Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

હા, હું ગુજરાતી છું.

ભરત પંડ્યા
ભૂતપૂર્વ પ્રવક્તા, બીજેપી ગુજરાત
ભૂતપૂર્વ ધારાસભ્ય-ધંધુકા, ગુજરાત
મો. +૯૧-૯૯૦૯૯ ૯૪૪૪૫

માનવતા મારી નસેનસમાં છે.
સ્નેહમાં શક્તિ છું,
સેવામાં ભક્તિ છું,
દાનમાં અંકિત છું.
હું “એકતા”નું પ્રતિક છું,
હા, હું ગુજરાતી છું.

વીરતા મારા રોમે રોમમાં છે.
સત્યનો ઉપાસક છું,
અહિંસાનો આરાધક છું,
પ્રેમનું અમૃત છું.
હું વિશ્વ “શાંતિ”નું પ્રતિક છું,
હા, હું ગુજરાતી છું.

વ્યાપાર મારી રગેરગમાં છે.
પ્રકૃતિમાં સાહસિક છું,
પ્રતિષ્ઠામાં યુગાનુયુગ છું,
પ્રદક્ષિણામાં વિશ્વપ્રવાસી છું.
હું “પ્રગતિ”નું પ્રતિક છું,
હા, હું ગુજરાતી છું.

વસુધૈવકુટુંબકમ્‌ મારાં શ્વાસોશ્વાસમાં છે.
દ્વારકાધીશની વાંસળીમાં “ગીતા”નો સહવાસ છું,
ગાંધી, સરદાર અને નરેન્દ્ર મોદીની “નીડરતા”નો અહેસાસ છું.
મહાકાળીની હારમાળામાં આતંકીનો વિનાશ છું.
હું “મહાશક્તિ”નું પ્રતિક છું,
હા, હું ગુજરાતી છું.

યાત્રિક દુનિયાના જગે-જગમાં છું.
શ્રદ્ધા-આસ્થાનો ધોધ છું.
દયા-કરૂણાનો બોધ છું.
પરંતુ, પ્રતિરોધમાં તાંડવનો ક્રોધ છું.
હું “શિવ સોમનાથ”નું પ્રતિક છું,
હા, હું ગુજરાતી છું.

Related posts

Coke Studio Bharat Drops ‘Holo Lolo’, A Modern Take on Assam’s Musical Heritage

Reporter1

બદલાતી વૈશ્વિક વ્યવસ્થા અને સંવાદની શોધ : દાવોસ નવી સદીના રાજકારણ, અર્થતંત્ર અને શક્તિ સંતુલનના સંકેતો આપે છે

Master Admin

૭૭મો પ્રજાસત્તાક દિવસ ૨૦૨૬:- આત્મનિર્ભર ભારત અને બદલાતી વૈશ્વિક ભૂમિકાનો ઐતિહાસિક સંગમ, વંદે માતરમના ૧૫૦ વર્ષ – એક વ્યાપક વિશ્લેષણ

Master Admin

Leave a Comment

Translate »