Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ડોશો કુંવારો મરે, ડોશલી કુંવારી ન રહેઃ પરંપરા કે, પુરુષસત્તાનો પડછાયો!?

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

ગામડાની ચોરે ચર્ચા થાય ત્યારે મોટા ઘરડા કહેઃ “બેટા, ડોશો કુંવારો મરી જાય, પણ ડોશલી કુંવારી નો રહે.” સાંભળવામાં રમુજી લાગે, પણ આ વાક્યની પાછળ સદીઓનું સમાજશાસ્ત્ર છુપાયેલું છે.

૧. આ કહેવતનો જન્મ ક્યાંથી?
પહેલાના સમયમાં સ્ત્રીની ઓળખ પતિથી હતી. “સુમંગળી” શબ્દ જ એનું પ્રમાણ. પતિ જીવતો હોય તો જ સ્ત્રીને સમાજમાં માન. વિધવા થાય તો સફેદ સાડી, ભૂખરું જીવન. એટલે જ સમાજે રસ્તો કાઢ્યો – પતિ મરે તો બીજો. પણ પુરુષ માટે એવું નહોતું. “ઘરનો ધણી” ગમે તેટલી ઉંમરે કુંવારો રહે તો પણ તેનું ઘર, જમીન, માન બધું હતું. એટલે કહેવત બનીઃ ડોશો કુંવારો રહી શકે, ડોશલી નહીં.

૨. આર્થિક અને સુરક્ષાનો સવાલ
પહેલા ખેતી, ઘર, બાળકોની જવાબદારી એકલી સ્ત્રી ન ઉપાડી શકે. સમાજની નજર, આર્થિક નિર્ભરતા, શારીરિક સુરક્ષા – આ બધા માટે “સાથી” જરૂરી હતો. એટલે “નાતરું”, “સગપણ” જેવી પ્રથા આવી. જ્યારે પુરુષ માટે ઘરમાં દીકરી, વહુ, બહેન સંભાળવા હતા. તેને કોઈની “જરૂર” ઓછી ગણાઈ.
અહીં જ “વાંદરો ઘરડો થાય પણ ગુલાટી નહીં ભૂલે” નો હવાલો બંધ બેસે છે. સમાજનો સ્વભાવ પણ એવો જ. સ્ત્રીને “સંસાર”ની ગુલાટી મારવાની ટેવ પાડી દીધી. ઉંમર ગમે તેટલી થાય, પણ સમાજ તેની પાસેથી “સંસાર માંડો” એવી અપેક્ષા રાખે.

૩. આજના સમયમાં આ કહેવતનું સ્થાન
આજે છોકરીઓ સ્મ્છ કરે છે, નોકરી કરે છે, એકલી રહે છે. છતાં ૩૫ વટાવે તો સવાલ થાયઃ “લગ્ન ક્યારે?” જ્યારે ૫૦ નો પુરુષ કુંવારો હોય તો કહેવાયઃ “સેટલ નથી થયો હજી.”
એટલે કહેવત આજે પણ જીવે છે, પણ રૂપ બદલીને. પહેલા “સુરક્ષા” માટે હતી, હવે “સમાજ શું કહેશે” માટે છે.

૪. સકારાત્મક અને નકારાત્મક બે બાજુ
સકારાત્મકઃ પહેલા આ કહેવતથી કેટલીક વિધવાઓને નવો સહારો મળ્યો. એકલતા, આર્થિક ભીંસમાંથી રાહત મળી.
નકારાત્મકઃ આ જ કહેવતે સ્ત્રીને “પુરુષ વગર અધૂરી” સાબિત કરી. પુરુષને “સ્વતંત્ર” અને સ્ત્રીને “આધારિત” બનાવી.
એ વાસ્તે પણ પરામર્ષ બાદ યોગ્ય નિષ્કર્ષ પર આવીએ કે, આ કહેવત પરંપરા હતી, જરૂરિયાત હતી. પણ આજે આપણે પૂછવું પડેઃ શું ડોશલી એકલી સુખી ન રહી શકે!? શું ડોશાને પણ સાથીની જરૂર નથી!? ખેર, સમાજે હવે “કુંવારો-કુંવારી” ના ભેદથી ઉપર ઉઠીને “માનવી” તરીકે જોવું પડશે. કારણ કે જીવન સાથી વગર પણ, અને સાથી સાથે પણ – બંને રીતે જીવી શકાય. બસ, નિર્ણય વ્યક્તિનો હોવો જોઈએ, કહેવતનો નહીં!

Related posts

સંસદનું ચોમાસુ સત્ર ૨૦૨૬ શરૂ-વિપક્ષનો હોબાળો શરૂ – શું આગામી ૨૫ દિવસ ભારતના અર્થતંત્ર, શેરબજાર અને વિઝન ૨૦૪૭ ની દિશા નક્કી કરશે?

Master Admin

ભારતીય સિનેમા માટે એક ગર્વની ક્ષણ, ‘ગાંધી’ ફિલ્મે ટોરોન્ટોને હચમચાવી નાખ્યું, વર્લ્ડ પ્રીમિયરમાં ઉભા થઈને તાળીઓ પાડી

Reporter1

Get ready for an action-packed race weekend at Yas Island

Reporter1

Leave a Comment

Translate »