Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

રાવણ હજુ જીવે છે — અને એટલે જ રામ પૂજાય છે!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

વિજયાદશમી એટલે અસત્ય ઉપર સત્યનો વિજય, પણ દર વર્ષે એક જ પ્રશ્ન થાય — રાવણ ગયા વર્ષે બળ્યો તો આ વર્ષે ક્યાંથી આવ્યો? કારણ કે રાવણ પૂરો બળ્યો કે મર્યો જ નથી!
માણસની અંદર બીજો એક માણસ રાવણ છે!
દસ માથા એટલે દસ વિકાર. દરેક માણસની અંદર રાવણ જીવે છે અને એ હયાત છે. આપણે મેદાનમાં પૂતળું બાળીએ છીએ, પણ ઘરમાં અહંકાર, વાસના અને લોભનો રાવણ સાચવીએ છીએ.
શ્રી વગરનો રાવણ અને નામ વગરનો રાવણ!
રાવણ આગળ કોઈ ‘શ્રી’ લખતા નથી. રાશિ મુજબ પણ બાળકનું નામ રાવણ પાડતા નથી. આ આપણી સામાજિક નફરત છે. પણ આ નફરતની પાછળ એક મર્મ જાળવી રાખવો જરૂરી છે.
આમ, રાવણ થકી રામ પૂજાય છે. અલબત, રાવણ ન હોત તો રામને કોણ ઓળખત, યુદ્ધ કેમ થાત!? જો રાવણ સીતાહરણ ન કરત, તો રામનો વનવાસ, હનુમાનનું ઉડ્ડયન, લક્ષ્મણનું બલિદાન, વિભીષણનો ત્યાગ — કશું જ ન થાત. રામ કથા જ ન હોત. રામને ભગવાન બનાવનારી પરીક્ષા લેનાર રાવણ જ હતો. તેથી રાવણ ખલનાયક નથી, પ્રતિનાયક છે — કથા વગરનો રામ અધૂરો છે!
રાવણના સદ્ગુણોને અન્યાય નહિ!
રાવણનો ગુનો ભગવાનની પત્નીને ભગાવી જવા સબબ તળેનો હતો, એમાં કોઈ બે મત નથી. પણ રાવણ ૪ વેદનો જ્ઞાતા હતો. ચારેય વેદ, ઉપનિષદ, જ્યોતિષ, આયુર્વેદ, સંગીત — બધાનો જ્ઞાતા. શિવ તાંડવ સ્તોત્ર આજે પણ મંદિરોમાં ગૂંજે છે. આજના કહેવાતા પંડિતજીઓને ચાર શ્લોકની રૂચા પણ આવડતી નથી, છતાં પોતાને કથિત જગદગુરુ કહેવડાવે છે. જ્ઞાનમાં રાવણ આજના હજારો બની બેઠેલા કહેવાતા પંડિતો કરતાં ચઢિયાતો હતો. તેના સદ્ગુણોને અન્યાય ન થવો જોઈએ.
ગામે ગામ આધુનિક રાવણ
તમારે લંકા જવાની જરૂર નથી. ગામે ગામ આધુનિક રાવણ છે. ફરક એટલો છે કે મૂળ રાવણે એક ભૂલ કરી અને પ્રાયશ્ચિત ભોગવ્યું. આજનો રાવણ રોજ ભૂલ કરે છે અને છાતી ફુલાવે છે. મૂળ રાવણે સીતાને અશોકવાટિકામાં સન્માનથી રાખી, સ્પર્શ ન કર્યો. આજનો રાવણ સન્માન શું, માણસાઈ પણ નથી રાખતો.
તેથી પણ આ વિજયાદશમીએ માત્ર રાવણને ગાળ ન દો. વિચારો — તે બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો, વીર હતો, ભક્ત હતો, પણ એક વિકાર — અહંકાર અને વાસનામાં હારી ગયો. આપણે તેના દસ માથામાંથી નવ સારા લઈએ અને એક ખરાબ બાળીએ તો જ દશેરો સાર્થક થશે.
ક્યાં સુધી રાવણને દર વિજયાદશમી ઉપર અધૂરો અને અપૂર્ણ બાળ્યા અને માર્યા કરશો? એક વખત પૂરો બાળો — અંદરના કામ, ક્રોધ, લોભના રાવણને. અને બહારના જ્ઞાની રાવણને યાદ કરીને કહો — તારા જ્ઞાનને વંદન, તારા અહંકારને દહન!જય લંકેશ એટલે જ્ઞાનનો જય, પણ અહંકારનો ક્ષય!
જય શ્રી રામ!

Related posts

Hero MotoCorp and FIH Embark on Global Partnership Strengthen association with new partnership for hockey’s growth

Reporter1

સ્ક્રીન સુધી મર્યાદિત દુનિયા અને બાળકોની દૃષ્ટિ નબળી પડી રહી છેઆપણી આંખો સુવિધા ની કિંમત ચૂકવી રહી છે

Master Admin

રાવણ થવું સહેલું નથીઃ આધુનિક રાવણો માટે અરીસો!

Master Admin

Leave a Comment

Translate »