Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ગૌતમ ગંભીરની એક ચાલ અને પલટાઈ ગઈ મેચ

  • ટીમ ઈન્ડિયાને મળ્યો નવો ફિનિશર
  • કોચ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક શાનદાર રણનીતિના ભાગરૂપે રિંકુ સિંહની પસંદગી કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નાગપુર, તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૬ — બુધવારે નાગપુરમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી૨૦ મેચમાં ભારતે શાનદાર જીત નોંધાવી. આ મેતમાં કોચ ગૌતમ ગંભીરની એક ચાલે આખી મેચ પલટી નાખી અને ન્યૂઝીલેન્ડને ૪૮ રનથી ભારતે હરાવીને પાંચ મેચની ટી૨૦માં ૧-૦ની લીડ મેળવી. ટીમ ઈન્ડિયાની જીત માટે મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ શ્રેય જાય છે. કોચ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક શાનદાર રણનીતિના ભાગરૂપે પ્રથમ ટી૨૦ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં રિંકુ સિંહ જેવા પાવરફુલ ફિનિશરની પસંદગી કરી.

ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવે તેમની યોજના મુજબ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં રિંકુ સિંહને ૭ નંબર પર બેટિંગ કરવા મોકલ્યો. આ તકનો લાભ ઉઠાવીને રિંકુ સિંહે ૨૦ બોલમાં ૪૪ રન બનાવ્યા. ૨૨૦ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા, રિંકુ સિંહે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. રિંકુ સિંહના બેસ્ટ ફિનિશિંગ ટચને કારણે ટીમ ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૨૩૮ રનનો સ્કોર બનાવ્યો.

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ પહેલા ટીમ ઈન્ડિયા પાસે સારા સમાચાર છે કે ફિનિશર રિંકુ સિંહ શાનદાર ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયા પાસે રિંકુ સિંહના સ્વરૂપમાં એક મજબૂત મેચ ફિનિશર છે.ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ટીમ ઈન્ડિયા માટે ૭ નંબર પર બેટિંગ કરવા માટે રિંકુ સિંહ એક સારો વિકલ્પ સાબિત થશે. રિંકુ સિંહે ભારત માટે ૩૬ ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૬૫ના સ્ટ્રાઈક રેટથી ૫૯૪ રન બનાવ્યા છે. તે વિસ્ફોટક બેટિંગમાં નિષ્ણાત છે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે પોતાની વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું છે. રિંકુ સિંહ સ્પિન અને ફાસ્ટ બોલિંગ બંને સારી રીતે રમે છે. આ બેટ્‌સમેન પોતાની વિસ્ફોટક બેટિંગથી હારેલી બાજી જીતાડવામાં માહિર છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામે ટી૨૦ શ્રેણીની પહેલી મેચ ૪૮ રનથી જીતી લીધી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલા ભારતે અભિષેક શર્મા અને રિંકુ સિંહની વિસ્ફોટક ઇનિંગ્સની મદદથી સાત વિકેટ ગુમાવીને ૨૩૮ રન બનાવ્યા હતા. જવાબમાં મહેમાન ટીમ નિર્ધારિત ઓવરોમાં સાત વિકેટ ગુમાવીને માત્ર ૧૯૦ રન જ બનાવી શકી હતી.

Related posts

IndianOil UTT Season 6: Reeth Rishya, Anirban Ghosh Star in PBG Pune Jaguars Comeback 9-6 Win Over Rivals U Mumba TT

Reporter1

Clear Premium Water Makes History with 100% rPET Bottles at the 38th National Games

Reporter1

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર નોર્મન ગિફોર્ડનું ૮૫ વર્ષની વયે નિધન

Master Admin

Leave a Comment

Translate »