Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

ગુજરાત સરકારે બે વર્ષમાં ૪૦૪ કરોડ વાપરી નાખ્યા

હવા પ્રદૂષણ ડામવાના નામે કોરોડોનો ખર્ચો

કેન્દ્ર તરફથી મળેલી સહાયમાંથી અત્યાર સુધીમાં મોટાભાગની રકમ ખર્ચાઈ ગઈ છે અને હવે માત્ર ૭૧ કરોડ રૂપિયા જ બાકી રહ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૧૧ માર્ચ ૨૦૨૬ — અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જેને નિયંત્રિત કરવાના નામે સરકારે બે વર્ષમાં ૪૦૪ કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ કર્યો છે. જોકે, કાગળ પર કરાયેલા આ આયોજનોનું જમીની સ્તર પર કોઈ નક્કર પરિણામ જોવા મળતું નથી, કારણ કે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ દિવસેને દિવસે વધુ કથળી રહ્યો છે.અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ઔદ્યોગિક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ ધીમે ધીમે દિલ્હી જેવી ગંભીર બનવાના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે અસહ્ય ગરમી જેવી માઠી અસરો પણ વર્તાવા લાગી છે. આ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૭૭ કરોડ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૯૭ કરોડ રૂપિયાની સહાય ગુજરાતને ફાળવી છે.કેન્દ્ર તરફથી મળેલી સહાયમાંથી અત્યાર સુધીમાં મોટાભાગની રકમ ખર્ચાઈ ગઈ છે અને હવે માત્ર ૭૧ કરોડ રૂપિયા જ બાકી રહ્યા છે. સરકારનો દાવો છે કે આ રકમ હેઠળ હાલ ૪૨ જેટલા પ્રોજેક્ટ્‌સ પ્રગતિમાં છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આટલો મોટો ખર્ચ કરવા છતાં મોટા શહેરો કે ઔદ્યોગિક વસાહતોમાં પ્રદૂષણના સ્તરમાં કોઈ સુધારો દેખાયો નથી. ઊલટાનું, પ્રદૂષણ ઘટવાને બદલે સતત વધી રહ્યું છે, જેને કારણે સરકારે આ કરોડો રૂપિયાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કર્યો તે અંગે સામાન્ય જનતામાં અનેક સવાલો ઉભા થયા છે.ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજ્યમાં તળાવોની સ્થિતિ અને હવાની ગુણવત્તા સુધારવા માટે ‘લેક એન્ડ એર વોચ‘ નામની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની ૧૭ મહાપાલિકા અને ૧૫૨ નગરપાલિકા વિસ્તારોમાં જો એર ક્વોલિટી ઇન્ડેક્સ મર્યાદા કરતા વધશે, તો સંબંધિત વિભાગોને તુરંત જ ઍલર્ટ મેસેજ મોકલવામાં આવશે જેથી જરૂરી પગલાં લઈ શકાય. આ ઉપરાંત, તળાવોમાં કાંપ ભરાવો કે શેવાળ જામવી જેવી સમસ્યાઓ અંગે પણ આ સિસ્ટમ દ્વારા અગાઉથી ચેતવણી આપવામાં આવશે. આધુનિક ટેકનોલોજી ધરાવતી આ વ્યવસ્થા અંદાજે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી છે.

Related posts

કેમિકલના બેરલમાં છુપાવી લવાતો ૧૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Master Admin

અમદાવાદમાં પરવડે તેવી ફૂડએપ ‘ટોઇંગ’ નો પ્રારંભ

Master Admin

જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં યોજાશે ભવ્ય ડમરુ યાત્રા

Master Admin

Leave a Comment

Translate »