Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ભારતીય સોલર ઈન્ડસ્ટ્રીને અમેરિકાનો મોટો ફટકો

સોલર પેનલ્સની આયાત પર ૧૨૫% ડ્યુટી ઝીંકી

વર્ષ ૨૦૨૫માં ભારત સહિત ત્રણ દેશોમાંથી અમેરિકામાં આશરે ૪.૫ બિલિયન ડોલરનું સોલર ઇમ્પોર્ટ થયું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં એક મોટો આંચકો લાગ્યો છે. અમેરિકન સરકારના કોમર્સ ડિપાર્ટમેન્ટે ભારત સહિત ત્રણ દેશોમાંથી આયાત થતા સોલર સેલ્સ અને પેનલ્સ પર અધધ ૧૨૫% થી વધુની કાઉન્ટરવેલિંગ ડ્યુટી લાદી દીધી છે.અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે પ્રાથમિક તપાસ બાદ આ મોટો નિર્ણય લીધો છે. અમેરિકાની સરકારનું માનવું છે કે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસની સોલર કંપનીઓને તેમની સરકારો તરફથી મોટી સબસિડી મળી રહી છે. આ સબસિડીને કારણે આ કંપનીઓ અમેરિકામાં ખૂબ જ સસ્તા ભાવે સોલર પેનલ્સ વેચી રહી છે, જેનાથી અમેરિકાની સ્થાનિક કંપનીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ અયોગ્ય સ્પર્ધાને રોકવા માટે આ ભારે ટેક્સ લાદવામાં આવ્યો છે.આ આદેશમાં ભારત પર સૌથી કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ભારતમાંથી આવતા સોલર ઉત્પાદનો પર કુલ સબસિડી રેટ ૧૨૫.૮૭% નક્કી કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતની મુંદ્રા સોલર પર ૧૨૫.૮૭% ડ્યુટી લાગશે. આ ઉપરાંત ઇન્ડોનેશિયા માટે આ દર ૧૦૪.૩૮% અને લાઓસ માટે ૮૦.૬૭% રાખવામાં આવ્યો છે. અમેરિકાની કંપનીઓ જેવી કે ફર્સ્ટ સોલર અને હનવા ક્યુસેલ્સે ફરિયાદ કરી હતી કે સસ્તી આયાતને કારણે તેમના અબજો ડોલરનું રોકાણ અને નોકરીઓ જોખમમાં છે.વર્ષ ૨૦૨૫માં ભારત સહિત આ ત્રણ દેશોમાંથી અમેરિકામાં આશરે ૪.૫ બિલિયન ડોલરનું સોલર ઇમ્પોર્ટ થયું હતું. અગાઉ જ્યારે અમેરિકાએ વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશો પર ડ્યુટી લગાવી હતી, ત્યારે ઘણી કંપનીઓ ભારત શિફ્ટ થઈ હતી. હવે ભારત પરના આ પ્રતિબંધોને કારણે ભારતીય સોલર એક્સપોર્ટર્સ માટે અમેરિકા જેવું મોટું માર્કેટ મોંઘું થઈ જશે. જોકે, આ નિર્ણય હજુ પ્રાથમિક છે અને અંતિમ ફેંસલો માર્ચમાં લેવામાં આવશે.

Related posts

‘અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે’

Master Admin

South African Tourism Announces 10th Edition of Learn SA, Eyes Growth from Emerging Indian Cities

Reporter1

સાઉદી અરેબિયા અમેરિકાને ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા દે

Master Admin

Leave a Comment

Translate »