અને મને કોઈ નુકસાન થયું નથી. તમામ મિત્રો અને શુભચિંતકોનો આભાર. અમે ગઈકાલે ડર્યા વગર કામ કર્યું અને પ્લાન મુજબ અન્ય બે ઈવેન્ટ્‌સ પૂરી કરી.”

Related posts

નાણામંત્રી નિર્ણલા સીતારમણે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ રજૂ કર્યું

Master Admin

રામ મંદિરમાંથી ૪૦ પેટીનું દાન, ૨ કિલો સોનાની ગદા ગુમ

Master Admin

ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના દાવા વચ્ચે ખાતરના ભાવમાં ભડકો

Master Admin

Leave a Comment

Translate »