Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

‘ભારતે પોતે જ નક્કી કરવું પડશે કે તે શું કરવા માંગે છે’

અમેરિકાના પ્રતિનિધિનું મોટું નિવેદન

ઈરાનનું નામ લીધા વિના સર્જિયો ગોરે કહ્યું કે માત્ર એક દેશ હોર્મુઝ સ્ટ્રેટને બંધક બનાવીને બેઠો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૫ એપ્રિલ ૨૦૨૬ — અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે બીજા રાઉન્ડની વાતચીતની અટકળો લગાવવામાં આવી રહી છે. પાકિસ્તાન અને ઈજિપ્તના પ્રયાસોથી પ્રથમ બેઠક ઈસ્લામાબાદમાં યોજાઈ હતી, જે અનિર્ણિત રહી હતી. આ દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂત અને ટ્રમ્પના નજીકના સર્જિયો ગોરે યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મધ્ય પૂર્વમાં શાંતિ માટે અમેરિકા ભારતની ભાગીદારીનું સ્વાગત કરશે.ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વાટાઘાટો નિષ્ફળ ગઈ તો અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. બંને નેતાઓ વચ્ચે ૪૦ મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે એક ખાનગી ચેનલને જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર વાત થઈ છે. આ દરમિયાન શાંતિ વાટાઘાટોમાં ભારતની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ખાનગી ચેનલને કહ્યું કે અમેરિકા, મિડલ ઈસ્ટમાં યુદ્ધ ખતમ કરવાના પ્રયાસોમાં ભારતની ભાગીદારીનું સ્વાગત કરશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ભારતે પોતે જ નક્કી કરવું પડશે કે તે શું કરવા માંગે છે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત શાંતિ પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ભજવી શકે છે? તો સર્જિયો ગોરે કહ્યું, ‘અમેરિકા તેમની ભાગીદારીનું સ્વાગત કરશે, જેવી રીતે તેણે અન્ય ઘણા દેશોની ભાગીદારીનું સ્વાગત કર્યું છે. સાચું કહું તો, આ ભારતે જ નક્કી કરવાનું છે, મને લાગે છે કે સમગ્ર દુનિયા શાંતિ પ્રક્રિયામાં ભૂમિકા ભજવી શકે છે અને તેમાં ભારત પણ સામેલ છે.’ગોરે કહ્યું કે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ બાબતે કોઈની સાથે ભેદભાવ નથી કરી રહ્યા કે કોણ આ સંઘર્ષને ખતમ કરવામાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું, ‘રાષ્ટ્ર પ્રમુખ એ દરેક વ્યક્તિનું સ્વાગત કરે છે જે તેમાં સામેલ થવા માંગે છે. રાષ્ટ્ર પ્રમુખ એ દરેક વ્યક્તિનું સ્વાગત કરે છે જે શાંતિ પ્રક્રિયાનો હિસ્સો બનવા માંગે છે.’સર્જિયો ગોરે આ વાતચીત વોશિંગ્ટનથી પરત ફર્યાના થોડા કલાકો બાદ કરી હતી. તેમણે જણાવ્યું કે વોશિંગ્ટનમાં તેઓ સમગ્ર કેબિનેટને મળ્યા હતા. આગામી દિવસોમાં કેટલાક સમાચાર આવી શકે છે પરંતુ આ જાણકારી આપવાનો અત્યારે યોગ્ય સમય નથી. જેનાથી સંકેત મળે છે કે વેપાર અને દ્વિપક્ષીય મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં મોટી જાહેરાતો થઈ શકે છે. તેમણે કહ્યું, ‘આગામી થોડા દિવસોમાં તમને આ વિશે કેટલાક સમાચાર સાંભળવા મળી શકે છે, પરંતુ આ બાબતે અત્યારે જાણકારી આપવી મારું કામ નથી.’તેમણે એ પણ જણાવ્યું કે ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લગભગ ૪૦ મિનિટ સુધી વાતચીત થઈ. તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી કે ટ્રમ્પની પ્રસ્તાવિત ભારત મુલાકાત પહેલા, આવતા મહિને અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારતની મુલાકાત લેશે.ટ્રમ્પ અને ઁસ્ મોદીની વાતચીત દરમિયાન પણ હોર્મુઝ સ્ટ્રેટનો મુદ્દો ઉઠ્યો હતો. પીએમ મોદીએ ઠ પર પોસ્ટ કરીને આ વાતચીતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું, ‘મારા મિત્ર, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે ઘણા ક્ષેત્રોમાં અમારા દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં અમારી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

Related posts

દરેક પડકારનો સામનો કરવા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે

Master Admin

દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૭૨% નો વધારો થયો

Master Admin

બદરી કેદારનાથ ધામમાં વિશેષ પૂજા માટે ફી વધારવાની તૈયારીઓ

Master Admin

2 comments

Fernando2406 April 16, 2026 at 11:05 am Reply
Finn988 April 16, 2026 at 7:27 pm Reply

Leave a Comment

Translate »